• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

ઓનલાઇન શિક્ષણને કટોકટીના સમયની વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સર્વના હિતમાં અને સમગ્ર દ્રષ્ટિકોણથી સમજીએ

શિલ્પા શાહ ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

iGujju by iGujju
in i - ગુજ્જુ, જાણવા જેવું, જ્ઞાન અને વિજ્ઞાન, બાળ વિશેષ, મહિલા વિશેષ, યુવા વિશેષ, વાર્તા અને લેખ, વિજ્ઞાન અને ટેક્નોલોજી
Reading Time: 1 min read
52 1
A A
0
59
SHARES
219
VIEWS
Share on WhatsappShare on Facebook

મને એક અધ્યાપક તરીકે એટલે કે વિચારતી વ્યક્તિ તરીકે હંમેશા એવું લાગે કે કોઈપણ વિષયને સંપૂર્ણપણે અને ઉંડાણપૂર્વક સમજવો હોય તો તેના holistic view ને ધ્યાન પર લેવો જોઈએ. સામાન્ય સમજણ પ્રમાણે હોલિસ્ટિકવ્યુનો અર્થ છે સમગ્રલક્ષી ખ્યાલ એટલે કે વિષયને માત્ર પોતાના અંગત દ્રષ્ટિકોણથી સમજવાને બદલે અન્યના દ્રષ્ટિકોણથી પણ સમજવો કે જાણવો જોઇએ. તો જ સમસ્યાનું સમાધાન મેળવી શકાય જેનાથી મહત્તમ લોકોને સંતોષ મળે અને જેમાં મહત્તમ લોકોનું કલ્યાણ સમાયેલું હોય. એમ પણ આપણે સૌ જાણીએ છીએ કે અન્યની પીડાના સર્કલમાં જ્યારે આપણે આપણી જાતને મૂકીએ ત્યારે જ આપણને અન્યની પીડાનો અહેસાસ થતો હોય છે. જેમ કે આપણને માથું દુખે ત્યારે ખબર પડે કે અન્યને માથું દુઃખે તો આવું થાય. આપણા શરીર પર ઓપરેશન થાય કે આપણે કોઈ રોગથી પીડાતા હોઈએ ત્યારે ખબર પડે કે અન્ય રોગીઓની પીડા કેવી હશે? એવું નથી કે આપણને અન્યની પીડાનો અહેસાસ નથી પરંતુ સ્મશાન વૈરાગ્ય જેવી અસર રહે છે એટલે કે થોડી મિનિટો બ્રહ્મજ્ઞાન થાય છે, સારાઈ આપણામાં પ્રવેશે છે અને તરત વ્યક્તિગત સ્વાર્થને કારણે આપણે તે સારાઈને ઊંચકીને દૂર ફગાવી દઈએ છીએ.
હાલમાં જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે ત્યારે મારી અંગત સમજણ એવી હતી કે આ વિશિષ્ટ પ્રકારની મહામારી વ્યક્તિ કે સમાજને સમગ્રલક્ષી અવશ્ય બનાવશે કેમ કે આ એવી મહામારી છે કે જેમાં અન્યનો વિચાર કરવો પોતાના સ્વાર્થમાં પણ આવશ્યક બની ગયું છે અને કદાચ આવી જ ગર્ભિત સમજણ સાથે ઈશ્વરે આ મહામારીને દુનિયામાં મોકલી હોય, પરંતુ જેમ-જેમ સમય પસાર થાય છે તેમ-તેમ વાસ્તવિકતા ખૂબ વિપરીત જોવા મળી રહી છે, જે ખૂબ દુઃખદ બાબત કહેવાય.

