• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

બદમાશ

ઝવેરચંદ મેઘાણી

iGujju by iGujju
in કલા-સાહિત્ય, i - ગુજ્જુ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
119 1
A A
0
135
SHARES
500
VIEWS
Share on WhatsappShare on Facebook

બદમાશ – ઝવેરચંદ મેઘાણી,

રેલગાડીની મુસાફરી દરમિયાન આકસ્મિક જ રામલાલ પોતાની પત્નિને બદમાશોથી ભરેલા ડબ્બામાં મુકીને આવે છે, અને પછી સત્યની જાણ થતા તેને બદમાશોથી બચાવવા કેવા પ્રયત્નો કરે છે, તેમ જ ડબ્બામાજ બેઠેલ રુક્મણિનુ શુ થાય છે ?

બદમાશ

આગગાડીનાં પૈડાંએ પહેલું ચક્કર ફરી લીધું હતું. રામલાલભાઈએ બારણું ખોલી પત્નીને છેલ્લા ડબામાં હડસેલી તેટલામાં તો પૈડાં ગુંજવા લાગ્યાં. ત્રણ બાળકોને તેમ જ ટ્રંક-પોટલાંને તો રામલાલે બારીમાંથી જ અંદર ફંગાવ્યાં. રુક્ષ્મિણીએ એ પછડાટમાં ઊઠી પેટી તથા બાબો સંભાળ્યાં નહિ ત્યાં તો ટ્રેઈન સ્ટેશન-યાર્ડને લાંઘી ગઈ.

ખાલી પડેલા પ્લેટફોર્મ પર જે કોઈ આ દ્રશ્યના સાક્ષીઓ હતા તેમણે રામલાલના માથા પર તડાપીટ વરસાવી. સા’બલોકના પોરિયા થઈ ગયા બધા ! ‘પંકચ્યુઅલ’ટાઈમ પર જ આવનારા !”

“ને પછી બૈરું કોને ભળાવે છે તેનોય વિચાર ન કરે !”

આ વાક્યે રામલાલને ચમકાવ્યો. ડબામાં કોણ હતું ? પોતે કોને ભલામણ કરી હતી ? યાદદાસ્તને નિચોવી જોઈ.

એના નાકને દેશી બીડીના ગોટેગોટ ધુમાડાની દુર્ગંધ યાદ આવી: એના કાન પર આઠ-દસ ઘોઘરા અવાજોમાંથી ગલીચ વાક્યોના ટુકડા અફળાયા. એની આંખોએ તો સ્પષ્ટ કોઈ ચહેરો પકડ્યો જ નહોતો; માત્ર જે અસ્પષ્ટ આકારો આંખો સામે ઘૂમતા હતા તેમાં કાળી ટોપી, કાળી દાઢી, કાળી લુંગી વગેરેની કાળાશ જ વધુ જોર કરી મન પર એક કાળી ચિંતાનું વાદળું રચતી હતી. ફાટકમાંથી બહાર નીકળતાં એક જાણીતા ગૃહસ્થે રામલાલને પૂછ્યું: “કોણ – સંગાથ હતો, રામલાલભાઈ ?”

“સંગાથ તો કોઈ જ ન મળ્યો.”

“ત્યારે તમે એ કોને કહેતા’તા કે, ભાઈ, આ બચ્ચાનું ધ્યાન રાખજો !”

“મેં કહ્યું ખરું… પણ કોને કહ્યું તેનું તો મનેય ભાન નથી.”

“આટલી ઉતાવળ નહોતી કરવી; કાલે મોકલવાં’તાં.”

“હવે મને પસ્તાવો થાય છે.”

“કોણ જાણે, આપણાં લોકો આગગાડીને દેખીને ભુરાંટા જ થાય છે, ભુરાંટા.”

