રાધાના કોરા કાગળ પર આંસુ બનીને ટપકી પડેલી પીડાઓને માન આપતાં કૃષ્ણ પ્રત્યુત્તરમાં જણાવે છે..
રાધે, ભલે વર્ષો વીતી ગયા હોય વિરહને અને વિરહ પછીની વેદના એજ સાચા પ્રેમ ની પ્રતીતિ કરાવે છે. જેમ તું મને યાદ કરીને સતાવે છે એમ હું પણ તને યાદ કરું છું હું ભલે પ્રત્યક્ષ તારી સાથે નથી પરંતુ પરોક્ષ રીતે હું હર પળ તારી સાથે છું. તારા સ્પંદનો અને હૃદયના ખૂણામાં પડેલી ભીની લાગણીઓને હું પણ મહેસુસ કરું છું. પ્રેમમાં પીડા નહિ હોય તો કદાચ પ્રેમ નું મહત્વ પણ ઓછું થઈ જશે પણ તારી દરેક પીડામાં હું તારી સાથે છું. તું મહેસુસ કરીશ તો દરેક જગ્યા એ હું તને મળીશ, ને કાગળ પર ફરિયાદ લખતી વખતે મોરપીંછ ને કરેલો સ્પર્શ એની સાબિતી આપે છે. કદાચ હું તારી પાસે હોઈશ તો પ્રેમ નું મૂલ્ય ઓછું થઈ જશે પરંતુ દૂર રહીને આપણો આ પ્રેમ અમૂલ્ય બની જશે ને એ સમગ્ર બ્રહ્માંડને પ્રેમનું ઉદાહરણ પૂરું પડશે. દૂર રહીને પણ આપણી વચ્ચેનો પ્રેમ અમૂલ્ય રહેશે આપણે દૂર રહી ને પણ એક હોઇશુ અને એજ આપણા પ્રેમનું પ્રમાણ છે.
આમ કૃષ્ણ એ રાધાને પોતાના દૂર હોવાનું કારણ ને વિરહની પીડાનું મહત્વ સમજાવતા જણાવ્યું કે પામી લેવું એ પ્રેમ નથી અને વિરહની પીડા એ પ્રેમ ને વધુ મજબૂત બનાવે છે..!
Related