વેકેશન નથી, આ જનસેવા છે
પત્તા, પાર્ટી, ટ્રફ ક્રિકેટ ના
ખોટા પ્લાન કરો ના
અફવાઓ, ખોટા વિડીયો
પહેલા બધું તપાસો
જોયા વિના, ફોરવર્ડ ઠોકીને
બીજાના ઇનબોક્સ ભરો ના
દૂધ, અનાજ, સાકર ને ચોખા
આજે મળશે, કાલે પણ મળશે
લાવ લાવમાં આખું ડી-માર્ટ
ઘરમાં તમે ભરો ના
પૂજા, નમાજ, પ્રાથના કે ઓળી
ઇશ તો ઘરમાં પણ છે
ધર્માંધ થઈ કે, અંહકારમાં
તમે ખોટા ફતવા કરો ના
મંદી છે, આખી દુનિયામાં
સાથે લડશું ને જીતીશું
મારી નોકરી, મારો ધંધો
હાયવોય ખોટી કરો ના
રવિવાર છે, પરિવાર છે
ઘરે બેસીએ, સાથ માણીએ
કોરોના પર જનતા કર્ફ્યૂનો
પ્રહાર કેમ કરો ના
ખૂબ આપ્યું છે ઈશ્વરે
ટાણું છે પાછું આપવાનો
નાના માણસના પગારમાં
તમે કચકચ જરી કરો ના
ન બોર્ડર પર લડવાનું છે
ન સેવા કોઈ કરવાની છે
બસ એટલું કરો કે
ટ્રેન, બસમાં, નાહક ભીડ કરો ના
ફેસ ૨ માં છીએ હજી
ચીન, ઇટલીની ભૂલોથી શીખો
ઘરે રહીને, શિસ્તપાલનથી
વિશ્વ માટે એક દાખલો તમે ધરો ના
૧૪ કલાકનો આ ટ્રાયલ છે બસ
ફેસ ૩ હજુ બાકી છે
સાથે લડીએ, આ જંગ જીતીએ
તમે પગલાં પારોઠના ભરો ના
કઇં જ ન કરો, બસ ઘરે રહો
એ પણ છે એક દેશપ્રેમ
દેશના સર્વોચ્ચ નાગરિકની વિનંતી
તમે કાને કેમ ધરો ના
હાથથી હાથ ભલે ન મળે
તોય છીએ સાથે
માસ્ક, નમન, હેન્ડ વોશ, સોસિયલ ડિસ્ટનસીંગ
પછી કેમ ના હારે કોરોના
સ્ટોપ કોરોના


















