‘ભુરાંટા’ શબ્દ રામલાલની છાતી સોંસરો ગયો. એ કાઠિયાવાડી ગલોફામાંથી છૂટેલ શબ્દમાં રામલાલના આ આચરણનું આબેહૂબ ચિત્ર હતું. લાલ લૂગડું દેખીને ગોધો વકરે. ઊંટને ભાળીને ભેંસ વીફરે, મિલ-માલિકને જોતાં આજકાલનો મજૂર-નેતા ચમકે, તેમ જ રામલાલ રેલગાડીના ગાર્ડ-ડબાનું ફાનસ ચલાયમાન થયું જોઈ પાગલ બની ગયો – એટલો બધો પાગલ બની ગયો કે કીકાને અને કીકાની બાને જીવતાં, વહાલસોયાં સ્વજનો લેખે વીસરી જઈ સામાનનાં નિષ્પ્રાણ પોટકાં સમજી લીધાં.

અરે રામ ! માણસ પોટકાને પણ કોઈક જાણીતા અથવા ભરોસાપાત્ર સથવારા જોગ જ રવાના કરે. એક વાર દેશમાં કાચી હાફૂસનો કરંડિયો મોકલવો હતો ત્યારે પોતાના એક સંબંધીની જોડે મોકલવાનોય વિશ્વાસ નહોતો કર્યો રામલાલે; કેમકે એ સંબંધી રસ્તામાંથી કચુંબર કરવાય એકાદ કાચી કેરી કાઢી લેશે, એવો એને અંદેશો થયેલો. તો પછી આજ આ પોતે શું કરી બેઠો ?

બીજો એક માણસ રામલાલને કાનમાં વાત કહી ગયો. વાત કહેતાં કહેતાં એ કહેનારની આંખો ચારેય બાજુ જોતી હતી: જાણે કે રખેને કોઈક આ સ્ટેશનની દીવાલોના અથવા લાદીના પથ્થરો ઊંચા કરીને છુરી હુલાવવા નીકળી પડવાનો હોય !

“શેઠ, એ ડબામાં તો અમદાવાદ શહેરના બદમાશોનો સરદાર અલારખો બેઠો’તો, ને બીજા આઠ-દસ એના ભંગેડીગંજેડી ગળાકાટુ સાથીઓ હતા. હું ત્યાં જ ઊભેલો હતો. ભેગી એક રાંડ હતી. તમામ મળીને રાંડની ઠઠ્ઠા કરતા’તા. એ રાંડને ધકાવી ધકાવી અલારખાને માથે નાખતા’તા. એ બધી ચેષ્ટાઓ મેં નજરોનજર ભાળી. ત્રીસ પાસીન્જરોનો ડબો છતાં એમાં દસ ઉપર અગિયારમું કોઈ પાસીન્જર નહોતું બેઠું. મોઢાં જોઈ જોઈને જ તમામ લોકો આગલા ડબાઓમાં જઈ ભરાયાં. શેઠ , તમે તમારાં બાલબચ્ચાંને વાઘવરુની વચ્ચે દેખી પેખીને ક્યાં ફેંક્યાં ?”

રામલાલ તો થીજી જ ગયો. પેલાએ ફરી એકવાર ચોમેર નજર ખેંચી ચહેરા આડે હાથનો પડદો કર્યો, ને કહેવાનું હતું તે પૂરું કર્યું: “શેઠ, આઠે-પંદરે દા’ડે અલારખીઓ આંહીંના ફેરા મારે છે. એના ફેરા શરૂ થયા પછી રેલગાડીના ડબાઓમાંથી પાંચ વાર તો ખૂનની લાશ હાથ આવી, ને શહેરમાં સાતેક લૂંટો થઈ. આ કાળાં કામ કરનાર કોણ છે તે તો સહુ કોઈ જાણે છે.

પોલીસ શું નથી જાણતી એમ તમે કહો છો ? હું કહું છું કે પોલીસ ચોક્કસ જાણે છે – પણ પોલીસને અલારખાએ ગળા લગી ધરવી નાખ્યા છે: હવે શું કહો છો, મારા સહેબ ! એ તો ‘કેના બાપની ગુજરાત’ જેવું છે ! સરકારના રાજમાં ‘ઢેઢ મારે ધક્કે: દેવ ગિયા ડુંગરે ને પીર ગિયા મક્કે’ વાળી વાત થઈ છે. વરણાવરણી ભ્રષ્ટ થઈ ગઈ: ગાંધીએ ભૂંડું કરી નાખ્યું. આમાં શું રાખ સવરાજ મળવાનું હતું ? સારા પ્રતાપ માનો અંગરેજી રાજના…”