છેલ્લા ત્રણ મહિનાથી સોશિયલ મીડિયા પર કોરોના મહામારી કેવી ઉત્કૃષ્ટ બાબતો લોકોને શીખવાડી રહી છે તે અંગેના મેસેજ ફરતા જ રહ્યા છે પરંતુ મહામારી જેમ-જેમ આગળ વધી રહી છે તેમ-તેમ સારી સલાહનો જીવનમાં અમલ ઘટી રહ્યો છે, એટલે કે આચરણના બહુ મોટા પ્રશ્નો છે, લોકોની હકારાત્મકતા ઓછી થતી હોય તેવું લાગે છે. વળી લોકો વધુ સ્વાર્થી અને સ્વકેન્દ્રીત બનતા જતા હોય એવું એક અધ્યાપક તરીકે મને શિક્ષણ જગત અંગે વધુ લાગી રહ્યું છે. વાસ્તવમાં વાત છે ઓનલાઇન શિક્ષણની, આ મેટર માત્ર શિક્ષક, શૈક્ષણિક-સંસ્થા, વિદ્યાર્થીઓ અને વાલીઓને જ સ્પર્શતી વાત નથી, તે સમગ્ર સમાજને સ્પર્શતી ઘટના છે. કદાચ એટલા માટે સીધા વિષય પર આવવાને બદલે થોડી લાંબી પ્રસ્તાવના બાંધવાનું મને યોગ્ય લાગ્યું.

ઓનલાઇન શિક્ષણ સાથે અનેક પ્રશ્નો સંકળાયેલા છે જેમ કે

૧) ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા યોગ્ય છે કે નહીં? મને થાય કે જો કોઈ અન્ય વિકલ્પ પ્રાપ્ય હોય તો અવશ્ય વિચારી શકાય પરંતુ આ મહામારીમાં જ્યારે સીધો સંપર્ક અશક્ય જ હોય તો ઓનલાઈનના વિકલ્પને સ્વીકારવા સિવાય આપણી પાસે કોઈ અન્ય વિકલ્પ બચતો નથી. એટલા માટે તેને અણગમા સાથે સ્વીકારવો એના કરતા પ્રેમથી ઊંડી સમજણ સાથે પરિવર્તનને સ્વીકારવું વધુ હિતાવહ કહેવાય.

૨) જો બીજો વિકલ્પ ન જ હોય અને શૈક્ષણિકહિતના સંદર્ભમાં ઓનલાઈન શિક્ષણને સ્વીકારવાનું જ હોય તો કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય? એ બીજો પ્રશ્ન છે કારણ કે ઓનલાઈન શિક્ષણમાં લાઈવ ક્લાસ તેમજ વીડિયો શેરિંગ જેવી અનેક પધ્દ્ધતિઓ ઉપલબ્ધ છે પરંતુ દરેક સિસ્ટમના સારા અને ખરાબ પાસા હોવાના જ એ આપણે સૌ જાણીએ છીએ. જેમ કે ઓનલાઈન ક્લાસીસમાં ફિઝિકલ ક્લાસીસની જેમ ઘણા
disturbance ના પ્રશ્નો છે કેમ કે વિદ્યાર્થીઓ ઘરેથી ભણતા હોવાથી અન્ય સાથે વાતો કરવી, ખાતાખાતા ભણવું, કોઈને બુમ મારી કશુક કહેવું, ઘરના અન્ય સભ્યોની વાતો દ્વારા સમગ્ર ઓનલાઈન ક્લાસને ખલેલ પહોચવી, વળી એ સમયે ઇન્ટરનેટ કનેક્શનના જો કોઈ પ્રોબ્લેમ સર્જાય તો વિદ્યાર્થીઓને નુકશાન જવાની શક્યતા વધે છે. તેવી જ રીતે વિડીયો શેરીંગમાં કોઈપણ સમયનું બંધન નથી વિદ્યાર્થી ગમે ત્યારે વિડિયો જોઈ અને શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે પરંતુ આટલા લાંબા લેક્ચરના વિડીયો અપલોડ કરવા ઘણીવાર ખૂબ સમય જતો હોય છે. પ્રોફેસર કે શિક્ષકના દ્રષ્ટિકોણથી વિચારીએ તો તેમને એક કરતાં વધારે લેક્ચર તૈયાર કરવાના હોય છે અને એટલા બધા લેક્ચરને અપલોડ કરવાનો સમય અને અનેક ટેકનોલોજીની મર્યાદાઓને ધ્યાનમાં લેતા વિડીયો લેકચર પણ સંપૂર્ણ રીઝલ્ટ આપી શકે તેવા નથી જ. ઉપરાંત વિડીયો લેક્ચરમાં આકૃતિ દોરવી, મેથેમેટિકલ ગણત્રીઓ કરવી થોડી મુશ્કેલ બનતી હોય છે અને વિષય સમજવામાં મુશ્કેલી અનુભવાય છે.

