આજે આપણે ફ્રૂટમાનું એક પૌષ્ટિક સુપરફ્રૂટ વિશે વાત કરીશુ, જે અનેક વિટામિનથી ભરપૂર છે. સાથે જ વિટામિન C મેળવવા માટેનો બેસ્ટ સૉર્સ છે,ખાસ કરીને તે સગર્ભા સ્ત્રીઓ માટે ખુબજ આવશ્યક ખોરાક છે.
આપણે કીવી ફ્રૂટ વિશે વાત કરીશુ, એક સંશોધન અનુસાર દરરોજ બે થી ત્રણ કીવી ફ્રૂટ ખાવાથી તે લોહીને ઘટ્ટ થતું અટકાવે છે અને સાથે જ કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઓછું કરવામાં મદદ કરે છે, સાથે જ તે રક્તવાહિનીઓને સ્વસ્થ બનવાનું કાર્ય કરે છે.
કીવી સગર્ભા મહિલાઓ માટે અનેક ગુણોથી ભરપૂર છે,પ્રારંભિક સગર્ભાવસ્થામાં ગર્ભના તંદુરસ્ત વિકાસ માટે ફોલિક એસિડની આશરે 400 થી 800 માઇક્રોગ્રામ આવશ્યકતા રહે છે. કીવી ફ્રૂટ ફલોટેનો પણ સારો સ્ત્રોત છે,જે મગજ અને જ્ઞાનતંતુના વિકાસમાં મદદ કરે છે, બાળકોમાં ખામીને વિકસિત થતા રોકે છે, ઉપરાંત કેળાંની સરખામણીમાં તે વધુ પોટેશિયમ અને નારંગીની સરખામણીમાં વધુ વિટામિન C અને વિટામિન E ધરાવે છે, તેમાં રહેલું આલ્ફા લીનોલિક નામનું ફેટી એસિડ ત્વચા અને વાળની પણ માવજત કરે છે.
તે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસને પણ કન્ટ્રોલમાં રાખે છે. તેમાં આવશ્યક પ્રમાણમાં સેરોટોનિન નામના તત્વની હાજરીને લીધે તે તમારી ઊંઘને વધુ સારી બનાવે છે, જે લોકો અનિંદ્રાનો શિકાર હોય છે તેઓ માટે કીવી ખુબજ ફાયદાકારક છે. તેમાં રહેલા મિનરલ્સની મદદથી પેટની ગરમી અને એસીડીટી દૂર થાય છે, તે આલ્કલાઈનનું બેલેન્સ સુધારી ઉલ્ટી ,ઉબકાં વગેરેને ઘટાડે છે. તે બાળકોના વિકાસ અને ગ્રોથ માટે પણ અતિ આવશ્યક છે.
તમે તેને મિક્સ જ્યુસ તરીકે,સલાડમાં કે ઘણી રીતે લઇ શકો છો. દિવસમાં એક વખત જરૂર લેવું.


















