આવું તો બહુ બહુ તત્ત્વદર્શન ઠાલવી દઈ પોતાના હ્રદયનો ઊભરો હળવો કરવાની એ આસામીને તલપાપડ હતી; પરંતુ જ્યારે એ આસામીએ જોયું કે રામલાલનું ધ્યાન જ બીજે કોઈ સ્થળે ગુમ થયું છે, ત્યારે પછી એ ત્યાંથી ખસ્યો; ખસીને દૂર જઈ એક બીજા માણસ સાથે કશીક વાત કરવા લાગ્યો. બેઉ વચ્ચે ઠઠ્ઠા ચાલતી હતી. બેઉ રામલાલની સામે હાથની એવી ચેષ્ટા કરતા હતા કે જે ચેષ્ટાનો, દૂરથી જોનારાંને ‘મીઠા વિનાનો લાગે છે’ એવો કંઈક અર્થ બેસે.

રામલાલને તાર-ઑફિસ પર જવું હતું. તાર-ઑફિસ પોતાની સામે જ હતી. આંધળોય વાંચી શકે એવા અક્ષરો ‘તાર-ઑફિસ’ વીજળીના તેજે સળગી રહ્યા હતા. છતાં, રામલાલ એટલો ગુમસાન હતો કે એણે બાજુએથી જતા માણસને પૂછવું પડ્યું.

તારનું ફારમ મેળવીને એ અંદર સંદેશો બેસારવા લાગ્યો. ગાડી અત્યારે ક્યાં હશે તેની પૂછપરછ કરી જોઈ. સંભવિત સ્ટેશનના માસ્તર પર તાર લખ્યો. ઓછામાં ઓછી શબ્દ-સંખ્યા બનાવી નવ આનામાં પતી જાય છે એવું જણાતાં પોતાની અક્કલમંદી પર આફરીન અનુભવ્યું. તાર બારી પર મૂકી બાંધો એક રૂપિયો સેરવ્યો.

“બીજા બે રૂપિયા,” તાર-માસ્તરે જરાક ડોકું ઊંચું કરી પાછું કંઈક લખતાં લખતાં ટૂંકી માગણી કરી.

“શાના ?” રામલાલ સહેજ તપ્યો: “અજાણ્યા જાણીને શું…”

“એક્સેસ ચાર્જ.” તાર-માસ્તરે જવાબ આપ્યો.

રામલાલને જાણે કોઈએ ગાઢી નિંદ્રામાંથી ઢંઢોળ્યો. ત્રણ રૂપિયા ? ત્રણ રૂપિયાની રકમ એણે ખાનગી તારમાં અવતાર ધરીને ખરચી નહોતી. ખરેખર શું ત્રણ રૂપિયા ખરચવા જેવું સંકટ ઊભું થયું છે ? શું મારી પત્ની પોતાની જાણે જ અક્કલ ચલાવી ડબો બદલી નહિ નાખે ? શું મારાં આટલાં વર્ષોના સહવાસ પછી પણ એનામાં અક્કલ નહિ વધી હોય… ? કોણ જાણે ! બૈરું છે: સ્ત્રીની બુદ્ધિ હંમેશા પાનીએ જ હોય છે; ભૂલ ખાઈ બેસશે…

પણ શું એ કંઈ વિપત્તિ પડતાં સાંકળ નહિ ખેંચી લ્યે ? એ બેઠી હશે ત્યાંથી સાંકળ તો નજીક જ હશે ને ? પણ સાંકળ ચાલુ હાલતમાં તો હશે ને ? અરે રામ ! આ ચોમાસામાં સાંકળ કદાચ જામ થઈ ગઈ હશે તો ? અમસ્થાય આ રેલ્વેવાળાઓ સંકટ-સાંકળને ક્યાં ચાલુ સ્થિતિમાં રાખે છે ?… પણ તો પછી શું એ ચીસ નહિ પાડી શકે ? શું કીકો ચીસ નહિ પાડે ? પેલા ડાકુ અલારખાનો પંજો એના મોંને દબાવી રાખશે તો ?…

આવી વિચાર-પરંપરા વહેતી થઈ હતી, તેમાં તાર-માસ્તરે પેલો રૂપિયો તથા તારનું પતાકડું બહાર હડસેલીને ભંગ પાડ્યો; વિશેષમાં ઉમેર્યું: “શેઠજી, વિચાર કરી સવારે જ આવજો – સોમવાર થઈ જશે !”

