• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

ગુજરાતી ફિલ્મોનો ઈતિહાસ

દેસાઈ માનસી શાસ્ત્રી અનેરી

iGujju by iGujju
in જાણવા જેવું, i - ગુજ્જુ, જ્ઞાન અને વિજ્ઞાન, ફિલ્મ જગત, યુવા વિશેષ
Reading Time: 1 min read
95 1
A A
0
108
SHARES
399
VIEWS
Share on WhatsappShare on Facebook

ગુજરાતી સિનેમા, સામાન્ય રીતે ઢોલીવૂડ તરીકે ઓળખાય છે માં પ્રારંભકાળથી અત્યાર સુધીમાં ૧૦૦૦ કરતાં વધુ ચલચિત્રો નિર્માણ પામ્યા છે.ભારતીય સિનેમા ઉદ્યોગનો પ્રાદેશિક અને સ્થાનિક ભાષાના મોટા સિનેમા ઉદ્યોગમાંનો એક એવો ગુજરાતી ભાષા સાથે જોડાયેલો ઉદ્યોગ છે. મુંગી ફિલ્મોનાં જમાનામાં, સિનેઉદ્યોગમાં વ્યક્તિગત રીતે ઘણાં ગુજરાતીઓ હતા. ગુજરાતી સિનેમાનાં છેડા ભુતકાળમાં છેક ૧૯૩૨ સુધી લંબાય છે, જ્યારે ૯ એપ્રિલ ૧૯૩૨ના રોજ પ્રથમ ગુજરાતી ચલચિત્ર (બોલપટ) નરસિંહ મહેતા રજૂ થયું હતું. ૧૯૬૦, ૭૦ અને ૮૦ના દશકમાં ફાલ્યા ફૂલ્યાં પછી આ ઉદ્યોગની પડતી શરૂ થઈ. ૨૦૦૦માં તો નવા બનેલાં ચલચિત્રોનો આંક ૨૦ કરતાં પણ ઓછો થઈ ગયો હતો. ત્યાર પછી ગ્રામ્ય વિસ્તારોની માંગ અને પછીથી નવી નવી તકનિકો તથા ચલચિત્રોમાં શહેરી વિષયોના સમાવેશને કારણે ૨૦૧૦માં વળી આ ઉદ્યોગમાં આંશિકરૂપે તેજી આવી. વળી ૨૦૦૫માં તો સરકારે ગુજરાતી ફિલ્મોને ૧૦૦% કરમુક્ત જાહેર કરી હતી, અને ૨૦૧૬માં પ્રોત્સાહનોની નીતિ પણ અમલમાં આવી

વ્યુત્પતિ

ગુજરાતી સિને ઉદ્યોગનું હુલામણું નામ ઢોલીવૂડ, મુંબઈ (ત્યારે બોમ્બે કહેવાતું) સ્થિત સિનેમા ઉદ્યોગના હુલામણા નામ, બોલીવૂડ થી પ્રેરીત છે. ગુજરાતી ચલચિત્રોમાં વિપુલ પ્રમાણમાં ઢોલનો ઉપયોગ થતો હોવાને કારણે આ નામ પડી ગયું છે. તદ્‌ઉપરાંત, ગુજરાત અને બોલીવૂડ એ બંન્ને શબ્દોનાં સંયોજન દ્વારા પડેલું અન્ય હુલામણું નામ છે, ગોલીવૂડ.

ઇતિહાસ

મુંગી ફિલ્મોનો યુગ (૧૯૧૩–૧૯૩૧)

બોલપટનાં આગમન પહેલાંથી જ ઘણી બધી મુંગી ફિલ્મો ગુજરાતી લોકો અને સંસ્કૃતિ સાથે સંકળાયેલી રહી હતી, ઘણાં દિગ્દર્શકો, નિર્માતાઓ અને કલાકારો ગુજરાતી અને પારસીઓ હતા. ૧૯૧૩ થી ૧૯૩૧ દરમિયાન બોમ્બે (હવે મુંબઈ)માં ગુજરાતીઓની માલીકીનાં ૨૦ જેટલાં સિનેમા નિર્માણગૃહો કે ફિલ્મ કંપનીઓ હતાં; અને ઓછામાં ઓછા ૪૪ મોખરાનાં ગુજરાતી દિગ્દર્શકો હતા.

