સરખી નાં ગોઠવાઈ તો આ પઝલ શું કામની,
તુઝ પર નાં રચાઈ તો આ ગઝલ શું કામની.
છે એમનાં મુંખે કોરું તો આવરણ તોય…,
ખુલ્લાં નયનોથી થતી આ કતલ શું કામની.
સુખમાં તો ઉત્સવો ઉજવાય છે અહ્યાં,
હદયે દર્દ ન હોય તો મૈખાને મહેફિલ શું કામની.
અરે શબ્દો ની હરાજીમાં મૌન ખરીદનાર કોઈ ન મળ્યું,
લાગણીઓ ખરીદી ન શક્યાં તો તમારી દૌલત શું કામની.
કહ્યું તું ‘પાગલે’ કે વ્હાલાં ગમો છો તમે,
ખોટી જગ્યે તે ખર્ચાઇ પાગલ ની લાગણી શું કામની.
કહે છે ‘પાગલ’ તેઓ અનહદ લાગણી તો સમજી ન શક્યાં,
તો છે અંતે તે પ્રશ્નાર્થ તો એમની…
સમઝ શું કામની….?
સમઝ શું કામની….?
-” પાગલ “-
-“Kedariya Avinash P”-


















