રામલાલને પોતાની જાત પ્રત્યે તે જ પળે ઊંડો તિરસ્કાર ઊપજ્યો. એની કલ્પનાએ સ્ત્રીને જંગલના અંધકારમાં, અસહાયતાની ચીસો પણ ન પાડી શકે તેવી સ્થિતિ વચ્ચે, ચૂંથાતી દીઠી. એનું નાનું બાળક તો જાણે ફફડીને ક્યારનું ફાટી પડ્યું હશે!

“ઓ મારા પ્રભુ! ચૌદ લોકના નાથ! ગરુડગામી!” એવી પ્રાર્થના એના નિશ્વાસમાંથી ઉચ્ચારણ પામી. એણે તારનું કાગળિયું પાછું બારીમાં સેરવી પાંચ રૂપિયાની નોટ નાખી.

“રિપ્લાય પ્રીપેઈડ?” તાર-માસ્તરે પોતાની પરિભાષામાં જ ટૂંકો પ્રશ્ન કર્યો. દરેક મનુષ્ય પોતાના ધંધાની ભાષાને જ પ્રથમ પદ આપે છે, ને સમજી લ્યે છે કે બીજાં સહુએ એની ભાષા શીખી લેવી જ રહી.

“હેં જી?…એં-ના-હા જી, હા જી, રિપ્લાય મંગાવી આપો.” રામલાલ માંડ માંડ બોલી શક્યો.

જાણે કે રામલાલના હ્રદયમાં એક ગળણી ગોઠવાયેલી હતી, એ ગળણી હતી વ્યવહારુ ડહાપણની. પોતાના હરેક વિચારને પોતે એ ગળણીએ ગાળ્યા પછી જ અમલમાં મૂકતો.

તાર-માસ્તરે આઠ આના પોતાના ગજવામાં સેરવીને થોડાક પૈસા પાછા ફેંક્યા. તે પછી ઘણી ઘણી વિધિક્રિયાઓ બાદ તાર જ્યારે યંત્ર પર ખટખટવા લાગ્યો ત્યારે રામલાલને હિંમત આવી. એ પ્રત્યેક ખખડાટમાંથી એની કલ્પનાના કાન પર પોલીસનાં કદમો સંભળાયાં, હાથકડીના ઝંકાર ગુંજ્યા, અલારખિયા બદમાશને કાંડે એ કડીને ભીડતી ચાવીના કિચુડાટ ઊઠ્યા.

જવાબનું પતાકડું કવરમાં બીડીને જ્યારે તારવાળાએ રામલાલને આપ્યું ત્યારે એને એક પળ કેવી શાતા વળી ગઈ! ફોડીને વાંચે ત્યાં આટલું જ લખેલું: ‘ગાડી પાંચ મિનિટ પહેલાં જ છૂટી ગઈ છે.’

વધુ પૈસા ખરચવાની હિંમત હારી જઈ રામલાલે ઈશ્વરનો જ આધાર લીધો. એ છેક પુરાતન યુગનો માણસ હોત તો કુલ દેવતાને કશીક માનતા માની લેત; ને છેક અર્વાચીન જમાનાનો હોત તો પૂરેપૂરો પુરુષાર્થ અજમાવત. પણ વચલી દશામાં લટકતો હોવાથી ઘેર પહોંચ્યો, ને પલંગમાં પડ્યો, ત્યારે એની ચોગમ ભયના આકારો ભમવા લાગ્યા.

