પ્રિય પતિદેવ,
શીતળ પવનસી, છુઇમુઇ સી હતી હું…
પરણીને તમને ‘Cyclone’ સાથે સરખાણી..
ચાર દીવાલને બનાવ્યુ ઘર તોય આજ વાવાઝોડું કહેવાણી..
શિયાળામાં વસાણા ખવડાવું..કે વર્ષ તમારું સ્વસ્થ રહે..
ઉનાળામાં અથાણાં બનાવું કે વર્ષ તમારું મસ્ત રહે.
ચોમાસામાં ભજીયાની હાજર કરી દઉં પ્લેટ..
અજમો પણ પધરાવું એમાં જેથી દુઃખે નહીં તમારું પેટ.
ઉઠી સવારમાં નાસ્તો ધરુંને..ચા તો table પર ready જ હોય..
તોય મિત્રોની મહેફિલમાં..
જોક બનાવવા તો પત્નીજ હોય.
Lunch માં નિત નવા પકવાન બનાવું..
Dinner ની તૈયારી સવારથીજ કરે
તોય હોટેલની બિરિયાની સારી.
હિટલર કહી ક્યારેક તો,
ક્યારેક ‘વાવાઝોડું’ કહી ઓળખાણી..
ટૂંક માં કહીએ તો..પત્નીમાં હવે ખામીજ ખામી દેખાણી..
વાયરા ને વાવાઝોડા તો આવશે ને જાશે..
બસ તમારી પત્નીજ તમારો જીવનભર સાથ નિભાવશે..?
એના વગરની દુનિયાનો ક્યારેક કર્યો છે તમે વિચાર?
એક એજ નહીં હોય ત્યારે
તમારે Problem હશે હજાર..
રૂમજુમ કરતી ઘરમાં ફરતી હશે,
ત્યારે તમને એની કિંમત નહિ હોય..
પણ ખરેખર એ નહિ હોય પછીજ..તેની યાદો, તેની વાતો
તમને ખૂબ ખુબ રાડાવશે.


















































