પ્રેમના પાળીયેથી લાગણીના જામ પીવાય!
જો હોય સંબંધો ગાઢ તો સાથના જામ પીવાય!
હવે સંઘર્ષ એ વાતનો કે એમાં સ્પર્શ કેમ?
સ્પર્શ જો થાય એક બીજામાં પરોવવાની યાત્રા શરુ થાય!
પ્રેમ, આ શબ્દ આજકાલ ઘણો ચલણમાં છે.વગર અર્થ સમજે તે ઉચ્ચારવામાં આવે છે.સામાન્ય અર્થમાં જયારે એક લિંગ ને બીજા લિંગ પ્રત્યે આકર્ષણ કે લાગણી બંધાઈ છે તેને પ્રેમ કહી દેવામાં આવે છે.જયારે પ્રેમ શબ્દ એ ગણો વ્યાપક છે.માણસ જાત ઘણી સ્વાર્થી અને ગ્રહણ કરવામાં માનનારી હોય છે.જયારે બાળક જન્મ લે છે, ત્યારે તેને સલામતી, ખોરાક, હૂંફની દરકાર હોય છે, જે એની માં એને પુરા પડે છે જેને પ્રેમ કહેવાય છે.થયું શું કે માત્ર જરૂરતો સંતોષાની! આમ જેમ જેમ માણસ મોટો થાય છે એમ એમ એની જરૂરતો બદલાય છે! જે એની જરૂરતો સંતોષે
તે એના સાથે પ્રેમ હોવાનો દાવો કરે છે!
હવે આવે છે યુવાની! શરીર અને મનમાં ફેરફાર થવા લાગે છે! સેક્સ નામનો નવો રોમાંચ એના જીવનમાં પ્રવેશે છે! તે એને સંતોષવા માંગે છે, જેમાં કંઈ ખોટું નથી.પરંતુ આપણે જે સમાજમાં રહીએ છે એ તદ્દન સેક્સ વિરોધી, લાગણી વિરોધી છે.જેમ ખોરાક, પાણી એ શરીરની જરૂરત છે એજ રીતે સેક્સ, સ્પર્શ એ માણસની જરૂરત છે, એક સામાન્ય જરૂરત જેમાં કંઈ ખોટું નથી! તકલીફ એ છે કે આ વસ્તુને ખૂબજ હલકી નજરે જોવામાં આવે છે, જયારે કોઈ છોકરા છોકરી સાથે પકડાઈ તો શું ને શું નામે તેમને બોલાવે છે.તેમને ઘરમાં પૂરી દેવામાં આવે છે.જે સામાન્ય બાબત છે એને ગિલ્ટ માં ફેરવી નાખવામાં આવી છે. જે વાત ખુલ્લી રીતે દીકરા દીકરીને સમજાવી જોઈએ, તેમને સેક્સ શું છે, સાથ શું છે એ સમજવાની જગ્યા એમણે બળ પૂર્વક ડાબી દેવામાં આવે છે.
આપણે જે સમાજ માં રહીએ છે તેમાં પેહલા ધર્મ, પછી જાતિ, પછી સુવિધા, સમૃદ્ધિ અને પછી જગ્યા વધે તો લાગણી ને જગ્યા આપવામાં આવે છે.એવો હાવ કરી નાખ્યો છે કે જે સેક્સ લગ્ન પછી થાય એજ સ્વીકાર્ય, પવિત્ર જે પાયા વિહોણી વાત છે.આપણે ત્યાં આપણી મરજી વગર લગ્ન અને સેક્સની અનુમતિ નથી, જેનું પરિણામ થાય છે છુપી ને મળવું, ડરી ડરી ને જીવવું, મોઢા ઉપર નકાબ બાંધીને ફરવું.પ્રેમનો મતલબ જાણવા હજી આ સમાજ પરિપક્વ જ નથી. બસ એમ સાંભળવામાં આવે કે સાચો પ્રેમ હોય ત્યાં સ્પર્શને જગ્યા નથી, એમાં સ્પર્શ ગૌણ હોય, પરંતુ એમાં સ્પર્શને ખોટી રીતે જોડવામાં આવ્યું છે, સ્પર્શને, સેક્સને એક બુરાઈ તરીકે ચીતરવામાં આવ્યું છે.
જે દીકરા દીકરી એક બીજાને પસંદ કરતા હોય એના મગજમાં એક બીજા પ્રત્યે ખોટી વાતો નાખવામાં આવે, એમણે માત્ર શરીરની લાલસા છે એ કહી તેમનો ઉપહાસ કરવામાં આવે.આજ ના સમયમાં આજ કારણે પ્રેમ એ સમૃદ્ધિની જગ્યા એ બરબાદીનું કારણ બની ગયું છે.જે એક સામાન્ય બાબત છે એ ધર્મના ચરખામાં પીસાય ગયી છે.
છેલ્લે માત્ર આટલું કહીશ કે
સ્પર્શમાં કંઈ ખોટું નથી,
લાગણીથી કોઈ મોટુ નથી!
પાપ અને પુણ્યના થાતાં હશે હિસાબ!
એકલતાની પીડાથી કોઈ દુઃખ મોટુ નથી!
~ બુરહાન


















































