લાલ કિતાબ મુજબ, ચંદ્ર ગ્રહ ભગવાન શિવ સાથે સંબંધિત છે. લાલ કિતાબમાં, ચંદ્ર ગ્રહને માતાના પ્રેમનું પ્રતિનિધિત્વ કરતા ગ્રહ તરીકે પણ વર્ણવવામાં આવ્યું છે. ચંદ્રદેવનો જન્મ બ્રહ્માજીના પુત્ર મહર્ષિ અત્રિના નેત્રજળથી થયો હોવાનું મનાય છે. ચંદ્ર ગ્રહ કુંડળીના બારેય સ્થાનોમાં હકારાત્મક અને નકારાત્મક – બંને પ્રકારના પરિણામો આપી કરી શકે છે. જો કે, ચંદ્ર ગ્રહની શાંતિ માટે લાલ કિતાબના ઉપાયોનું ઘણું મહત્વ છે. લાલ કિતાબ મુજબ, કુંડળીમાં ચંદ્ર ચોથા ઘરનો સ્વામી છે. કુંડળીમાં ચોથું ઘર માતાનું પ્રતિનિધિત્વ કરે છે. લાલ કિતાબમાં ચંદ્રને મનનો કારક કહેવામાં આવ્યો છે. તે કર્ક રાશિના માલિક છે. બધા ગ્રહોમાંથી, ચંદ્રનું ભ્રમણ સૌથી ટૂંકું છે. તે એક રાશિમાં લગભગ દોઢ થી અઢી દિવસ સુધી ચાલે છે. સૂર્ય અને બુધ સાથે ચંદ્રની મિત્રતા છે. મંગળ, ગુરુ, શુક્ર અને શનિ સમમૈત્રી રાખનાર તથા રાહુ અને કેતુ ચંદ્ર તેના શત્રુ ગ્રહો છે.

લાલ કિતાબ મુજબ, ચંદ્ર પ્રકાશ આપતો ગ્રહ છે. જેની કુંડળીમાં ચંદ્ર ગ્રહ ઉચ્ચનો હોય તે વ્યક્તિને હંમેશા માનસિક શાંતિ મળે છે. લાલ કિતાબમાં, ચંદ્રને ધરતી માતા તરીકે વર્ણવવામાં આવ્યો છે જે ગરમીને ઠંડામાં રૂપાંતરિત કરે છે. પ્રેમ, દયા, ઉદારતા, મનની શાંતિ અને માણસના ઇરાદાઓ વગેરે ચંદ્ર દ્વારા જ જોવામાં આવે છે. આ ઉપરાંત, ચંદ્ર સંબંધિત વસ્તુઓ અને સંબંધીઓમાં વાવેતર માટેની જમીન, ઘોડો, દરિયા કિનારા, ચોખા, દૂધ, દાદી, વૃદ્ધ મહિલા, સફેદ મોતી અથવા સ્ફટિક મણિ પણ જોવામાં આવે છે. પાણી અથવા દૂધથી બનેલી દરેક વસ્તુ ચંદ્રના આધિપત્યમાં આવે છે. દરિયામાં આવતી ભરતી ઓટનો કારક પણ ચંદ્ર જ છે. જ્યોતિષ શાસ્ત્રમાં સફેદ રંગ ચંદ્ર સાથે સંકળાયેલ છે. આથી ચંદ્રના શુભ પરિણામ મેળવવા માટે મોતી રત્ન પહેરવામાં આવે છે. તે જ સમયે, ચંદ્ર ગ્રહ માટે દ્વિમુખી રુદ્રાક્ષ પણ પહેરવામાં આવે છે. વળી, ખેરના ઝાડનું મૂળ પહેરીને ચંદ્રના આશીર્વાદ મેળવી શકાય છે.
ચંદ્ર ગ્રહ સંબંધિત વ્યવસાય અને કારકિર્દી
- લાલ કિતાબ મુજબ, ચંદ્ર ગ્રહ પાણી અને પ્રવાહીથી સંબંધિત કામ અને વ્યવસાય સાથે સંબંધિત છે.
- આમાં પીવાનું પાણી, પેટ્રોલિયમ ઉત્પાદનો, દૂધ સાથે સંબંધિત તમામ ઉત્પાદનો, પીણા વગેરે તમામ ચંદ્ર સાથે સંકળાયેલા છે.
ચંદ્ર ગ્રહ સંબંધિત બીમારીઓ
- જો કુંડળીમાં ચંદ્ર નબળો છે અથવા પીડિત છે તો જાતક માનસિક મુશ્કેલીઓનો ભોગ બને છે.
- માથાનો દુખાવો, તણાવ, હતાશા, ગાંડપણ જેવા રોગો પણ ચંદ્ર સાથે સંબંધિત છે.
– આદિત શાહ


















