મુંગી ફિલ્મ બિલ્વમંગલ (ભક્ત સૂરદાસ, ૧૯૧૯, તરીકે પણ ઓળખાયેલી) ગુજરાતી પારસી રુસ્તમજી ધોતીવાલાએ દિગ્દર્શિત કરી હતી, અને તેની વાર્તા ગુજરાતી લેખક ચાંપશી ઉદેશીએ લખી હતી. આ પૂર્ણ લંબાઈની (૧૩૨ મિનિટ્સ, 12,000 feet (3,700 m)) ફિલ્મ કલકત્તા (હવે કોલકાતા, પશ્ચિમ બંગાળ)ની એલ્ફિનસ્ટોન બાયોસ્કોપ કંપનીએ નિર્માણ કરી હતી, તે બંગાળી ફિલ્મ મનાય હતી. ૧૯૧૯માં, પ્રખ્યાત ગુજરાતી સામયિક વીસમી સદીના સંપાદક, હાજીમહંમદ અલ્લારખાની મદદથી સુચેત સિંઘે ’ઓરિએન્ટલ ફિલ્મ મેન્યુફેક્ચરીંગ કંપની ઓફ બોમ્બે’ની સ્થાપના કરી હતી. મુંગી ફિલ્મ નરસિંહ મહેતા (૧૯૨૦) આ ઓરિએન્ટ કંપનીએ બનાવેલી, જે ફિલ્મમાં પડદા પર જ્યારે સંબંધિત દ્રશ્યો દર્શાવાય ત્યારે ગીત “વૈષ્ણવજન તો..” સિનેમા ખંડમાં ઉપસ્થિત સંગીતકારો અને દર્શકો દ્વારા ગાવામાં આવતું હતું.

શરુઆતના ગુજરાતી સિનેમાના નિર્માતા દ્વારકાદાસ સંપત સિનેમા જગત સાથે રાજકોટ ખાતે જોડાયા. તેમણે એક પ્રક્ષેપક ખરીદ્યું અને ચલચિત્રોના ખેલ યોજવા લાગ્યા. તેમને ચલચિત્રોના નિર્માણ માટે પાછળથી એસ એન પાટણકર સાથે મળી અને પાટણકર ફ્રેન્ડસ એન્ડ કુંની સ્થાપના કરી. આ કંપનીનું પ્રથમ ચલચિત્ર રાજા શ્રીયાલ હતું; પરંતુ ક્ષતિયુક્ત મુદ્રણને કારણે તેને પ્રદર્શિત ન કરી શકાયું. પાટણકર દ્વારા દિગ્દર્શિત ચલચિત્ર કચ-દેવયાની (૧૯૨૦)માં પ્રથમ વખત ગરબા નૃત્યનો પ્રયોગ થયો અને આમ, ચલચિત્રમાં પ્રથમ વખત ગુજરાતી સંસ્કૃતિને પ્રદર્શિત કરવામાં આવી. સંપતે ત્યારબાદ કોહીનુર ફિલ્મ કંપનીની સ્થાપના કરી અને તેનું પ્રથમ ચલચિત્ર સતી પાર્વતી (૧૯૨૦) હતું. ગુજરાતી સંસ્કૃતિનું પ્રદર્શન કરતા ચલચિત્રનું દિગ્દર્શન વિષ્ણુપંત દિવાકર દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં રાજકોટના અભિનેત્રી પ્રભાને પાર્વતીના પાત્રમાં દર્શાવવામાં આવ્યા. ૧૯૨૧માં કાનજીભાઈ રાઠોડ દિગ્દર્શિત ચલચિત્ર ભક્ત વિદુર ગર્ભિત રાજકીય સંદેશ ધરાવતું હતું. આ ચલચિત્રમાં સંપત વિદુરના પાત્રમાં હતા જે ગાંધી ટોપી પહેરતું દર્શાવાયું હતું. તે મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ચાલી રહેલ ભારતીય સ્વતંત્રતા ચળવળ તરફ અછડતો સંકેત કરતો હતો. તત્કાલીન કોંગ્રેસના ધ્વજમાં રહેલ રેંટિયોના ચિહ્નનો સંદર્ભ આપતું અને ગુજરાતી ગીત રુડો મારો રેંટિયો, રેંટિયામાં નીકળે તાર, તાર તારે થાય ભારતનો ઉદ્ધાર પણ ચલચિત્રમાં સામેલ હતું. અંગ્રેજ સરકાર દ્વારા ભારતમાં પ્રતિબંધિત આ પ્રથમ ચલચિત્ર હતું. તેને ધર્મ વિજય નામ હેઠળ ૧૯૨૨માં ફરીથી પ્રદર્શિત કરવામાં આવ્યું. પાવાગઢનું પતન (૧૯૨૮) ચલચિત્રનું દિગ્દર્શન નગેન્દ્ર મજમુદાર દ્વારા અને નિર્માણ ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા કરવામાં આવ્યું હતું. યાજ્ઞિક સ્વતંત્રતા સેનાની હતા અને પાછળથી તેમણે અલગ ગુજરાત રાજ્યની માંગણી કરતી મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. યાજ્ઞિકે વિવિધ શીર્ષકો હેઠળ દસ ચલચિત્રોનું નિર્માણ કર્યું.

