૧૩ એપ્રિલ, ૧૯૧૯ ના બૈસાખી ના દિવસે, બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયર ના નેતૃત્વમાં, અંગ્રેજી હુકૂમતના સૈનિકોએ ગોળીઓ ચલાવીને નિશસ્ત્ર, શાંત એવાં આબાલ-વૃદ્ધ અને બાળકો સહીત સેંકડો લોકો પર ગોળીઓ ચલાવી, અને સેંકડોને મોતને ઘાટ ઉતારીને જલિયાંવાલા બાગની જમીનને લોહીના લાલ રંગે રંગી નાખી હતી. જેમાં ૪૦૦ લોકો શહીદ અને ૧૫૦૦ થી વધુ ઘાયલ થયા હતા. આ આખું ટોળું, અહિંસક વિરોધીઓ અને બૈસાખીના યાત્રાળુઓનું હતું.
આ દર્દનાક, આકરું અને રૂંવાટી ઉભી કરનારી
ઐતિહાસિક ઘટના વિષે, કયો એવો ભારતીય હશે, જેને નહીં ખબર હોય??
ચાલો, કાંઈ પણ આગળ ચર્ચા કરવા પહેલા, એક નઝર એ દુર્ઘટના ની બારીકી ને યાદ કરીએ. જ્યારે જનરલ ડાયર પોતાની ટુકડી ને લઈને ત્યાં પહોંચ્યા, ત્યારે જલિયાવાંલા બાગ હજારો લોકો થી છલો છલ ભરાયેલું હતુ. ડાયર એ મુખ્ય પ્રવેશદ્વાર બંધ કરાવી નાખ્યો. અને લોકો ને કોઈ પણ ચેતવણી આપ્યા વગર, પોતાની ટુકડી ને અંધાધૂંધ ગોળીબાર કરવાનો હુકમ આપ્યો. સૈનિકો એ ત્યાં સુધી ગોળી ચલાવી, જ્યાં સુધી એમનો દારૂગોળો ખાલી ન થઈ ગયો. દસ
મિનિટમાં ૧૬૫૦ રાઉંડ ગોળીબાર થયો હતો.
ઘણા ગોળીબાર થી મરયા અને ઘણા જે નાસભાગ મચી ગઈ, એમાં કચડાય ગયા. કેટલાકોએ કુવા માં કુદી ને જીવ ગુમાવ્યો.
ડાયર એ પછી થી સ્વીકાર્યું, કે એમનો ઉદ્દેશ્ય સભા ને વેર વિખેર કરવાનો ન્હોતો. એ ત્યાં ઉપસ્થિત બધા ભારતીય ને આજ્ઞાભંગ કરવા માટે સજા આપવા માંગતા હતા. ડાયર ના આ ગંભીર સ્તર ના અણધાર્યા અને નિર્દયતા પૂર્વક કરેલા કાંડ એ સંપૂર્ણ રાષ્ટ્ર ને આઘાત પોહચાડયો હતો.
સેંકડો સ્વતંત્રતા ની લડાઈઓમાંથી, આ એક ખૂબજ દુઃખદ લડાઈ હતી. જેમાં પુરુષો, સ્ત્રીઓ, વૃદ્ધઓ અને બાળકો પણ હતા. અને આ લડાઈ એમણે ન્હોતી શુરૂ કરી. જલિયાવાંલા બાગ હત્યાકાંડ પછી,
સ્વતંત્રતા ના સંઘર્ષ નો ચેહરો જ બદલાઈ ગયો. જે લોકો આ હત્યાકાંડ માં શહીદ થઈ ગયા, એમના પછી ના પરિવાર ના સદસ્યો, આજે પણ ગર્વ તો અનુભવ કરતા જ હશે પણ કોઈક એમને યાદ કરી ને રડતા પણ હશે.
ઘણા પ્રશ્ન મન માં આવે છે. જે આઝાદી ની મજા આપણે આજે માણી રહ્યા છીએ, શું એનું મૂલ્ય આપણને યાદ છે? શું આવનારી પેઢી ને આ સ્વતંત્રતા ની કિંમત ખબર હશે અને જો ખબર હશે, તો શું એનું મહત્વ સમજશે?
ઇતિહાસ, ફક્ત વિદ્યાલય ના પુસ્તકો વાંચી ને, પરીક્ષા આપવા માટે નથી. એનું મહત્વ આપણા જીવન માં છે. આપણા બુઝુર્ગો આપણા રાષ્ટ્ર ની સુંદર ધરોહર માટે લડ્યા, અને એનો લાભ મેળવ્યા વગર ચાલ્યા ગયા. એ અમૂલ્ય ધરોહર ને સાંચવી રાખવી આપણી જવાબદારી છે. આપણી આઝાદી ફક્ત પરસેવો પાડીને નથી મળી. અગણિત બલિદાનો અને સેંકડો ના લોહી થી સિંચવામાં આવી છે. જે ન કદી આપણે ભૂલવું જોઇયે અને આવનારી પેઢી ને પણ સ્મરણ કરાવતા રહેવું જોઇયે.
કોઈકજ એવો દેશ હશે, જેની ઐતહાસિક ધરોહર ની વાર્તાઓ થી, પુસ્તકો ના પુસ્તકો ભરાઈ જાય અને તે છતાંય, એના સંસ્કૃતિ અને ઇતિહાસ ના કિસ્સા ખૂટે જ નહીં.
આપણે જ્યારે આજુ બાજુ નજર નાખીએ અને ફરિયાદ કરવાની ઈચ્છા જાગે, તો થોડોક સમય કાઢી ને પોતાથી પણ એક પ્રશ્ન કરવો જોઇયે. આ ધરતી માતા એ આપણા માટે ઘણું કર્યુ અને ઘણું આપ્યું. આપણે એનુ ઋણ કેવી રીતે ચુકવ્યું? આપણે આપણા દેશ માટે શું કર્યું?
દિલ પર હાથ મૂકી ને કહેજો, આજની પેઢી માં એ બળ કે એ ભાવના છે, કે રાષ્ટ્ર માટે એવું બલિદાન આપે, જે આપણા બુઝુર્ગો હસતા હસતા આપી ગયા?
જલિયાવાંલા બાગ હત્યાકાંડ, ફક્ત એક ઐતહાસિક ઘટના નથી, પણ એક એવો દાગ છે, જેણે સ્વતંત્ર ભારત ના ઇતિહાસ ને લાલ કરી, આંસુ થી ભરી નાખ્યો. પ્રવાસી બની ને ક્યારે જલિયાવાંલા બાગ જોવા જાવ, તો એક વાર આંખ બંધ કરી ને એ હત્યાકાંડ ને મન માં જીવવાનો પ્રયત્ન કરજો.
હું આજે મારા લેખન દ્વારા, આ નાનકડા પ્રયત્ન થી જલિયાવાંલા બાગ હત્યાકાંડ ના શહીદો અને એમના પરિવારજનો ને નમન કરતા મારી શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.


















































