ભૂંગળા-બટાકાનું નામ સાંભળીને જ મોંમા પાણી આવી ગયુને? ભાવનગર સાઇડના ફેમસ ભૂંગળા-બટાકા ખાવાની મજા જ કંઇક અલગ આવે છે. તો જાણી લો તમે પણ એકદમ ટેસ્ટી-ટેસ્ટી ભૂંગળા-બટાકા કેવી રીતે ઘરે બનાવશો…
સામગ્રી
13 થી 15 નાના-નાના બટાકા
13 થી 14 જેટલી લસણની કળી
1 ઝીણી સમારેલી ડુંગળી
1 આદુનો ટુકડો
3 સુકા લાલ મરચા
1 ઝીણુ સમારેલું ટામેટું
2 ચમચી ધાણાજીરૂ
1 ચમચી જીરૂ
લાલ મરચું
હળદર
ચાટ મસાલો
ગરમ મસાલો
સ્વાદાનુંસાર મીઠું
તેલ
ઝીણી સમારેલી કોથમીર

બનાવવાની રીત
- ભૂંગળા બટાકા બનાવવા માટે સૌ પ્રથમ સુકા લાલ મરચા લો અને એને 15 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો.
- હવે કુકરમાં બટાકા બાફી લો. બાફતી વખતે તમે મીઠું નાંખશો તો સ્વાદ મસ્ત આવશે.
- હવે આદુ, લસણ, પલાળેલા મરચા, ટામેટા, ધાણાજીરૂ, હળદર અને મીઠુ બધુ એકસાથે નાંખીને બરાબર મિક્સ કરીને ક્રશ કરી લો.
- આ બધી પ્રોસેસ થઇ જાય એટલે એક પેન લો અને એમાં એક ચમચો તેલ મુકો.
- તેલ ગરમ થઇ જાય એટલે એમાં બાફેલા બટાકાને 2 મિનીટ માટે મધ્યમ તાપે સાંતળી લો.
- હવે તેને એક પ્લેટમાં કાઢી લો.
- આમ, હવે કડાઈમાં થોડુ વધારે તેલ ગરમ કરો અને એમાં ડુંગળી સાંતળો. ડુંગળી બ્રાઉન થઈ જાય એટલે એમાં ટામેટા અને લસણની પેસ્ટ ઉમેરો.
- આ પેસ્ટમાંથી તેલ છૂટે પડે એટલે એમાં લાલ મરચુ પાઉડર ઉમેરો.
- હવે આમાં સાંતળેલા બટાકા મિક્સ કરીને 3-4 મિનિટ ચઢવા દો.
- પછી છેલ્લે ગેસ બંધ કરી દો અને પેનને ગેસ પરથી ઉતારી લો.
- કોથમીરથી ગાર્નિશ કરો.
- હવે ભૂંગળાને તળી લો.
તો તૈયાર છે ‘ભૂંગળા બટાકા’


















