મૂંગા ચલચિત્રોના સમયકાળમાં કોહીનુરએ ઘણા ચલચિત્રોનું નિર્માણ કર્યું જેમાં પૌરાણિક કથાઓ વિષયવસ્તુનું પ્રભુત્વ ધરાવતા ચલચિત્રોના યુગમાં સામાજિક સમસ્યાઓ પરના ચલચિત્રો સામેલ છે. તેની પ્રથમ સામાજિક ફિલ્મ ૧૯૨૦માં પ્રદર્શિત કટોરાભર કાનુન હતી. ગુજરાતી સાહિત્યના વિખ્યાત કવિ કલાપીની આત્મકથારુપ કવિતા હ્રદય ત્રિપુટી પર બનેલ ચલચિત્ર મનોરમા (૧૯૨૪)નું દિગ્દર્શન હોમી માસ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. મોહનલાલ દવે દ્વારા લિખિત અને રાઠોડ દ્વારા દિગ્દર્શિત ચલચિત્ર ગુલ-એ-બકાવલી આશરે ૧૪ અઠવાડિયા સુધી સફળતાપૂર્વક પ્રદર્શિત થઈ. પ્રયોગશીલ અને પ્રગતીશીલ ગુજરાતી દિગ્દર્શક મણિલાલ જોષીએ ૧૯૨૨માં અભિમન્યુનું દિગ્દર્શન કર્યું અને તેનું નિર્માણ સ્ટાર ફિલ્મ કંપની દ્વારા કરાયું. આ જ દિગ્દર્શકે પછીથી કનૈયાલાલ મુનશી રચિત નવલકથા પૃથિવીવલ્લભ પરથી તે જ નામના ચલચિત્રનું દિગ્દર્શન કર્યું.

માણેકલાલ પટેલની માલિકીની ૧૯૨૪માં સ્થપાયેલ ધ ક્રિષ્ના ફિલ્મ કંપનીએ ૧૯૨૫ અને ૧૯૩૧ વચ્ચે ૪૪ ફિલ્મોનું નિર્માણ કર્યું. ૧૯૨૫માં સ્થપાયેલ ધ શારદા ફિલ્મ કંપનીને નાણાકીય આધાર માયાશંકર ભટ્ટ દ્વારા આપવામાં આવ્યો અને તેને ભોગીલાલ દવે અને નાનુભાઈ દેસાઈ દ્વારા ચલાવવામાં આવી. ભટ્ટે પાછળથી દાદાસાહેબ ફાળકેની હિન્દુસ્તાન સિનેમા ફિલ્મ કંપનીને પણ નાણાકીય આધાર આપ્યો.