નીંદ નહોતી, પણ મગજ થાકી લોથ થઈ ગયું હતું. જ્ઞાનતંતુઓ ઉગ્ર બન્યા હતા; ને ન સ્મૃતિ કે ન સ્વપ્ન પણ બન્નેની મિલાવટમાંથી નીપજેલ એક ભયકથાએ એને પસીને રેબઝેબ કર્યો હતો.

એને એવો ભાસ થયો કે પોતે જે માણસને, ‘મારાં બાલબચ્ચાંને સંભાળજો…’ એવું કહ્યું હતું તે માણસનો પોતાને અગાઉ એક વાર ક્યાંઈક ભેટો થયો હતો.

હા, હા, યાદ આવ્યું: રેલગાડીની જ એક મુસાફરીમાં. ઓચિંતાનો એક રાતે એ અમારા નાના ખાનામાં આવી ચડેલો. એનું મોં ભયાનક હતું, છતાં એણે મારી સામે હાથ જોડેલા કે, “ભાઈસાબ, થોડી વાર છિપાવા આપો, એકરાર કરું છું કે મારી પાસે અફીણના ચાર ગોટા છે ને મારી પાછળ પોલીસ છે.”

    આ કાલાવાલાના જવાબમાં પોતે કહ્યું હતું કે, “નહિ નહિ, બદમાશ! યહાં નહિ… નિકલ જાઓ યહાંસે.”

એ મારી પત્ની રુક્ષ્મિણી સામે ફરીને કરગર્યો હતો કે “તું મેરી અમ્મા! મુઝે છિપને દે.” પત્નીએ કહેલું કે “છોને બેઠો!” મેં પત્નીને ઝાડી નાખી ‘પોલીસ-પોલીસની બૂમ પાડેલી. પોલીસે આવીને પકડ્યો હતો. મને અદાલતમાં શાબાશી મળી હતી ને એ બદમાશને ત્રણ વર્ષની ટીપ મળી ત્યારે મારી સામે જોઈ એણે શપથ લીધા હતા કે “રામલાલ, છૂટ્યા પછી તને જોઈ લઈશ…”

એ જ એ માણસ: એણે મારી પત્નીને પૂછપરછ કરી વેર વાળ્યું – ખૂન પીધું – હાય! ઓય!… રામલાલ પોતાના ઓયકારાથી જ જાગી ઊઠ્યો.

પ્રભાત આખરે પડવાનું તો હતું જ તે પડ્યું. દસેક વાગ્યે રામલાલને પોતાના સાળાનો તાર મળ્યો કે બધાં ઘણાં જ સુખરૂપ પહોંચી ગયાં છે. ત્રીજે દિવસે પત્નીનો લાંબો કાગળ આવ્યો. રામલાલને અચંબો થયો. રુક્ષ્મિણીએ કોઈ વાર આટલી ઝડપે પહોંચવાનો કાગળ નહોતો લખ્યો.

આ કાગળ એક ઓછું ભણેલી, અણઘડ સ્ત્રીની ભાષામાં હતો. શરૂઆત ‘વહાલા’ અથવા ‘મારા વહાલા’ અથવા ‘મારા પ્રાણપ્રિય વહાલા સ્વામીનાથ’ જેવા કોઈ સંબોધન વડે ન થતાં સીધેસીધી વેપારી શૈલીએ, મુદ્દાની વાત વડે જ, થઈ હતી; એથી કરીને એ પત્ર એન્જિનથી શોભતી જૂની આગગાડીને બદલે વગર એન્જિનની વીજળીક ટ્રેઇન જેવો બાંડો ને બેડોળ લાગતો હતો. આ રહ્યો એ કાગળ – એમાં ફક્ત વિરામચિહ્નો અમારાં કરેલાં છે:

તમને તે કાંઈ વિચાર થયો? મેં કેટલું કહ્યું કે, મને, ભલા થઈને, પાણીનો એક કુંજો અપાવો – પિત્તળનો નહિ ને માટીનો અપાવો. પણ તમે તો એકના બે ન થયા; કહ્યું કે, ટેશને ટેશને પાણી મળે છે, તો લોટાથી કેમ ન ચાલે? ઠીક લ્યો: તમારો બોલ રિયો. રસ્તે પાણીની વપત પડી. છોકરાં નાનાં, રાડ્યો પાડે. ભેળા હતા તેમણે ખાવાનું ચોખામું હિન્દુનું અપાવ્યું. છોકરાં ‘પાણી’ ‘પાણી’ કરે, ને ટેશને ટેશને એ ભાઈ દોડી દોડી પાણી આણી આપે; મને તો કાંઈ પૂછે કરે નહિ, પણ જોડેનાને કયા કરે: “ઇસકા ધણીએ અમકું બોલ્યા, ઇસકું ધ્યાન રખજો!”

