હોળી જે તમારા પ્રિયજન વિના અધૂરી છે! સિંગર ઐશ્વરીયા મજમુદાર દ્વારા “શ્યામ વ્હાલા” આ હોળી ગીત રજુ
કરવામા આવે છે! અમર ખાંધા એ સંગીત આપ્યું છે અને ચેતન ધાનાણીએ આ ગીત લખ્યું છે. આ ગીતમાં
એશ્વરીયા મજમુદાર પણ જોવા મળી રહી છે. ગીતનું નિર્દેશન પ્રિન્સ ગુપ્તાએ કરેલું છે.
આ ગીતના સંગીતકાર અમર ખાંધા જણાવે છે, “જ્યારે મેં શ્યામ વાલા ગીતને કંપોઝ કર્યુ ત્યારે તેનો ભાવાર્થ
ભગવાનના પ્રેમ માટેનો હતો. આ ગીતને દરેક ચાહકો સુધી પહોંચાડવામાં માટે હું ટીપ્સ ગુજરાતી નો આભાર
માનું છું. પ્રાદેશિક સંગીતને પ્રોત્સાહન આપવું જે ભારતીય સંગીત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને પ્રિયા સરૈયાનો
આભાર વ્યક્ત કરું છું કે તેઓ કલાકારોને એક પ્લેટફોર્મ પૂરું પાડીને પ્રોત્સાહન આપે છે. ઐશ્વરીયાના સુંદર
અવાજમાં આ ગીત રેકોર્ડ કરવામાં મને આનંદ થયો અને ચેતન ધાનાણીએ ખુબ સુંદર ગીત લખ્યું છે . ”
Song Credits:
Singer – Aishwarya Majmudar
Composer – Amar Khandha
Lyrics – Chetan Dhanani
Directed by: Prince Gupta
Youtube link: https://www.youtube.com/watch?v=EaeVyFCXAus&feature=youtu.be


















