શરુઆતના બોલતા ચલચિત્રો ૧૯૩૨-૧૯૪૭

પર તેના જ જેવા સામાજિક બહિષ્કૃત વ્યક્તિના સંપર્કમાં આવે છે. અહીં વાર્તા પૂરી થાય છે, જોકે ત્રણે ચલચિત્રોમાં તેને સમકાલીન સંજોગો દર્શાવતા ફેરફારો કરવામાં આવ્યા છે.

૧૯૩૨થી ૧૯૪૬ વચ્ચે ૧૨ ચલચિત્રો રજૂ કરવામાં આવ્યા. ૧૯૩૩, ૧૯૩૭ અને ૧૯૩૮માં કોઈ ગુજરાતી ચલચિત્રો પ્રદર્શિત ન કરાયાં. ૧૯૪૧થી ૧૯૪૬ વચ્ચે બીજું વિશ્વ યુદ્ધને કારણે વિવિધ કાચી સામગ્રીઓનું વિતરણ નિયંત્રિત કરવામાં આવ્યું અને તેથી તે દરમિયાન કોઈ ગુજરાતી ચલચિત્રોનું નિર્માણ ન થયું

સ્વતંત્રતા પછી ૧૯૪૭-૧૯૭૦

૧૯૬૩ની સફળ ફિલ્મ હતી. તે ફિલ્મ ફાઇનાન્સ કૉર્પોરેશન દ્વારા નાણાકીય રોકાણ મેળવી અને નિર્માણ થનાર પ્રથમ ગુજરાતી ચલચિત્ર હતું. કાંતિલાલ રાઠોડ દ્વારા દિગ્દર્શિત ચલચિત્ર કંકુ (૧૯૬૯) એ પન્નાલાલ પટેલ દ્વારા મૂળ ૧૯૩૬માં લખાયેલ નવલિકા પર આધારિત હતી અને તે નવલિકાને લેખકે પાછળથી નવલકથા સ્વરુપે ૧૯૭૦માં વિસ્તારી હતી. આ ચલચિત્રને ૧૭મા રાષ્ટ્રિય ચલચિત્ર પુરસ્કાર દરમિયાન ગુજરાતીમાં શ્રેષ્ઠ ચલચિત્રનો પુરસ્કાર એનાયત થયો હતો. તેની અભિનેત્રી પલ્લવી મહેતાને શિકાગો આંતરરાષ્ટ્રિય ફિલ્મ મહોત્સવ દરમિયાન પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

હિંદી સિનેમાના લોકપ્રિય અભિનેતા સંજીવ કુમાર દ્વારા ઘણી ગુજરાતી ચલચિત્રોમાં અભિનય આપવામાં આવ્યો હતો જેમાં રમત રમાડે રામ (૧૯૬૪), કલાપી (૧૯૬૬) અને જીગર અને અમી સામેલ છે. જીગર અને અમી તે જ નામ ધરાવતી ચુનીલાલ વર્ધમાન શાહની નવલકથા પરથી બનાવવામાં આવી હતી. આ સિવાય વિધાતા (૧૯૫૬), ચુંદડી ચોખા (૧૯૬૧), ઘર દીવડી (૧૯૬૧), નંદનવન (૧૯૬૧), ઘરની શોભા (૧૯૬૩), પાનેતર (૧૯૬૫), મારે જાવું પેલે પાર (૧૯૬૮), બહુરુપી (૧૯૬૯) અને સંસારલીલા (૧૯૬૯) એ ગુજરાતી સાહિત્યના સર્જનો પર આધારિત ચલચિત્રો છે.

