બેવફાઈ કે વફા નક્કી કરો,
વર્તવાનું કઇ જગા નક્કી કરો.
શબ્દ સમજીને,ગઝલમાં વાપરો
શાયરીમાં પણ ખુદા નક્કી કરો.
એમ રસ્તા તો ઘણાં છે શહેરમાં,
ક્યાં જવું છે,એ દિશા નક્કી કરો.
માણસાઈનુ ચલણ મળતું નથી,
ક્યાં જવું એ શોધવા નક્કી કરો.
ક્યાં જવું છે સ્વર્ગમાં કે નર્કમાં?
જીંદગીની છે , કળા નક્કી કરો.
સિદ્દીકભરૂચી.


















































