લાલ કિતાબ મુજબ ગ્રહોના ઋણ
લાલ કિતાબ મુજબ આપણા પૂર્વજન્મોના કર્મો અનુસાર એક ચોક્કસ ગ્રહદશા મુજબ આપણો જન્મ થાય છે અને જો એ કર્મો ખરાબ કે કોઈને હાનિકારક રહ્યાં હોય તો એ ક્કસ ગ્રહદશા આપણી કુંડળીમાં જોવા મળે છે, જેને ગ્રહોનું ઋણ કહેવાય છે. દરેક ગ્રહ દરેક સંબંધી કે સગા વ્હાલા સાથે એક ચોક્કસ સંબંધ ધરાવે છે. એ સંબંધીઓને પૂર્વજન્મમાં પહેચાડેલી હાનિને લીધે તેને સંબંધિત ગ્રહદશા આપણને મળે છે અને એ સંબંધીઓ સંબંધિત સમસ્યાઓ ભોગવવી પડે છે.
પિતા, પૂર્વજ અથવા પિતૃ ઋણ (ગુરુનું ઋણ)

- અવસ્થા – શુક્ર, બુધ કે રાહુ કુંડળીના બીજા, પાંચમા, નવમા કે બારમા સ્થાનમાં હોય ત્યારે.
- કારણ – પિતૃઓએ કરેલું કોઈ પાપ, કારણોસર કે કારણ વગર કુળગુરુ બદલ્યા હોય કે તેમને નુકસાન પહોંચાડ્યું હોય, મંદિર કે કોઈ ધર્મસ્થાનને નુકસાન પહોંચાડ્યું હોય અથવા કોઈ પીપળાના ઝાડને નુકસાન પહોંચાડ્યું હોય.
- પરિણામ – વ્યક્તિની સંચિત સંપત્તિનો નાશ થાય છે અને જીવનમાં વેદનાનો સામનો કરવો પડે છે. ખરાબ અસરો વૃદ્ધાવસ્થામાં સૌથી નોંધપાત્ર રીતે અનુભવાય છે.
- ઉપાયો – ઘરમાં લોહીનો સંબંધ ધરાવતી દરેક વ્યક્તિ પાસેથી એકેક રૂપિયો લઈને એકઠી થયેલી રકમ એ જ દિવસે મંદિરમાં દાન કરવી. પીપળાને પાણી ચઢાવવું.
પોતાનું (સ્વ) ઋણ (સૂર્યનું ઋણ)

- અવસ્થા – શુક્ર, શનિ, રાહુ કે કેતુ પાંચમા સ્થાનમાં હોય ત્યારે.
- કારણ – નાસ્તિક હોય, રીતિ રિવાજમાં જરા પણ ન માનનાર હોય, આવા વ્યક્તિના ઘરમાં ભૂમિગત ભટ્ઠી કે ચૂલો હોય, ઘરની છતમાં કાણાંમાંથી સૂર્યપ્રકાશ આવતો હોય.
- પરિણામ – વ્યક્તિએ જીવનભર સંઘર્ષનો સામનો કરવો પડે છે. કોર્ટના કેસોમાં વ્યક્તિએ ચર્ચા અને હારનો સામનો કરવો પડે છે. કોઈનું કોઈ કારણ વિના વારંવાર અપમાન કરવામાં આવે છે અને કેટલીકવાર રાજ્ય દંડ પણ મેળવવામાં આવે છે.
- ઉપાયો – ઘરમાં લોહીનો સંબંધ ધરાવતી વ્યક્તિઓ પાસેથી ભાગે પૈસા લઈને સૂર્યનો યજ્ઞ કરાવવો. વર્ષમાં શક્ય તેટલી વાર ઘઉં, ગોળ અને તાંબાના વાસણનું દાન કરવું.
માતાનું (માતૃ) ઋણ (ચંદ્રનું ઋણ)

- અવસ્થા – કેતુ ચોથા સ્થાનમાં હોય ત્યારે.
- કારણ – પોતાની માતાને દુખી કરી હોય કે તેના દુખી થવાની જાણ હોવા છતાં લાપરવાહી કરી હોય, નદી નાળા કૂવા દરિયાને પૂજવાની જગ્યાએ તેમાં ગંદકી ઠાલવી હોય કે હાલમાં પણ કરતા હોય.
- પરિણામ – કાર્યમાં નિષ્ફળતા પ્રાપ્ત થાય છે અને નાણાકીય નુકસાનની સંભાવના ઊભી થાય છે. વ્યક્તિ રોગો અને દેવાના ભાર હેઠળ રહે છે. માનસિક તાણ રહે.
- .ઉપાયો – ઘરમાં લોહીનો સંબંધ ધરાવતી દરેક વ્યક્તિ પાસેથી સરખા પ્રમાણમાં ચાંદી લઈને એ જ દિવસે નદીમાં વહેતી કરવી.
પત્નીનું (સ્ત્રી) ઋણ (શુક્રનું ઋણ)

- અવસ્થા – સૂર્ય, ચંદ્ર કે રાહુ બીજા કે સાતમા સ્થાનમાં હોય ત્યારે.
- કારણ – પત્નીને ગર્ભાવસ્થામાં કોઈ કારણોસર મારી નાખી હોય. આવા જાતકોના ઘરમાં દાંતવાળા જાનવર, ખાસ કરીને ગાયને પાળવાના લીધે ખાનદાની દુશ્મની ચાલી આવતી હોય.
- પરિણામ – વ્યક્તિને અનેક પ્રકારના સંકટનો સામનો કરવો પડે છે. જો કોઈ વ્યક્તિ ઘરે કોઈ શુભ કાર્યક્રમનું આયોજન કરે છે, તો સુખ દુ:ખમાં ફેરવાય છે.
- .ઉપાયો – ઘરમાં લોહીનો સંબંધ ધરાવતી દરેક વ્યક્તિ પાસેથી સરખા પ્રમાણમાં નાણા લઈને એક જ દિવસે 101 ગાયોને ઘાસ ખવડાવવું.
તો મિત્રો, આ હતી આજની વાત. આવતા અંકે આપણે બાકીના ગ્રહોના ઋણ વિશે જાણીશું. આપણા આ જન્મ કે ગત જન્મોના કયા પાપોને લીધે આપણી કુંડળીમાં જે તે ગ્રહદશાને લીધે આપણી કુંડળીમાં પિતૃદોષ ઉદભવે છે તે સમજીશું.
હવે મળીશુ આવતા સપ્તાહે.
त्वदीयम जीवन त्रिपुरा तुभ्यमेव समर्पयते
– આદિત શાહ


















































