ફાધર્સ ડે નો પ્રતિભાવ
પ્રિય સંતાનો ,
આજના દિવસે અભિવ્યક્ત તમારો પ્રેમ, સદભાવ, શુભેચ્છાઓ અમને ભીંજવે છે.
અમે ઇચ્છીએ કે તમારા ઉછેર દરમિયાન, તમે અનુભવેલી અગવડતા ,સંકડાશ અને અભાવો તમારા સંતાનોને ન અનુભવવા પડે .
અમારા ઉછેરની ત્રૃટિઓ તમારા સંતાનો ના ઉછેરમાં ન રહેવા દેશો .
અમારા સંસ્કાર અને પરંપરામાં તમને લાભદાયી, સુખદાયી જણાય તેવા ફેરફાર કરતા રહેજો .
અમે આ બાબતમાં થોડા નબળા હતા …
આપણા શાસ્ત્ર અનુસાર 16 વર્ષે પુત્ર મિત્ર બની જાય છે ..
આપણે હવે ફાધર્સ ડે ના બદલે ફ્રેન્ડશીપ ડે ઉજવવાનું રાખીએ તો કેવું ???
મિત્રતામાં આપણને વધુ છૂટછાટો(સ્પેસ) મળશે.
તમારા સંતાનોને શ્રેષ્ઠ પિતૃત્વ પ્રદાન કરો તેવી શુભેચ્છા.
આપનો હું
બાપુ …ડેડ …બડી… કે જે ગમે તે..
~ Rajnikant Raval


















