૩) જે કોઈ પદ્ધતિ સ્વીકારાય તે બધાને માફક આવશે કે કેમ? એ એક બહુ મોટો પ્રશ્ન છે આપણે સૌ જાણીએ છે કે કોઇપણ નિર્ણય સો ટકા લોકોને સંતોષ કદી આપી શકતો નથી. એ દ્રષ્ટિએ દરેક સીસ્ટમને સ્વીકારવાની એક ઓપનનેસ દરેકમાં હોવી આવશ્યક છે. કેમ કે ઓનલાઈન શિક્ષણ કોઈ કાયમી વ્યવસ્થા નથી, માત્ર મહામારીને ધ્યાનમાં રાખીને કટોકટીના સંદર્ભમાં કરેલી વૈકલ્પિક વ્યવસ્થા છે.

૪) નિર્ણય લેનાર ઓથોરિટી માટે પણ આવી કટોકટી જીવનમાં પહેલીવાર આવી છે. જેથી તેણે પણ ટ્રાયલ અને એરર પદ્ધતિ અપનાવ્યા સિવાય છૂટકો નથી. એ દૃષ્ટિએ ઓથોરિટીના કોઈપણ નિર્ણય બધાને માન્ય હોવા શક્ય નથી, પરંતુ ઓથોરિટીના દ્રષ્ટિકોણથી મુદ્દાને વિચારી તેમના દ્વારા લેવાતા નિર્ણયને પ્રેમથી સ્વીકારવો કે વિરોધ કરવો એ વ્યક્તિની પોતાની વિવેકબુદ્ધિ પર આધારિત છે.

5) ઓનલાઈનથી કદી ન ટેવાયેલા શિક્ષકોએ આ અંગે દિલથી (દબાણથી નહીં) મહેનત કરવાની તૈયારી વિદ્યાર્થીઓના હિતમાં કરવી એ પણ વ્યક્તિગત સ્વભાવ પર આધારિત છે. એક શિક્ષક તરીકે સમાજ તેની પાસે વધુ અપેક્ષા રાખે તે વ્યાજબી પણ છે. કારણ કે શિક્ષક હંમેશા એવો જ હોય જે પોતાની તકલીફ કરતાં અન્યની તકલીફને વધુ સમજે અને થોડી વધારે તકલીફ સહન કરીને પણ પોતાના વિદ્યાર્થીઓને સો ટકા આપવાનો પ્રયત્ન કરે. જો એવા શિક્ષક આપણે ન બની શકીએ તો મને લાગે છે કે શિક્ષક બનવા કરતાં કોઈ બીજો વ્યવસાય પસંદ કરવો ઉત્તમ ગણાય. પણ આ સાથે સમાજની દરેક વ્યક્તિને પણ આવા ઉત્તમ શિક્ષકની કદર હોવી જોઈએ જે તેવોને અવિરત સારા બની રહેવાનું પ્રોત્સાહન પૂરું પાડે.

