“ખબર નહીં… આ યોહાન ક્યારે સરખુ ચાલતા શીખશે અને હજી તો કાંઈ સરખું બોલતા પણ નથી શીખ્યો.” નંદિની ક્લબ પાર્ટીમાં તેની બહેનપણીઓ પાસે ફરિયાદ કરી રહીં હતી.
“મારાથી તો આ બેબીનો કકળાટ સહન જ ના થાય હો મે તો એક નેની રાખી લીધી છે, યાર મારી પણ કાંઈક પ્રાઈવેટ લાઈફ છે.” સુહાના એ ઘમંડથી કહ્યુ.
“એકદમ સાચું કહ્યુ તે સુહાના મારે પણ મિહિરને કહીં જ દેવું છે એક તો મારી છોકરી નાની ને ઉપરથી મારા સાસુ સસરા ત્રાસી ગઈ છું હું તો.” નિશાએ એનો કકળાટ શરું કર્યો.
“તુ શું સાવ ગુમસુમ બેઠી છે નંદિની? યોહાનની ચિંતા ના કર એક કામ કર એને નર્સરીમાં એડમીશન લઈ લે ને, તે લોકો આપણા છોકરાને સાચવે અને બધું શીખવાડે પણ.” અવનીએ વાત કરી.
સાંજ પડી નંદિની ઘરે આવી અને દેવમને બધી વાત કરી, દેવમને તેના ધંધાની ચિંતામાં આ કોઈ માથાકૂટમાં ના પડ્યો અને એણે નંદિનીને ફી માટે પૈસા આપી દીધાં.
આ બધુ નંદિનીના સસરા સાંભળી અને જોઈ ગયા તેમણે બન્નેને સમજાવવાની કોશિશ કરી પરંતું બન્ને ના સમજ્યા.
સવારમાં વહેલાં યોહાનને તૈયાર કરી નર્સરીએ લઈ જતા હતા, યોહાન ખુબ રડતો હતો પરંતું તેને પરાણે કારમાં બેસાડ્યો અને લઈ ગયા.
દાદાજી છાપું વાંચી રહ્યા હતા અને તેમા કવિશ્રી અંકિત ત્રિવેદીની બે લાઈન તેમને ગમી અને નંદિની પાછી આવતા તેને સંભળાવી દિધી,
“આપણે છોડને નર્સરીમાંથી લાવીએ છીએ ને આપણા છોડને નર્સરીમાં મૂકવા જઈએ છીએ …”


















