નૈ નૈ ને પચાસ વાર એણે આ-નું આ વચન ગોખ્યું હતું: “ઇસકા ધણીને અમકું કયા હે કે, ઇસકા ધ્યન રખજો!”

બોલતો જાય ને શું રાજી થાય!

હવે માંડીને વાત કરું છું: ગાડી ઉપડ્યા પછી તરત જ એણે પેલી બાઈને પોતાના – મૂવું શરમ આવે છે – ખોળામાંથી ઉતારી મૂકી કહ્યું કે, થોડી છેટી બેશ. ભેળા હતા તેમને તમામને કહ્યું કે “ખિલખિલ હસવું બંધ કરો, ને બીડીના ધુમાડા ઓ બાજુ મત કાઢો; કેમકે ઈસકા ધણી અમકું બોલ ગિયા કે, ઇસકું ધ્યાન રખજો.”

પછી બધા ધીરે ધીરે વાતો કરતા હતા. પછી તો ઘણાખરા ઊંઘી ગયા; પણ એ ભાઈ કે’ કે, “અમ નૈ ઊંઘું; ઇસકા ધની અમકુ કહે ગિયા કે…” વગેરે.

એ બેઠો જ રહ્યો. મને તો કાંઈ ફાળ ને ફડકો – કાંઈ ફાળ ને ફડકો! કોણ જાણે શા કારણે જાગતો હશે. મને કહે કે, અમ્મા, તમ સૂઈ જાવ. પણ હું શે સુખે સૂઉં? ખોટેખોટું સૂતી. બબલી રુવે… રુવે… બૌની બૌ રુવે. એ ભાઈ ઊઠ્યો; મને કહે કે, “અમા, કપડા દે.” મેં ધાર્યું કે, લૂંટવા આવ્યો છે. મેં હાથ જોડીને રોતે રોતે કહ્યું: “ભાઈ, વીરા, આ બધુંય લઈ જા: ફક્ત મારા શરીરને અડકીશ મા, ને મારાં ત્રણ છોકરાંને ઝાલીશ મા.” હું તો ઉતારવા માડી ડોકના દાગીના. એ તો ઊભો ઊભો દાંત કાઢે.

ઘોડિયાનું ખોયું પોટકીમાં ખોસેલું. તે એણે પોતાની જાણે જ ખેંચી લીધું. પોતાની કને દોરી હતી. ડબાનાં પાટિયાં જોડે ઘોડિયું બાંધ્યું. બબલીને અંદર સુવાડી. છેટે બેઠો બેઠો હીંચોળ્યા કરે, ને એની પઠાણી બોલીમાં કોણ જાણે શાંયે હાલાં ગાય! મને થયું કે, ‘જોતો ખરી, મોઈ! તાલ છે ને! એક તો હસવું, ને બીજી હાણ્ય. આ દાઢીમૂછોનો ધણી, સાત હાથનો ઊંચો ખવીસ, કોણ જાણે ક્યાંથી બાયડીના જેવો કંઠ કાઢી ગાય છે!’ ગાતો ગાતો એ તો મંડ્યો રોવા: આંસુડાં તો ચોધાર આલ્યાં જાય. ખૂબ રોઈને વચમાં વચમાં બોલતો જાય કે “બીબી! બચ્ચા કિધર! તું કિધર! હમ કિધર!”

