પુરુષ અને સ્ત્રી,સૃષ્ટિનુ સમાન સર્જન.જ્યારે સ્ત્રી વિશે વાંચુ ત્યારે ગર્વ થાય.સ્ત્રીત્વની સાર્થકતા લાગે,પણ ક્યારેક વિચાર આવે કે સ્ત્રી વિશે જેટલું લખાયું છે એટલું સારું પુરુષ વિશે થોડું ઑછુ લખાયુ છે.સ્ત્રીશક્તિ, સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ સારી વાત છે,કરવી જ જોઈએ.પણ એમા પુરુષના આત્મ સન્માનને પણ સાચવવું જરુરી છે.સ્ત્રી ત્યાગ,કરુણા,પ્રેમ,ક્ષમા,ધૈર્યની મૂર્તિ છે એ સાવ સાચુ.વાત્સલ્યની પરિભાષા છે એ પણ સાચું.પણ કોઈ દિવસ પુરુષોના ગુણ ધ્યાનમા લીધા છે?ઘર,પરિવાર,કુટુંબ માટે કેટકેટલી મહેનત અને મથામણ કરતો રહ્યો છે પુરુષ.એણે સસ્નેહ કુટુંબની જીવાદોરીની જવાબદારી ઉપાડી છે.સવારની ચાની મિઠાશ સાથે શરુ થતો એનો દિવસ ઘરની બહાર ગયા પછી આસાન નથી હોતો.
ઓફિસ ગયેલા પુરુષ્ને લીલાલહેર નથી હોતી.ઓફિસના કામનો તણાવ,બોસની વધુ પડતી અપેક્ષા,ખિસ્સામા પડેલું લાઈટબિલ,ચાર દિવસ પછી ભરવાનું ટેલીફોન બિલ,બાળકોએ આપેલું પુસ્તકોનુ લિસ્ટ,પત્નિએ પકડવેલુ શાકભાજીનું લિસ્ટ અને સાથે વળી લટકાનું ,’તમારાથી તો શેક્યો પાપડ પણ ભંગાતો નથી ‘નું મહેણું.આ બધાનું ભારણ ખિસ્સામા લઈને નીકળેલો પુરુષ પોતાન મનની ગડમથલ કોઈને કહી શકતો નથી.ઇન્સ્યોરન્સના પ્રિમિયમ,ઈન્કમટેક્ષનો વહિવટ,નોકરિયાત હોય તો આગોતરી ગણતરી મનમા સતત ચાલતી હોય કે ક્યારથી કેટલો ટેક્સ કપાવુ તો માર્ચ મહિનો ઘરમા તકલીફ વગર જાય.ધંધાદરી હોય તો ખર્ચાના પ્લાનિંગ હોય અને આ બધા વચે પાછું ‘તમને તો ક્યાં કાઈ સમજ જ પડે છે,આ તો તમારા ભાગ્ય કે તમને મારા જેવી મળી છે,બાકી રખ્ડી પડત’તો ખરું જ.
લાંબા સમયથી પત્નિને એકપણ દાગિનો નથી ઘડાવી આપ્યોએની એને મનોમન ખબર હોય છે.મા પાસે હવે સારી સાડી નથી રહી એ પણ એના ધ્યાનમા હોય છે.પિતાને રેગ્યુલર મેડીકલ ચેક અપ નો સમય થઈ ગયો છે એ પણ એને યાદ હોય જ છે.આ વેકેસનમા બહેન આવે તો એને શુ લઈ આપવું એનો વેત એ આખુ વરસ કરતો રહે છે.અને એ પહેલા પત્નિ માટે તો લેવુ જ પડશે એનાથી પણ એ પરિચીત છે.દિકરી ભલે માગતી નથી પણ એને વાહનની જરુર છે.ી બસમા ક્યાય જાય એ બાપના હ્રદયથી સહન નથી જ થતું.તો દિકરાને પણ એની પસંદગીનુ બાઈક લઈ આપવુ છે એને.બસ,એની આજુબાજુના વર્તુળમા ક્યાય એ હોતો જ નથી અને તો પણ સતત એ સાંભળતો હોય છે કે તમને અમારા માટે સમય હોતો નથી.
