ભાઈ કે સંબંધીનું ઋણ (મંગળનું ઋણ)

- અવસ્થા – બુધ કે કેતુ પહેલા કે આઠમા સ્થાનમાં હોય ત્યારે.
- કારણ – મિત્રની હત્યા કરી હોય, કોઈના ઊભા પાકને આગ લગાડી હોય, કોઈની સગર્ભા ભેસની મારી કે મરાવી નાખી હોય અથવા કોઈના તૈયાર થયેલા મકાનને આગ લગાડી હોય.
- પરિણામ – નાણાકીય સંકટ થાય, જાતક દેવાદાર થાય અને ઘરમાં માંદગી ચાલુ જ રહે.
- .ઉપાયો – ઘરમાં લોહીનો સંબંધ ધરાવતી દરેક વ્યક્તિ પાસેથી સરખા પ્રમાણમાં નાણા લઈને દાક્તર કે વૈદ્યને આપો અથવા દવા ખરીદીને કોઈ સંસ્થાને આપો.
બહેન-બેટીનું ઋણ (બુધનું ઋણ)

- અવસ્થા – ચંદ્ર ત્રીજા કે છટ્ઠા ભાવમાં હોય ત્યારે.
- કારણ – કોઈને પોતાની જુબાનીથી દગો આપ્યો હોય, કોઈની બહેનને જુલમ કર્યો હોય કે હત્યા કરી હોય, નાબાલિગ છોકરા કે છોકરીઓની તસ્કરી કરી વેચ્યા હોય.
- પરિણામ – વ્યક્તિને મિત્રો અને સંબંધીઓની કોઈ મદદ મળી નથી. વ્યક્તિ પ્રતિકૂળ વર્તન કરે છે. વ્યક્તિએ આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જાતકની બહેન બેટીને પણ સમસ્યાઓ રહે છે.
- .ઉપાયો – થોડી પીળી કોડી ખરીદીને તેને બાળીને તેની રાખને એ જ દિવસે નદીમાં વહેતી કરવી.
જાલિમાના ઋણ (શનિનું ઋણ)

- અવસ્થા – સૂર્ય, ચંદ્ર કે મંગળ દસમા કે અગિયારમાં સ્થાનમાં હોય ત્યારે.
- કારણ – કોઈની હત્યા કરી હોય, કોઈનું મકાન દગો કરીને પચાવી પાડ્યું હોય, અથવા લીધા પછી તેની કિંમત ચૂકવી ન હોય. આવા લોકોના મકાનનો દરવાજો મુખ્યત્વે દક્ષિણમુખી હોય છે. તેઓએ સંતાનહીન લોકો પાસેથી મકાન ખરીદ્યું હોય અથવા કૂવા પૂરીને તેના પર મકાન બનાવ્યું હોય.
- પરિણામ – આ દેવાની અસર ફક્ત વ્યક્તિ પર જ નહીં, પરંતુ તેના પરિવાર પર પણ પડે છે. જીવનમાં ઘણી પ્રકારની સમસ્યાઓ હોય છે. તેની મિલ્કત કે પ્રોપર્ટી બનવામાં બહુ સમય લાગી જાય છે અથવા ન પણ બને.
- ઉપાયો – 100 માછલીઓને એક સાથે જમાડવું.
અજન્માનું ઋણ (રાહુનું ઋણ)

- અવસ્થા – સૂર્ય, શુક્ર કે મંગળ બારમા સ્થાનમાં હોય ત્યારે.
- કારણ – સાસરા પક્ષ કે પોતાના સંબંધીઓ સાથે એવી રીતે દગો કર્યો હોય કે તેમનું આખું કુળ નાશ પામે.
- પરિણામ – વ્યક્તિને શારીરિક નુકસાન થાય છે. જેલમાં જવાના યોગ પણ ઘણી વખત બને છે. તે સિવાય, વ્યક્તિને ઘણી જગ્યાએ પરાજયનો સામનો કરવો પડે છે અને પરિવાર પણ સમસ્યાઓમાંથી પસાર થાય છે.
- ઉપાયો – ઘરમાં લોહીનો સંબંધ ધરાવતી વ્યક્તિઓ જેટલા શ્રીફળ લઈને માથેથી સાત વાર ઓવારીને નદીમાં વહેતા કરવા.
કુદરતી ઋણ (કેતુનું ઋણ)

- અવસ્થા – ચંદ્ર કે મંગળ છટ્ઠા સ્થાનમાં હોય ત્યારે.
- કારણ – કૂતરા કે ફકીરને માર્યો હોય કે સતાવ્યો હોય, બદચલન અને વ્યભિચાર એ હદે વધી ગયો કે કોઈ વ્યક્તિની કૂતરા કરતા પણ ખરાબ હાલત થઈ હોય અથવા એવા કામમાં સાથ આપ્યો હોય.
- પરિણામ – જાતકના સંપૂર્ણ પરિવારને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વ્યક્તિને સંપત્તિનું નુકસાન સહન કરવું પડે છે અને ખર્ચમાં વધારો થાય છે. જ્યારે આવી વ્યક્તિ કોઈ પર વિશ્વાસ કરે છે, ત્યારે તે વ્યક્તિ દ્વારા તેમની સાથે દગો કરવામાં આવે છે, અને તે વ્યક્તિને બાળક સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
- ઉપાયો – 101 કૂતરાંઓને એક સાથે જમાડીને વિધવાના આશિર્વાદ લેવા.
તો મિત્રો, આ હતી આજની વાત. આવતા અંકે આપણે અનુક્રમે નવે ગ્રહોની માહિતી અને તેમના વિશે ઊંડાણમાં સમજીશું.
હવે મળીશુ આવતા સપ્તાહે.
त्वदीयम जीवन त्रिपुरा तुभ्यमेव समर्पयते
– આદિત શાહ


















































