આપણે બધાએ જીવનમાં ડગલે ને પગલે પરીક્ષાઓ આપવી પડે છે. પણ આજે આપણે વાત કરીશું બાળકોની પરીક્ષાની.
કેમ છો બધાં બાળક મિત્રો, ગયાં વર્ષે તો તમને બધાંને કોરોનાના કારણે માસ પ્રોમોશન મળી ગયું, કેવી મજા પડી હતી નહિં? અને પછી લાબું એવું વેકેશન અને એમાં પણ પપ્પા પણ ઘરે એટલે ખુશી ડબલ થઈ ગઈ કારણ પપ્પા સાથે ખુબજ રમવા મળ્યું, અને પપ્પા ઘરે હતા એટલે મમ્મી કંઈ બોલે જ નહિં, રોજ નવી વાનગી ઘરે બનતી, આખો દિવસ ટીવી અને મોબાઈલ, આહાહા બીજું તો જીવનમાં શું જોઈએ, એટલે ટુંકમાં કહીએ તો છોકરાઓ માટે તો સોનેરી સમય. થોડાં સમય પછી ઓનલાઇન સ્કૂલમાં પણ
મજા પડી, નીંદરમાં જોઈન કરવાનું અને બેઠું રહેવાનું, નાં બુક પુરી કરવાની ચિંતા, નાં પરીક્ષાની. કેવા સરસ દિવસો હતાં નહિં?
પણ આ વર્ષે તો એવું લાગી રહ્યું હશે કે પરીક્ષા આપવી જ પડશે, લાગે છે ને એવું જ? પણ છોકરાઓ જો દર વખતે પરીક્ષા આપ્યા વગર પાસ થશો તો જીવનમાં શું ફાયદો? અને ઓલી સોનાલી, મોનાલી તમારાથી પાછળ રહી ગઈ કે નહિં એની કેમ ખબર પડશે?
બીજું કે જેમ તમે તૈયારીઓ કરવા મંડશો એમ તમને એમાં પણ મજા આવશે જ, બસ હવે બે મહિના રહ્યાં છે અને જો મહેનત કરશો તો આખા વરસની ભરપાઈ થઈ જશે. આમ પણ તમે બધા બાળકો ખૂબ સમજું અને હોશિયાર છોજ, તો હવે મહેનત કરીને આગળ વધવા મંડો. પછી તો પાછા જલસા છે જ ને. “જીવનમાં કંઈક પામવા માટે કંઇક ખોવું પડે એજ નિયમ છે” એટલે તમે અત્યારે મહેનત કરશો તો તમારું ભવિષ્ય ઉજ્જવળ બનશે અને તેનાં માટે થોડો સમય મોબાઈલ અને ટીવી ઓછું કરશો તો જરૂર ભણવામાં મન લાગશે. પણ એકદમ બંધ પણ ના કરવું જોઈએ કારણ ફ્રેશ થવાં માટે સમયાંતરે મનોરંજન પણ જરૂરી છે અને સાથે જ પૂરતો અને પૌષ્ટિક આહાર અને આરામ. આ બધું જો પ્રમાણમાં હશે તો જરૂરથી સફળતા મળશે. આ સાથે જ સૌ બાળકોને ખૂબ આશીર્વાદ.
ALL THE BEST
મનિષા સેજપાલ
Related