જુવાન દિકરો રાતે મોડો ઘેર આવેેની ચિંતા એને પણ હોય છે.આખા દિવસની થાકેલી પત્નિની ઉંઘમા ખલેલ ન પડે એ રીતે એ જાગતો સુતો રહે છે.અવાજ ન આવે એમ એ દરવાજો ખોલવા ઉઠે છે.દિકરી જન્મે એ દિવસથી એના કરિયાવર માટે એનું ચોક્કસ ગણિત હોય જ છે.દિકરીને પારકે ઘેર મોકલવાના વિચારથી જેટલુ એનુ કાળજુ કપાતુ હશે એટલુ કોઈનુ નહી કપાતુ હોય !
પોતાના પરિવારમા સાથે માતા પિતા પણ છે ,અને પત્નિને દુખ ન થાય એ રીતે એમને પન સાચવવાના છે એ એને સારી રીતે ખબર હોય છે.અને તો પણ બિચારો “વહુઘેલો”અને “માવડીયો”ના ખિતાબો પન હસતા મોઢે સ્વીકારી લેતો હોય છે.ઘર પરિવાર કંકાસથી બચેલો રહે એટલે પુરુષ મા અને પત્નિ વચ્ચેના ત્રાજવા સમતલ રાખવાની સતત કોશિશમા રહે છે.સ્ત્રી જ્યારે સ્પેસ આપો એમ કહેતિ હોય છે ત્યારે વિચારવુ પડે કે આર્થિક જવાબદારી અને સંકડામણો વેંઢારતો પુરુષ સ્પેસ માગશે તો ?
એને બદલે એ સતત પોતાની જવાબદારી વધારતો રહે છે.મારી એક લોન પુરી થઈ તો હવે બીજી મળશે તો એક નવો ફ્લેટ ખરીદુ,થોડો મોટો હશે તો થોડી શાંતિ મળશે એમ વિચારીને આંધળુકીયા કરતા પુરુષને શાંતિ મળે છે ખરી ?અથવા તો એક પ્રોપર્ટી હશે તો દિકરાને ભવિષ્યમા કામ લાગશે ,અથવા દિકરીને નામે કઈક વ્યવસ્થા કરુ તો એને કોઈ તકલીફ નહી,એમ વિચારી ઘાણીના બળદની જેમ સતત જોતરાતો રહેતો પુરુષ અંતે શું પામે છે ?મનમા ધુંધવાતો રહેતો પુરુષ કદી એની તકલીફોને પરિવાર પર હાવી નથી થવા દેતો.એ બધુ એકલો જ સહે છે .એ જ કારn છે કે જેને આપણે ‘હાર્ટલેસ’ કહીએ છે,એવા પુરુષોમા ‘ heartએટેક’નો રેશિયો વધુ છે.
ક્યારેય વિચાર્યું છે કે જેને આપણે મેલ ઇગો (Male Ego) કહી ઊડાડી માર્યે છે,ઍ મેલઈગો આપણી ખુશી માટે કેટકેટલાં સમાધાન કરતો હોય છે ?એ પુરુષની છત્રછાંયાંમા ઘર પરિવાર હેતના હિલોળા
લેતા હોય છે.એ પુરુષના ખભે માથું મુકી (લગ્નની શરુઆતના વર્ષો હો ,પછી તો…જાવા દ્યો એ વાત )સુતા હોઈએ ત્યારે આપણી નિંદરમા ખલેલ ના પહોંચે એટલે એ કેટલું જાગે છે
જાણ છે આપણને ?સાથે ચાલતી વખતે નાના બાળકોને તેડ્યાં એણે જ હશે,ત્યારે એણે ખભો દુખવાની ફરિયાદ નહી કરી હોય.
આખા દિવસનો થાકેલો પુરુષ ઘેર આવે ત્યારે બાળકો કે પત્નિની પ્રેમભરી આંખોની અપેક્ષા હસતે મોઢે સંતોષતો પુરુષ પણ સ્ત્રીના કોઈ ગુણોથી જરા પણ ઉતરતો નથી જ નથી એટલી
સમજણ સાથે…….
આજે Father’s day નિમિત્તે આપ સૌને પિતૃદેવો ભવ !!!
ગોપાલી બુચ


















