૬) વિદ્યાર્થીઓએ નવી પદ્ધતિ સાથે પોતાની જાતને એડજસ્ટ કરવી એ પણ એટલો જ અગત્યનો પ્રશ્ન છે. જો વિદ્યાર્થીઓ એ ન કરી શકે તો અનેક નવા પ્રશ્નો ઊભા થઈ શકે. કેમ કે વિદ્યાર્થીના હિત માટે દરેક સંસ્થાઓ, સમગ્ર અર્થતંત્ર અને દરેક વ્યક્તિ કે ઓથોરિટી પોતાનાથી બનતા પ્રયત્નો કરતી હોય ત્યારે વિદ્યાર્થીઓની નૈતિક જવાબદારી વધી જાય છે. આવા કટોકટીના સમયે સૌથી વધારે મેચ્યોરિટી બતાવવાનો સમય વિદ્યાર્થીઓ માટે છે એવું મારું અંગત માનવું છે. કેમ કે અન્ય વ્યક્તિ આપણું ત્યાં સુધી સારું ન કરી શકે જ્યાં સુધી આપણામાં સંપૂર્ણ જાગૃતતા કે સજાગતા ન હોય.

૭) વિદ્યાર્થીઓની તંદુરસ્તી, તેમની આંખો અને માનસિક સ્વાસ્થ્યની સ્થિતિને પણ ધ્યાન પર લેવાનો એક પેચીદો પ્રશ્ન પણ અસ્તિત્વ ધરાવે છે. જે અંગે પણ વિચારવાની જરૂર ચોક્કસ છે. વળી એ જ બાબત શિક્ષકોને પણ લાગુ પડે, કદાચ એ તરફ ધ્યાન આપવાનું સમાજ હંમેશા ભૂલી જાય છે.

૮) આ ઉપરાંત એક બહુ જ અગત્યની બાબત એ વાલીઓ દ્વારા થતી ફી પેમેન્ટ અંગેની છે. તેમના તરફથી નિસ્વાર્થ ભાવ અને અતિ ઉદારતા ખૂબ આવશ્યક છે. આખી નવી સિસ્ટમને સારી રીતે ચલાવવા વાલીઓનો ફાળો અને ઉદારતા back bone સમાન છે.

૯) સરકારે ક્યારે અને કેટલી મદદ કરવાની તત્પરતા રાખવી એ પણ એક મહત્વનો પ્રશ્ન ઓનલાઇન શિક્ષણ સાથે જોડાયેલો છે.
૧૦) દરેક સ્તરની ઓથોરિટી એટલે કે પ્રિન્સિપાલ, સંચાલકો, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, વિદ્યાર્થીપાંખો વગેરે દરેકના અભિપ્રાયને કેટલું મહત્વ આપવું અને દરેક વ્યક્તિએ સર્વના હિતમાં કેવી રીતે સ્વાર્થવૃત્તિ છોડી નિર્ણય લેવો, જેવી અનેક અગત્યની બાબતો ઓનલાઇન શિક્ષણ સાથે જોડાયેલી છે.

આવા અનેક પ્રશ્નો વચ્ચે આજનું શિક્ષણ ઝોલા ખાઈ રહ્યું છે અને મને કહેતા દુઃખ થાય છે કે દરેક વ્યક્તિ માત્ર પોતાના અંગત સ્વાર્થમાં નિર્ણય લઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. જેમ કે સ્કૂલો અને કોલેજોમાં સતત બે મહિનાથી કેવી રીતે ભણાવવું? કેવી રીતે પરીક્ષાઓનું આયોજન કરવું? વગેરે અંગે મહત્તમ સમય ફાળવી નવું આંતરમૂડીમાળખું ઉભું કરવા અંગે પણ સઘન પ્રયાસો થઇ રહ્યા છે. શિક્ષકો તેમની વર્ષો જૂની શિક્ષણ પદ્ધતિથી બહાર આવી વધુ કલાકો નવી બાબતો શીખવામાં ફાળવી રહ્યા છે છતાં વાલીઓને તેમની તકલીફ ન દેખાતા માત્ર અમે ફી શું કામ ભરીએ? વળી ઓછા કલાકો ભણાવાય છે એટલે ફીમાં ઘટાડો થવો જોઇએ વગેરે દલીલો પર વધુ જોર આપી રહ્યા છે. મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે તમામ શૈક્ષણિક સંસ્થા ભણાવવાના કાર્યને ખૂબ ડેડીકેશનથી લઇ રહી છે. કદાચ કહો કે રૂટીન કરતા વધુ મહેનત કરી રહી છે. દાખલા તરીકે એક શિક્ષકની જ વાત કરીએ તો સામાન્ય રીતે ત્રણ કલાક ભણાવતા અધ્યાપકો હાલમાં અનેક કલાકો નવી ટેકનોલોજી શીખવા પાછળ તેમ જ લીધેલા લેક્ચર ઓનલાઇન અપલોડ કરવામાં અને લેક્ચર ટેકનોલોજીની મદદથી PPT વગેરે તૈયાર કરવાની મહેનતમાં અનેક કલાકો ફાળવી રહ્યા છે.

