જેવું ઈચ્છો, બધું તો થાય નહીં!
તોય જીવનને કંઈ ત્યજાય નહીં!
એવી લાંબી સફર કરાય નહીં!
‘મિત્ર’ થી ‘શત્રુ’ તો થવાય નહીં!
બહાર ભિક્ષુકની હોય લાંબી કતાર,
એવા મંદિર કદી ચણાય નહીં!
કોઈ સહેલાઈથી ભૂલે તમને,
એ જ ઘટના પછી ભુલાય નહીં!
એ તો ગંગા છે જ્યાં ને ત્યાં ન વહે!
હર કોઈ સામે તો રડાય નહીં!
ખુદ ભૂલી જાય એના ઈશ્વરને
કોઈને એટલા પૂજાય નહીં!
ધર્મ પહેલો બધા જ ધર્મોનો,
લાગણી કોઈની દુભાય નહીં!
સંદીપ પૂજારા


















































