“પ્યારને પહોંચે ન કોઈ આ જગતનો મહારથી ,સમર્થને પણ સારથી બનવું પડ્યું હતું પ્યારથી”.
આ પ્રેમ પ્યાર લવ ની વ્યાખ્યા મારે ફિલ્મ આધારિત નથી કરવી. પહેલી નજરનો પ્રેમ ટીનેજર પ્રેમ કે પછી બસ બે પાત્રો ના શારીરિક સંબંધોની આસપાસ ઘુમતી સ્ટોરી. ના, અહીં આપણે સાહિત્યના સંદર્ભમાં પ્રેમની વ્યાખ્યા સમજવાની છે.
એસ ડોનાલ્ડ કહે છે-કે” love is injustice, justice lovelace”.
આગમાં હાથ નાખીએ તો દાઝવું જ પડે .સમુદ્રના ઉછળતા પાણીમાં પડી એ તો ડૂબકી મારતી વખતે ખારું પાણી પીવું જ પડે .તેવી જ રીતે જ્યારે પ્રેમ કરો ત્યારે સામેના પાત્ર તરફથી થી અન્યાય થાય છે. જો અન્યાય સહન કરવાની તાકાત ન હોય તો પ્રેમ કરવો નહીં. જ્યાં ન્યાયની વાત થાય છે ત્યાં પ્રેમ હોતો નથી . હ્રદયહોતું નથી. અદાલતમાં ન્યાય થાય છે, પરંતુ ત્યાં પ્રેમ હોતો નથી. સાચો પ્રેમ હસતા મોઢે અન્યાય સહન કરી લે છે.
શાંડિલ્ય એ પ્રેમના ચાર સોપાન બતાવ્યા છે. ૧) સ્નેહ ૨)પ્રેમ ૩)શ્રદ્ધા૪)ભક્તિ હવે આપણે તેને વિગતવાર ચર્ચા કરીશું.
૧) સ્નેહ- પોતાનાથી નાના પ્રત્યે એટલે કે નાના ભાઈ બહેન તથા પોતાના સંતાનો પ્રત્યે. આજથી થોડા વર્ષો પહેલા સંયુક્ત કુટુંબો અસ્તિત્વમાં હતા .આવા કુટુંબમાં ઉછરેલા સંતાનોને માતા-પિતા ઉપરાંત વડીલોને પ્રાપ્ત થતો હતો .અને આવા સંતાનો જ્યારે મોટા થતા ત્યારે તેમના વડીલો પણ સચવાઈ જતા.
હવે યુગ બદલાયો .સંયુક્ત કુટુંબો વિભક્ત કુટુંબો માં પરિવર્તિત થવા લાગ્યા. બાળકો ઘોડિયાઘર કે આયા બહેનો પાસે મોટા થવા લાગ્યા. આધુનિકા ઓ પોતાના હેલ્થ ,બોડી ,ફિગર પ્રત્યે વધુ સભાન બની. કુદરતી પ્રસુતિના બદલે સિઝેરિયન નું પ્રમાણ વધ્યું. સ્તનપાન ની જગ્યાએ bottle feed નું પ્રમાણ વધ્યું. અને પરિણામ સ્વરૂપ બાળકો સ્નેહ થી વંચિત રહી ગયા અને આ સાથે વૃદ્ધાશ્રમો અને ઘરડા ઘરમાં પણ વૃદ્ધિ થઈ .હા અહીં એવી સ્ત્રીઓ ની વાત નથી કે જેઓને સંજોગોવશાત આ માર્ગ અપનાવવો પડયો હોય. જેમણે પોતાના સ્વાર્થ ખાતર આ રસ્તો પસંદ કર્યો છે તેમની જ વાત છે.
૨) પ્રેમ -પોતાનાથી સમાન પ્રત્યે પતિ , પત્ની પ્રત્યે કે મિત્ર પ્રત્યે.
સામાજિક જીવનનો આધારસ્તંભ એટલેદામ્પત્ય જીવન .છે વ્યક્તિનું વૈવાહિક જીવન શરૂ થાય ,સંતાનો થાય, સંતાનોની પ્રગતિ થાય, સામાજિક રીત-રિવાજો નું વહન થાય .આમ સંસાર ચાલ્યા કરે. પરંતુ આ બધામાં જરૂરી છે પ્રેમ .પતિ-પત્નીનો પરસ્પર પ્રેમ અને સન્માન દાંપત્ય જીવનને મધુર બનાવે છે.
મિત્ર પ્રેમ -સખા પ્રેમ નું સૌથી ઉત્કૃષ્ટ ઉદાહરણ શ્રીકૃષ્ણ છે. અર્જુનના સખા પ્રેમથી તેના સારથિ અને માર્ગદર્શક બન્યા. દ્રૌપદીના સખા પ્રેમથી ભરી સભામાં તેમના ચીર પૂરીને, ત્યારબાદ વનમાં અને અજ્ઞાત વાસમાં તમામ મુશ્કેલીઓ માં માર્ગદર્શન કરીને અંતે દુષ્ટ કૌરવોને હણવામા તેમની સહાયતા કરી .સુદામાજી ને અખૂટ વૈભવનો આપ્યો .આ સર્વે સખા પ્રેમના મિત્ર પ્રેમના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. શ્રદ્ધા અને ભક્તિ વિશે આપણે પછીના અંકમાં ચર્ચા કરીશું. –
-અસ્તુ
હર્ષા ઠક્કર.


















