અગાઉ મેં જેમ કહ્યું તે પ્રમાણે ઓનલાઈન ક્લાસ કે વિડીયો અપલોડ પ્રોસેસ બધામાં નેટસ્પીડ, કનેક્શન, વિડીયો ની-લેન્થ, ટેકનોલોજીનો મુડ વગેરે પરિબળો ભાગ ભજવે છે. ઉપરાંત સતત વોટ્સએપ દ્વારા વિદ્યાર્થીઓના રીવ્યુ સાંભળવા, તેમને જવાબ આપવા, સોલ્યુશન લાવવા વગેરે બાબતોમાં ઘરેથી ૧૦થી ૧૨ કલાક કાર્ય કરવું પડી રહ્યું છે. વળી બીજા દિવસના લેક્ચર તૈયાર કરવાની જવાબદારી તો સાથે ખરી જ. આમ અનેકગણું કામ શૈક્ષણિક સંસ્થા અને શૈક્ષણિક સ્ટાફનું વધી ગયું છે. એવા સમયે જો વાલીઓ ટ્યુશન ફી ભરવામાં આનાકાની કરે કે સંચાલકો ફી ના મળવાને કારણે પગાર કાપી નાખવાની ક્રૂરતા દર્શાવે તો એ સમગ્રના હિતમાં નથી એવું એક અધ્યાપક તરીકે મારું માનવું છે. જો વાલીઓ ઊદારતા ન રાખે તો સંચાલકો ઇચ્છવા છતાં પણ ઉદારતા રાખી શકે એ પરિસ્થિતિમાં (સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં) હોતા નથી. કારણ કે તેમને પણ બધા જ ખર્ચા સાથે સંસ્થા ચલાવવાની જવાબદારી હોય છે. ઓનલાઈન એજ્યુકેશનના નવા ખર્ચા પણ સહન કરવાના છે. વળી સરકાર સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ કે કોલેજોને કોઈ પ્રકારની મદદ કરતી નથી. આમ તો કટોકટીના સમયે સરકાર અને યુનિવર્સિટીએ આવા ભેદભાવ કરવા જોઈએ નહીં એવું મારું અંગત માનવું છે. વાસ્તવિક રીતે જોઈએ તો બધી જ સેલ્ફ ફાઈનાન્સ કોલેજો યુનિવર્સિટી સાથે સંલગ્ન હોય છે. યુનિવર્સિટીના બધા જ નિયમો તેમને લાગુ પડે છે. જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે યુનિવર્સિટી તેમની કામગીરીમાં હસ્તક્ષેપ કરવાનો અબાધિત હક્ક ધરાવે છે. એ દ્રષ્ટિએ જોતા જ્યારે મદદ કરવાની વાત આવે એ પણ કટોકટીના સમયમાં ત્યારે સેલ્ફ ફાઇનાન્સ કહી હાથ ઊંચા કરી દેવા કોઈ રીતે યોગ્ય કહેવાય નહીં.
મેં જેમ શરૂઆતમાં કહ્યું તેમ હોલિસ્ટિકવ્યુને સમજ્યા વગર સમસ્યાનું સમાધાન કદી શક્ય નથી. કોરોના મહામારી દરમિયાન જો આપણે આપણા ઘરમાં કામ કરતા નોકરોની તકલીફ ન સમજી તેમનો પગાર કાપતા હોઈએ તો પછી તમારી સંસ્થામાં તમારો પગાર કાપી લેવામાં આવે તે પણ યોગ્ય લાગવું જોઈએ. આ તો એવી વાત થઇ કે હું કોઈને કામ વગર પૈસા ન આપુ પણ મને મારો પગાર મળવો જોઈએ. સમગ્ર સંસાર અને પ્રકૃતિ give and takeના નિયમથી ચાલે છે. આપશો તો જ મેળવી શકશો એ સમજણ સાથે વાલીઓએ ખરા દિલથી અને ઉત્તમ ઈરાદાઓ સાથે ફી ચૂકવવાની ઉદારતા દાખવવી જોઈએ. શિક્ષકોએ વધુ કાર્ય કરીને પણ વિદ્યાર્થીને ઉત્તમ શિક્ષણ પીરસવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિદ્યાર્થીઓએ નવી પરિસ્થિતિ સાથે તાલમેલ મેળવવાનો નૈતિક પ્રયાસ કરવો જોઈએ. સંચાલકોએ કટોકટીના સમય દરમિયાન જીવ મોટો રાખી કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવો જોઈએ. વળી સારા સમયમાં આ જ કર્મચારીઓના કઠિન પરિશ્રમ દ્વારા મેળવેલ નફાનો થોડો ભાગ કટોકટીના સમયમાં તેમના માટે વાપરવો કોઈ રીતે અયોગ્ય લાગતું નથી. વધુ નફાની ચિંતા કર્યા વગર સમાજ કલ્યાણના કાર્યો કરવાથી આપણા નફાની ચિંતા ઈશ્વર કરતો હોય છે, એ બાબતને ખરા દિલથી સ્વીકારવી જોઈએ. યુનિવર્સિટીએ દરેક કોલેજને એકસમાન સમજી તકલીફોમાં મદદરૂપ થવાની ભાવના કેળવવી જોઈએ અને સરકારે પ્રજાના મા-બાપ બની ઉદારદિલ સાથે ખજાના ખોલી દેવા જોઈએ અને એ ખજાનાનો ખૂબ વ્યવહારિક અને ઉત્તમ ઉપયોગ થાય એવી નૈતિકતા સમાજના દરેક વ્યક્તિએ કેળવવી જોઈએ. એટલે કે એ રૂપિયાનો અયોગ્ય બગાડ થવો જોઈએ નહીં. આપણા ઘરમાં કોઈ સમસ્યા સર્જાય અને જો દરેક પોતાના સ્વાર્થમાં નિર્ણય લે અને અન્યને મદદરૂપ થવાની ભાવના ન રાખે તો કુટુંબનો વિનાશ નક્કી છે અને કુટુંબના વિનાશમાં વ્યક્તિનો વિનાશ સમાયેલો છે એ વાત કદી ભૂલવી ન જોઈએ.
અત્યારે માત્ર ઓનલાઈન એજ્યુકેશન જ નહીં પરંતુ દરેક બાબતમાં આપણે સ્વાર્થી બનીને માત્ર પોતાનું વિચારીએ છીએ. આ રીતે સમગ્રલક્ષી પરિણામ મેળવવું લગભગ અશક્ય છે. ઓનલાઇન એજયુકેશન સંદર્ભે વાલીઓને માત્ર ફીની ચિંતા છે, તેઓ અન્યનો પક્ષ સમજવા જ માંગતા નથી. સરકારી સ્કૂલ-કોલેજના શિક્ષકોને પગાર ચાલુ રહે પરંતુ વધુ મહેનત ન કરવી પડે (ઓનલાઇન ક્લાસીસ ના લેવા પડે) તેની વધુ ચિંતા છે. સંચાલકોને માત્ર પોતાના નફા સાથે લેવાદેવા છે. યુનિવર્સિટી જેવી સંસ્થાને કેમ કરી હેડેક ઓછું થાય અને ક્યારે પોતાનું ટેન્શન બીજા પર ખસેડી આપણે રિલેક્સ થઇ જઈએ તેની જ ફિરાકમાં તેવો રહે છે અને સરકારને કદાચ શું નિર્ણય લેવો તે ખબર જ પડતી નથી કેમકે lockdown ખોલે તો કેસો વધવાનું ટેન્શન અને લોકડાઉન રાખે તો રોજગાર-ધંધા અને અર્થતંત્ર પર વિનાશક અસર પડે તેની ચિંતા. વળી કોઈ પણ નિર્ણય લેવામાં આવે લોકો તો હંમેશા