આજે સમાજમાં માતાપિતાનું સ્થાન ખૂબ જ ઊંચું છે. મા આપણા માટે દુનિયા સાથે લડી શકે છે અને તે કેટલી સમસ્યાઓની સહન કરીને આપણને દુનિયામાં લાવે છે. તે આપણા માટે પોતાનું જીવન સમર્પિત કરી દે છે. માતા પોતાના દીકરા માટે ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરવું, ભણાવો, તે ખૂબ જ ઉત્સાહપૂર્વક પોતાની જવાબદારી નિભાવે છે .આજે પિતા પણ પોતાના સંતાન માટે ખૂબ જ મહેનત કરે છે. પોતે મોબાઈલ વાપરતા પોતાના સંતાનોને સ્માર્ટફોન લઈ આપે છે અને તે પોતાના સંતાનોની બધી જ જરૂરિયાતો પૂર્ણ કરે છે. તેઓ ઇચ્છતા હોય છે કે પોતાનું સંતાન ખૂબ જ આગળ વધે અને પોતાનું નામ રોશન કરે. માતા-પિતા પોતાનાથી બનતી બધી જ કોશિશ પોતાના સંતાન માટે કરે છે. મારી વાત કરું તો નાનપણથી મોટો કરવો, સંસ્કારોનું સિંચન કરવું ,નવા પ્રગતિના પંથે લઈ જવું – આ બધું મારા માતા-પિતાને આભારી છે. ઈશ્વરને પ્રાર્થના કરીશ કે દર જન્મે આવા પ્રેમાળ માતા પિતા મળે.
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...


















