બબલીયે રાંડ કેવી! હું રોજ મારી-પીટીને ઉંઘાડું ને આંઈ તો આને હીંચોળ્યે ઘોંટી ગઈ. અરેરે! તમે કોઈ દાડો મારી બબલીને હીંચોળી છે? કોઈ દાડો હાલાંનો એક રાગડોય કાઢ્યો છે! તમે તો જ્યારે હું વીનવું ત્યારે, બસ, એમ જ કહીને ઊભા રહો કે “એ મારું કામ નહિ: હું મરદ છું.” જોજો મરદ જોયા નહોય તો!

ઠીક, મૂકો એ વાત. એમ કરતાં તો રાતના ત્રણક વાગ્યા હશે. એક જંકશન આવ્યું. અમારા ડબાની સામોસામ બગલથેલીઓ ને બિસ્તરાનો એક ઢગલો લઈ વીસેક ખાખી દરેસવાળા આવી ઊભા. પ્રથમ તો એ ભાઈ બેઠા હતા તે ખાના પર ગયા… પણ જઈને પાછા તરત ફર્યા. મારા ખાના ઉપર આવીને કહે કે “બાઈ, આ ખાનું તમારે ખાલી કરવું પડશે.”

એ કહે: “ખબર નથી? લોકસેવકની સવારી જાય છે.”

હું સમજી ન શકી. મેં પૂછ્યું: “તમે સરકારવાળા છો?”

એ લોકો હસ્યા; કહે કે “હા હા, આજની નહિ પણ આવતીકાલની સરકારવાળા! ચાલો ઊતરો; તમને બાજુના ડબામાં બેસારી દઈએ.”

મેં દીન બનીને કહ્યું: “ભાઈ, મારાં નાનાં છોકરાં ઊંઘી ગયાં છે. મારી કને ઝાઝો સામાન છે.”

એ કહે: “શરમ છે, બાઈ! લોકસેવકને ચરણે જ્યારે બીજી સ્ત્રીઓ દરદાગીના ને હીરા-મોતીના હાર ઠલવે છે, ત્યારે તમે એક ખાનું ખાલી નથી કરી શકતાં? તમને એટલુંય નથી થતું કે લોકસેવકને ત્રીજા વર્ગના ડબામાં જ બેસવાનું વ્રત છે? અરેરે, તમને પેલી ‘શ્રેષ્ઠ ભિક્ષા’વાળી કથાય નથી યાદ?”

હું તો કશું સમજી નહિ. મારાથી બોલાય ગયું કે “મૂવા તમારા લોકસેવક! જીવ શીદ ખાવ છો?”

મારા મોંમાંથી કવેણ તો નીકળી ગયું; પણ સાંભળીને પેલા કહે કે, ક્યાં જઈશ! ટૂંકમાં, મારા માથે માછલાં ધોવા મંડ્યા, ને મારાં પોટલાં ઊંચકી બાજુમાં કાઢવા ઉપર ચડ્યા. હું “એ ભાઈશાબ…” એટલું કહું ત્યાં તો સામેના ખાનાંમાંથી પેલો ઊઠ્યો:

ઉપર ચડેલા પીળા દરેસવાળાની બોચી ઝાલી: ઝાલીને આંખો ફાડીને એટલું જ બોલ્યો કે, “ઇસ્કા ધનીએ અમકું કહ્યા હે કે, ઇસકા ધ્યાન રખના – માલૂમ ?”

પેલા બધાની તો આંખો જ ફાટી રહી; ને પેલો બોચીએથી ઝાલેલો તો વાદીના હાથમાં જેમ ચંદન ઘો ટટળે એમ ટટળી રિયો. પછી કોની મગદૂર કે મારા ખાનામાં ચડે! પેલો જે મને ઊતરવાનું કે’તો હતો, ને ‘લોકસેવક’ ‘લોકસેવક’ કરતો’તો તે જ તરત કહેવા મંડી પડ્યો કે, “ભાઈઓ, ચાલો બીજે ડબે. કોમી એકતાને તોડવી ન જોઈએ. આપણે ગમે ત્યાં સાંકડેમોકડે ભરાઈ જઈશું. પઠાણો તો આપણા સાચા ભાઈઓ છે.”

ને પછી કોઈકની જય બોલાવી, ‘અલા હું અકબર’ના અવાજ કર્યા ને રવાના થઈ ગયા.

