- આ જગત માં એવા પણ મિત્રો આવી જાય છે, જે વચન આપતા નથી પણ નિભાવી જાય છે….
- ગુસ્સે થયા જો લોકો તો પત્થર સુધી ગયા, પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા,
દોસ્ત અમારે તો નિભાવવી હતી દોસ્તી, ને એટલે તો દુશ્મનો ના ઘર સુધી ગયા….. - જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે.
- ફૂલ પણ ખીલી ઉઠે છે જોઇને તારી મિત્રતા, જીંદગી જીવવા માટે ઓછી લાગે છે જોઇને તારી મિત્રતા….
- તારી મૈત્રી માં કઈ સર લાગે છે, કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જીંદગી ની કડવાશ માં થઇ એક મિત્રતા મધુર, બાકી તો આવી મિત્રતા થવામાં પણ વાર લાગે છે…. - આ દુનિયા માં બધું જ મળે છે, પણ મળતી નથી દોસ્તી,
દોસ્તી નું નામ જીંદગી, અને જીંદગી નું નામ દોસ્તી….. - જે માણસ એક સાચો મિત્ર નથી બની સકતો , એ ભલે સફળ હોય પણ એનું જીવન નિષ્ફળ જ છે….
- એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે, દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે હું ઉંગ માં પણ તારી સાથે વાત કરું છુ… - દુનિયામાં કોઈ પણ વ્યક્તિ અજનબી નથી, અને જો છે તો એ માત્ર મિત્રો,
જેને તમે હજુ સુધી મળ્યા નથી.. - મિત્રતા ગુંદરપટ્ટી જેવી છે, એક વાર થુંક લગાડીને ચોટાડી નાખો,
પછી કાગળ ફાટી જશે પણ ગુંદરપટ્ટી નહિ ઉખડે…..
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...


















































