“I would love to be a part of it. I’m really looking forward to it. Thank you so much.”
ફૉન મૂક્વા ની સાથે નિશા નાચવા મંડી. આ એક ગૌરવની વાત હતી, કે એને online story bankમાં પોતાની કથા રજુ કરવાનો એટલો સોનેરી અવસર મળી રહ્યો હતો. હમણાં તો એ ઘરમાં એકલી હતી. પણ એટલા સારા સમાચાર બધાને આપવા માટે ઘણી ઉત્સુકતાની સાથે રાહ જોઈ રહી હતી.
નિશા એક કંપનીમાં સલાહકાર હતી અને એના પતિ રાજેશને પોતાનો business હતું. એમના બે પુત્ર હતા. મોટો દીકરો રાજ અને નાનો દીકરો રાકેશ, બન્ને સર્વિસ કરતા હતા. એક નાનો અને સુખી પરિવાર હતો.
રાતે જ્યારે બધા જમવા બેઠા, ત્યારે નિશા એ online story bankની વાત કરી. પોતાની ઉત્સુકતામાં મગન, નિશા બોલી,
“I just can’t wait for Saturday to come. I’m so excited!”
રાજેશ એ નિશાની પીઠ થપથપાવી અને કહ્યું,
“હું તારા માટે ખૂબ જ ખુશ છું નિશા. I’m proud of you.”
મોટા દીકરા રાજએ ધીમેથી પૂછ્યું,
“મમ્મી, તમે કોને પૂછીને હાં પાડી?”
નિશા એકદમથી ચોંકી ગઈ. રાજએ શા માટે એવું પૂછ્યું?
બધા ચૂપ થઈ ગયા. જ્યારે નિશાએ રાજેશ સામે જોયું તો એ પણ વિચારમાં હતો. નિશાએ ધીમેંથી રાજેશના ખભા પર હાથ મુક્તા પૂછ્યું,
“રાજેશ….?”
રાજેશ ઊંડી શ્વાસ ભરતા બોલ્યો,
“રાજની વાત સાચ્ચી છે. હું ના ન પાડત, પણ તને હામી ભરવા પહેલા મને પૂછવું જોઈતું હતું.”
નિશાએ રાજ સામે ગુસ્સેથી જોયું. રાજેશના મનમાં ઝેર નાખવાવાળો તો એ જ હતો. રાજ તરત બોલ્યો,
“અરે હું તો મશ્કરી કરી રહ્યો હતો.”
પણ હવે શું? રાજેશના મનમાં આ વાત ઘર કરી ગઈ.
“નિશા, તારે હા પાડવા પહેલા મને પૂછવું જોઈતું હતું.”
નિશા એકદમ હતાશ થઈ ગઈ અને એની આંખમાં આંસુ આવી ગયા. એક સાથે મનમાં ઘણા પ્રશ્ન ઉભા થઇ ગયા.
શું મને એટલો પણ અધિકાર નથી, કે હું મારી ઈચ્છા અનુસાર જીવન જીવી શકું?
કે હું બધી જવાબદારી નિભાવ્યા પછી, મારા સમયમાંથી મારા મન નું કરી શકું?
આજના જમાનામાં સ્ત્રી કોઈ પણ ખૂણેથી પુરુષથી કમ નથી. ભણતર હોય કે પછી હુનર. એ પણ એના જીવનસાથી જોડે ઘર ચલાવવામાં એટલી જ ઘસાઈ અને પીસાઈ છે. ક્યારેક પુરુષ કરતા વધારે, પણ ઓછું તો નહીં જ.
પણ પુરુષ ને હંમેશા સ્ત્રી પર હાવી થવું હોય છે. એક પ્રભુત્વ જોતું હોય છે. પહેલા પિતા હાવી થતા. એ સમજી શકાય. પછી પતિ. અર્ધાંગની ફક્ત કહેવા માટે. પતિનું પ્રભુત્વ પણ સહન કરવું પડે અને હવે દીકરાઓ. એમનું હાવી થવું સમજ ની બહારર છે.
નિશાને વાત આગળ વધારવી ન હતી. એ ગમ ખાય ને બેસી ગઈ. ઘરની શાંતિ માટે અને ચર્ચાનો અંત લાવવા માટે, એણે ક્ષમા માંગી અને પૂરી વાત હસીમાં ઉડાડી નાખી.
– શમીમ મર્ચન્ટ


















