એકલો પડીને ય પેલો તો જાણે કે પોતાના મનને કહેતો હતો કે “અમકું બોલા -ઇસકું ધ્યાન રખના! એં? અમકું બોલા? અમકું? શાબાશ! અમકું બોલા કે, ધ્યાન રખજો: શાબાશ!
એમ લવતો લવતો એ પોતાને જ હાથે પોતાની છાતી થાબડતો હતો; ઘડીક પોતાની છાતી થાબડે, ને ઘડીક પોતાની પીઠ થાબડે: ગાંડો જ થઈ ગયો હતો એ તો!

સવારે હું ઊતરી ત્યારે એણે બચલાને, જેન્તીડાને તેમ જ ટપુડાને ઝાલીને ઝાલીને બચીઓ ભરી: માથા પર હાથ મૂકી કહ્યું કે “સલામ માલેકુમ.”

મેં કહ્યું: “ભાઈ, તમે મારી બહુ પત રાખી. મુંબઈ આવો તો અમારે ઘેર આવજો. અમારું ઘર અમુક અમુક ગલીમાં છે, ને જેન્તીડાના બાપનું નામ ‘ર’ અક્ષર પર આવે છે. મારા ભાઈને મેં કહ્યું: “ભાઈ, આમને તમારા બનેવીનું પૂરું નામ તો આપો.” મારા ભાઈએ કહ્યું: “રામલાલ ચુનીલાલ મેશરી.” કહેતાં જ એના કાન ચમક્યા: ઘડીક તો એના ડોળા ફાટી રહ્યા. પછી એ હસી પડ્યો.

મારા ભાઈએ એને આપણું સરનામું લખીને ચબરખી આપવા માંડી. પણ એણે હસીને ના પાડી; આકાશ સામે આંગળી ચીંધાડી.

લખિતંગ રુખમણી.

પત્ર વાંચીને રામલાલે વળતી જ ટપાલે એક કાગળ લખી પત્નીને તેમ જ ભાઈને પૂછાવ્યું કે ‘પેલી મારા સરનામાની ચબરખી તમે એને આપી નથી એની તો ખાત્રી છે ને? જો એ ન આપી હોય તો એના ટુકડા કરી નાખજો; ને આપી હોય તો, ધર્મના સોગંદ દઉં છું, મને સત્ય જણાવશો – કે જેથી હું મારા ઘર ઉપર પોલીસનો બંદોબસ્ત કરાવું’.

જવાબમાં સાળાએ બનેવીને એ ચબરખી બીડી મોકલી. ભૂલભૂલમાં એ લખેલી ચબરખી સાળાની નોટ-બુકમાં જ રહી ગયેલી.

આમ છતાં, રામલાલ ભોળવાઈ ગાફલ બની જાય તેવો આદમી નહોતો; એણે પોલીસને આ બધી વાતની બાતમી આપી દીધી.

પોલીસના અધિકારીઓએ પણ, ‘આ મામલો ગંભીર છે’ એવી ચેતવણી આપી, રામલાલના મકાન ઉપર રામલાલને ખરચે રાતનો ખાસ ચોકીદાર ગોઠવી દીધો.

રુક્ષ્મિણી પિયરથી પાછી આવી ત્યારે રામલાલે એને ઠપકો આપ્યો: “તને કોણે ડાહી કરી હતી કે એ બદમાશને આપણા ઘરનું સરનામું આપજે…”

રુક્ષ્મિણીની આંસુભરી કીકીઓ અલારખાભાઈની કલ્પિત આકૃતિને જાણે આંસુમાં નવરાવી રહી હતી.

Related

Tags: gujaratistoryZaverchand Meghaniઝવેરચંદ મેઘાણી
SendShare54Tweet34Scan
ADVERTISEMENT
Previous Post

દલો તરવાડી ~ વાર્તા

Next Post

મારી દીકરી ક્યાં?

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
મારી દીકરી ક્યાં?

મારી દીકરી ક્યાં?

છોગાળા હવે તો છોડો

છોગાળા હવે તો છોડો

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

મહામાયા શ્રી મેલડી માતાજી

મહામાયા શ્રી મેલડી માતાજી

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT


We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.