ટીકા જ કરવાના, એ દ્રષ્ટિએ નિર્ણય લેવામાં પણ પોતાના લોકોનું પીઠબળ પ્રાપ્ત થઈ શકતું નથી. જેના કારણે ઉત્તમ નિર્ણય લેવામાં ચૂકી જવાય છે. ટૂંકમાં ઓનલાઇન ક્લાસીસ હોય કે અર્થતંત્રની અન્ય કોઈપણ બાબત મને લાગે છે જ્યાં સુધી આપણે અન્યના દ્રષ્ટિકોણને અને પીડાને સમજીશું નહીં, અન્યનું હિત વિચારીશું નહીં અને માત્ર સ્વાર્થી બનીને નિર્ણયો લીધા કરીશું તેમ જ ઓથોરીટી દ્વારા લીધેલા કોઈપણ નિર્ણયોને વખોડતા રહીશું તો કદી સુખ-શાંતિ, વિકાસ કે પ્રગતિ શક્ય બનશે નહીં. આપણે જ એકબીજા માટે સ્વર્ગ તૈયાર કરવાનું છે. જો આપણે બીજા માટે નર્ક તૈયાર કરીશું તો બીજા પણ આપણા માટે એ જ કરશે અને બધાએ અસહ્ય પીડાનો સામનો કરવો પડશે. એના કરતા કટોકટીના સમયમાં નિસ્વાર્થ નિર્ણય લઇ, સર્વના હિતમાં જો દરેક વ્યક્તિ કાર્ય કરવાનું શરૂ કરે તો આ મહામારીનો સમય એ મનુષ્યજાતને ઘણું બધું શીખવાડી અને ઉત્તમ પરિણામ આપી જાય એમાં શંકાને કોઈ સ્થાન નથી. વળી ઈશ્વર પણ ઉપર બેઠો બેઠો હરખાય કે મારું બાળક ખૂબ લાયક નીવડ્યું. માણસની સાચી કસોટી કટોકટીના સમયમાં જ થતી હોય છે એ આપણે સૌ જાણીએ છીએ. શિક્ષણ ક્ષેત્રે સર્જાયેલી આ પરિસ્થિતિ કે કોરોના મહામારી એ કાયમી પરિસ્થિતિ નથી એટલા માટે જરૂરી મેચ્યોરિટી દર્શાવી સર્વ માટે સ્વર્ગનું સર્જન કરીએ અને આપણા કોઈપણ સ્વાર્થી નિર્ણય કોઈની જિંદગીમાં પીડા ઊભી ન કરે તેનું ધ્યાન રાખીએ તો મને લાગે છે કે કટોકટીના રૂપમાં ઈશ્વર દ્વારા લેવાયેલી આપણી પરીક્ષામાં આપણે જ્વલંત સફળતા પ્રાપ્ત કરી શકીશું.

Click to view more articles by Shilpa Shah : https://igujju.com/tag/shilpa-shah

Related

Tags: HKonline educationshilpa shahશિલ્પા શાહ ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ
SendShare24Tweet15Scan
ADVERTISEMENT
Previous Post

નભોમંડળના નવરત્નો (લાલકિતાબ આધારિત)

Next Post

શિવ મિલતે હૈ સાવન મે – ભાગ 1

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
શિવ મિલતે હૈ સાવન મે – ભાગ 1

શિવ મિલતે હૈ સાવન મે – ભાગ 1

નભોમંડળના નવરત્નો

નભોમંડળના નવરત્નો (લાલકિતાબ આધારિત)

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT


We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.