આપણે આજકાલ “બચપન કા પ્યાર” અને “બેટે મોજ કર દી” જેવા અનેક ગીતો કે ડાઈલોગ વાઇરલ વિડીયો તરીકે જોઈએ છીએ, તો ચાલો આજે સમજીયે આ જુના વિડીયો પુનઃજન લઈને વાઇરલ કેવી રીતે બને છે.
1 – ઈનફ્લુએન્સર પ્રમોશન દ્વારા:
જો કોઈ બહોળો ફેન ફોલોઇંગ ધરાવતા લોકો તેને બેગ્રાઉન્ડ થીમ કે સાઉન્ડ તરીકે વાપરે અને તેના ઉપર પરફોર્મ કરે તો તેના ફોલોઅર પણ તે ફોલો કરી અને એક વાઇરલ ટ્રેન્ડ બનાવી દે છે.
2 – સાઉન્ડ બેઇઝ એપની હાઈ રીચેબિલિટી દ્વારા:
આજકાલ ટિક્ટોકના ફોર્મેટ વળી અનેક એપ્લિકેશન માર્કેટ માં જોવા મળે છે, આમ પ્રિ ડિફાઇન સાઉન્ડમાં જો કોઈ સાઉન્ડ કે ડાઈલોગ પ્રચલિત થાય, લોકો તેના ઉપર મીમ અને એક્ટ બનાવે તો તેને વાઇરલ થવામાં વાર નથી લગતી , મોટા ભાગના જુના ડાઈલોગ કે ગીત અહિયાંથી વાઇરલ ગતિને પ્રાપ્ત થાય છે
3 – ટ્રેન્ડ કન્નેકશન એન્ડ હ્યુમર દ્વારા:
ઘણી વાર નવી ઘટનાઓ જુના ગીત સાથે કનેક્શન ધરાવતી હોય છે, જયારે એક જુના ગીતમાં બોબી દેઓલ એશ્વર્યા રાયને હેરાન કરવા નાક માં સળી નાખે છે તેને કોરોના ટેસ્ટિંગ (RTPCR ) સાથે સરખાવીને હ્યુમર બનાવી વાઇરલ ટ્રેન્ડ તરફ લઇ જવાય છે
4 – રી-ટ્વીટ, રી મેક અને રી કમ્પોઝ દ્વારા :
જેમ ફિલ્મોમાં જુના ગીતો રિમિક્સ કરીને પીરસાય છે તેમ જુના એવા વિડીયો / ડાઈલોગ રીટ્વીટ કરી અને તેની સાથે કોઈ લોજીકને સાંકળી અને તેને પ્રચલિત બનાવવામાં આવે છે. જેમ કે ” રાશિ …. રસોડે મેં કોન થા ?” જેવા ડાયલોગ્સને સંગીતબદ્ધ કરી અને એક ઇન્ટરેસ્ટિંગ સ્ટાઇલ માં રજુ કરી અને લોકમાનસ સુધી પેનિટ્રેટ કરવામાં આવે છે
5 – અગ્લી ઓર સ્ટ્રેંજ ફેક્ટર દ્વારા:
ખાલી સુંદર કે તાલબદ્ધ જ નહિ પરંતુ ઘણી વાર બેસૂરા અને વિચિત્ર ગીતો કે ડાઇલોગો વધારે વાઇરલ થતા હોય છે , ઢીંચાક પૂજા કે પાકિસ્તાનનો તાહિર ખાન એ અગ્લી અને વિચિત્ર વાઇરલ બનવાના આદર્શ ઉદાહરણ છે. જેને લોકો વારં વાર એટલે જુવે છે કે તે એમને એક વિચિત્ર કે નિમ્ન કક્ષાના સંગીત માપદંડ સાથેની કલા માંથી પણ એક અલગ પ્રકારનું મનોરંજન પૂરું પડે છે
6 – ચેલેન્જ દ્વારા :
આઈસ બકેટ કે કિકી જેવી ચેલેન્જ દ્વારા પણ લોકો કોઈ ગીત કે કોઈ એક્શન ને વાઇરલ કરી શકે છે, તેને કોઈ ચેરિટી કે અવેરનેસ કોઝ સાથે પણ જોડતા હોય છે. આવા વાઇરલ વિડીયો કે એક્ટ સકારાત્મક અભિગમથી ભરપૂર હોય છે.
![]()
ચાલો જાણીયે કે કોઈ પણ વિડીયો “વાઇરલ” ક્યારે કહેવાય ?
વિકિપીડિયાની વ્યાખ્યા અને યુટ્યૂબર કેવિન નેટલી મુજબ પહેલાના જમાના માં 1 મિલિયન વ્યુ ક્રોસ કરે એટલે વિડીયો વાઇરલ કહેવાતો, પરંતુ 2011 પછી ની વ્યાખ્યા પ્રમાણે જો કોઈ વિડીયો 3 થી 7 દિવસ માં 5 મિલિયન વ્યુ મેળવે તો તેને વાઇરલ વીડિયો તરીકે ઓળખાણ આપી શકાય.
જુના વાઇરલ વિડીયો પાછળની સાઇકોલોજી
– જુના ગીતો કે ડાઇલોગો ને રિકોલ વેલ્યુ વધારે હોય છે, જે સરળતાથી યાદ રહી જાય છે, એટલે તે લોકોના મોઢે ચડતા વાર નથી લગતી.
– એક ગીત કે કાઇલોગ વાઇરલ થતા બધા ઈનફ્લુએન્સર કે હાઈ ફેન ફોલોઇંગ ધરાવતા લોકો તેને રિપીટ કે પોતાની આગવી ઢબે તેને પુનઃ રજુ કરી અને લોકો સુધી સરળતા થી પહોંચી શકે છે. તેઓના માટે આ એક ટ્રેન્ડ ના મોજા જેવું છે જેમાં તેઓ પોતાની નૌકા આગળ લઇ જઈ શકે છે.
– અમુક કલાકારો આવા વિડીયો થી પ્રખ્યાત થઇ રિયાલિટી શો, યુટ્યુબ પ્રમોશન અને ગુગલ એડ સેન્સ દ્વારા ફોલોઅર વધારી અને સારી એવી આવક પણ કરી લેતા હોય છે.
મિત્રો, આ કપરા કોરોના વાઇરલના સમયમાં કંટાળો અને ડિપ્રેશન જેવા માનસિક તાણને દૂર કરવા “વાઇરલ વીડિયો”ની વેક્સીન ખુબ અસરકારક નીવડી રહી છે .
~ વિઝન રાવલ ( આઈ.ટી.એક્સપર્ટ )
ચેતવણી– ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “iGujju.com ( Media Hives)”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


















































