ઝેલી લેશે તેઓ પ્રત્યેક તે ઘા “પિતા👨👨👦” ને,
‘પાગલે’ પરિવાર ની ઢાલ બનતાં જોયાં છે.
થાક હતો એમનાં ચહેરા પર તોય,
અમ ખુશી માટે અનહદ પરિશ્રમ કરતાં જોયાં છે.
આંખે ઉંઘ હતી એમને તોય,
અમ માટે ચિંતામાં જાગતાં જોયાં છે.
હતી તકલીફો ચૌતરફી તોય,
કોઈ સૈનિક ની જેમ એકલે હાથે લઙતાં જોયાં છે.
કોઈ ને સ્વયં ની તકલીફો નાં તે વર્ણવતાં,
ખુલી આંખે ભવિષ્યનાં સ્વપ્નો સજાવતાં જોયાં છે.
સંતાન ની ખુશી સમક્ષ સ્વયં નાં શમણાં રોળતાં જોયાં છે,
પાઈ પાઈ તે ભેગી કરી અમારીં ખુશી ખરીદતાં જોયાં છે.
સ્વયં ની પસંદ ને તે નાપસંદ કરી,
અમારીં પસંદગી અપનાવતાં જોયાં છે.
વ્યક્તિ એક તેઓ ની વિશેષતા અનેક,
પિતા રૂપે ‘ પાગલે ‘ “સર્જનહાર” જોયાં છે.
– પાગલ –
કેદારિયા અવિનાશ પી


















































