ઝાડ કયાં, પંખી ને ડાળ ભાડે આપે છે . . . ?
એ તો ટહુકા ની આશ નિરંતર રાખે છે . . . !
મધપૂડો કયાં માખી ભાડે રાખે છે . . . ?
એ તો મઘુરસ માં, બલિદાન આપે છે . . . !
પવન કયાં પરાગરજ ઊંચકવા નું ભાડુ માંગે છે . . . ?
એ તો ફુલો થી ઘરતી ને મઢવાની આશ રાખે છે . . . !
જન્મ આપી ઈશ્વર કયાં માનવ ની ભક્તિ માંગે છે . . . ?
એ તો માનવ, માનવ થઈ ને રહે તેવી આશ રાખે છે . . . !!


















































