મઘમઘતી આ જિંદગીમાં ફરિયાદ શી ??
સવાર , બપોર, અને સંધ્યા ટહુકે તો ફરિયાદ શી ??
શબ્દોની અવળચંડાઇ ના ખેલ અહીં
પણ,શબ્દો સાથે પ્રેમ થઈ જાય તો ફરિયાદ શી ??
વિષ , ઈર્ષા ના શબ્દો નો આકરો તાપ લાગતો અહીં,
પણ ખેરાતમાં અમી આપીએ તો ફરિયાદ શી??
ખેલ ખેલાતા અનેકો જિંદગીના રંગમંચ પર અહીં
પણ વેળાસર ન્યાય મળે તો ફરિયાદ શી ??,
ચંચળ મને નાચતી આ જિંદગી તો ફરિયાદ શાની ??
પ્રશંસાની કુખે જન્મતું સુખ તો નિંદાથી નિષ્પન્ન અસુખની ફરિયાદ શી ??
અનીતિ થી લગાવ ભારે, તો નીતિ સામે ફરિયાદ શાને??
ભયના ફફડાટમાં જીવાતી જીંદગી ,તો નિર્ભયતાની ઈચ્છા સામે ફરિયાદ શી??
બહુ ભણાવ્યા વિધાર્થીઓને, વિધાર્થી ભણાવી જાય તો ફરિયાદ શાની??
નીજ દુઃખના રોદણાં રોયા બહુ, કોઈ રોદણાં સંભળાવી જાય તો ફરિયાદ શી??
~ જયશ્રી શિયાલવાલા


















































