એક વ્યક્તિ કોઈ પેઢી(company)માં વિતરણ (marketing) નું કામ સંભાળતો એનું કાર્ય સંપૂર્ણ સચોટ અને પેઢીના અન્ય કર્મચારીઓ ની સરખામણીમાં શ્રેષ્ઠ પરિણામ હોય. એમની કામગીરી નિહાળી થોડા સમય પછી તેને બીજી કોઈ પેઢી તરફ થી વધારે પગાર અને અન્ય લાભો તથા ઉચ્ચ પદવી સાથેનો આવકાર પત્ર (offer letter)આપ્યો અને એ કર્મચારી એ સહર્ષ સ્વીકારી બીજી પેઢીમાં જોડાઈ ગયો. પરંતુ આ પેઢી માં તેને વિતરણ ની જગ્યાએ વ્યસ્થાપન(management)ની કામગીરી સોંપવામાં આવી.પરંતુ થોડા જ સમય માં તેની કર્યા ક્ષમતાથી વિપરીત આ નવી પેઢી નું પરિણામ નબળું આવતા તેને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો.
આ દરમિયાન તેની પાસે કોઈ કામ ન રહયું. હવે શું થશે એ વિચારે તેને કંપારી છૂટી ગઈ. ઘરની જવાબદારી,ખર્ચા,મકાન ભાડા વગેરેની વ્યવસ્થા કેમ કરવી?, તેના મગજ માં એક વિચાર ઉદ્ભવયો કે જે પેઢી મારી આટલી કદર કરી ને અચાનક એવું શું થયું કે મને જાકારો આપી દીધો ? આ વિચારવા માટે તેની પાસે હવે સમય જ સમય હતો.
હવે તેને પોતાનું ભૂતકાળ ના અનુભવો નું મંથન શરૂ કર્યું જ્યારે તે બજારમાં જાય ત્યારે એ પોતાના ગ્રાહક ને રૂબરૂ મળતો રૂબરૂ પ્રશ્નો નું નિરાકરણ લાવતો રૂબરૂ દરેક યોજના સમજાવતો અને કયા ગ્રાહક ને કેટલો માલ આપવો અને કેટલા ટકા વળતર કાપી આપવું તે બધું પોતેજ નક્કી કરતો મતલબ એના પર કોઈ નું નિયંત્રણ ના હતુ એ જાતેજ બધા નિર્ણયો લેતો હતો.
બસ,હવે શુ જોઈએ એને ચમકારો થયો અને રસ્તો જડી ગયો.એ પોતેજ પોતાનો વ્યવસાય શરૂ કરે તો ?બજાર માંથી માલ ખરીદે ને પોતેજ એ માલ બજાર માં થોડા નફા સાથે વેંચે તો ?ગ્રાહક તો એના પાસે તૈયાર જ હતા.પણ હવે નવો પ્રશ્ન વ્યવસાય કરવા માટે મુડી તો જોઈએને? એ મૂડી ની વ્યવસ્થા કરવી કાઈ સહેલી તો નોજ હોય પણ જો તમારા માં સાહસ અને આવડત હોય અને કામ કરવાની ધગશ હોય સાહસ સાથે અદમ્ય ઈચ્છાશક્તિ હોય તો બધાજ રસ્તા ખુલી જાય છે માત્ર તમારે કામ કરવાની તત્પરતા હોવી જોઈએ. એ વ્યક્તિ પોતાની જ આવડત અને સાહસ અદમ્ય ઈચ્છા શક્તિ થી થાક્યા વગર અવિરત કામ કરે છે.પોતાનો સંપૂર્ણ સમય કામનેજ ફાળવે છે.
થોડા સમય એને જુની પેઢી માં મળતા પગાર કરતા પણ ઓછું વળતર મળતું.વળી એને ઘરના ખર્ચના વિચાર આવતા નિરાશ થતો એમનેમ સમય વિતતો ગયો ઘણી મુશ્કેલીઓ પડી ઉછીના પણ લીધા છતાં એ હિંમત હાર્યા વગર એજ કામ ચીવટ પૂર્વક અને ખંત થી કરે રાખ્યું.અને એક સમય આખરે એવો આવ્યો કે એના ઉચ્ચ પદવી ના પગાર કરતા વધારે નફો રળવા લાગ્યો.બધાની ઉધારી ચુકતે કરી ને ભાડાનું ઘર છોડી પોતાનું ઘર વસાવ્યું.
તો ફંડા એ છે કે તમે કોઈ કાર્ય ને સતત ખંતથી ઈચ્છાશકતી થી ઉત્સાહથી નિઃસંકોચ પણે કરશો તો ચોક્કસ સફળ થશો.દરેક મનુષ્ય માં અદમ્ય ક્ષમતાઓ પડેલી છે બસ જરૂર છે એને મંથન ની અને સાચા સમયે અમલ ની તમને કોઈ આગળ વધતા નહીં રોકી શકે.
જેમ હૃદય અને મગજ એક સાથે વગર કામ કરે છે.મગજ અટકી જશે તો પણ હૃદય કયારેય નથી અટકતું પરંતુ હૃદય અટકી જાય તો મગજ ચોક્કસ થઈ અટકી જાય છે એટલે આપડે હૃદય ની માફક અવિરત પરિણામ ની ફિકર કર્યા વગર કામ કરવાનું છે.
અને અંગેજી માં એક સૂત્ર મેં વાંચ્યું તું.”no one can stop me i born with wing’s:
– કમલ ખત્રી, ભાવનગર.
Related