વિકાસ અને પડતી
૧૯૭૦ ૨૦૦૦

૧ મે ૧૯૬૦ના રોજ મહાગુજરાત આંદોલન બાદ અખંડ બોમ્બે રાજ્યનું વિભાજન ગુજરાત અને મહારાષ્ટ્ર નામનાં બે રાજ્યોમાં થયું. આ ઘટનાના ગુજરાતી સિનેજગત પર ઘેરા પ્રત્યાઘાત પડ્યા કેમ કે ગુજરાતી ચલચિત્રોના નિર્માણનું મુખ્ય કેન્દ્ર મુંબઈ મહારાષ્ટ્રના હિસ્સામાં આવ્યું. ગુજરાતમાં તે સમયે કોઈ ચલચિત્ર નિર્માણ કરતું મોટું સ્ટુડિયો નહોતું અને તેને કારણે ગુજરાતી ચલચિત્રોની ગુણવત્તા અને તેમની સંખ્યામાં ઘટાડો નોંધાયો.

૧૯૭૦ના દાયકામાં ગુજરાત સરકારે ગુજરાતી ચલચિત્રોના નિર્માણ ઉપર નાણાકીય સહાય અને કરવેરામાં છૂટછાટ આપી અને તેને કારણે ચલચિત્રોના નિર્માણમાં ઉછાળો આવ્યો. ૧૯૭૨માં વડોદરા ખાતે સ્ટુડિયોની સ્થાપના કરવામાં આવી. ૧૯૮૧-૧૯૮૨ના સમયગાળામાં ૩૯ ચલચિત્રોનું નિર્માણ થયું અને નાણાકીય સહાય દ્વારા નિર્માતાઓને સહાય કરવાની રાજ્ય સરકારની નીતિ પર તેને આ ગાળામાં રુ. આઠ કરોડનો ખર્ચ થયો. જે નિર્માતાઓ ચલચિત્રો પૂર્ણ રીતે નિર્મિત કરે તેમના માટે મનોરંજન વેરામાં રુ ૩,૦૦,૦૦૦ની છૂટ જાહેર કરવામાં આવી. આ નીતિઓને કારણે સિનેજગતમાં આર્થિક લાભ મેળવવા માટે એવા લોકોએ ભાગ લેવાનું શરુ કર્યું જેમને તકનિકી જાણકારીનો અને કલાકારીની કળાનું કોઈ જ્ઞાન નહોતું અને તેને કારણે ગુજરાતી ચલચિત્રોની ગુણવત્તામાં ઘટાડો થયો. ૧૯૭૩ બાદ દેવી-દેવતાઓ અને ડાકુઓને કેન્દ્રમાં રાખતા ચલચિત્રો મોટી સંખ્યામાં નિર્માણ પામ્યા. ૧૯૮૦માં નાણાકીય સહાયમાં ૭૦% જેટલો ઘટાડો કરવામાં આવ્યો અને અન્ય ૩૦% સહાય ચલચિત્ર નિર્માતાઓને અન્ય પદ્ધતિઓ દ્વારા સહાય તરીકે આપવામાં આવી.

ગોવિંદ સરૈયા દ્વારા દિગ્દર્શિત ચલચિત્ર ગુણસુંદરીનો ઘરસંસાર (૧૯૭૨)ને ૨૦મા રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કાર દરમિયાન શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રનો રાષ્ટ્રિય પુરસ્કાર એનાયત થયો.[૨૦] ફિરોઝ સરકાર દિગ્દર્શિત ચલચિત્ર જનમટીપ (૧૯૭૩)ને ઇશ્વર પેટલીકર રચિત તે જ નામની નવલકથા પરથી બનાવાયું હતું. કાન્તિ મડિયાએ વિનોદિની નીલકંઠની નવલિકા દરિયાવ દિલ પર આધારિત ચલચિત્ર કાશી નો દિકરો (૧૯૭૯) બનાવ્યું. ૧૯૬૯થી ૧૯૮૪ના ગાળામાં બાબુભાઈ મિસ્ત્રીએ આશરે ૧૨ ચલચિત્રોનું દિગ્દર્શન કર્યું. દિનેશ રાવલ એ ૨૬ સફળ ચલચિત્રોનું દિગ્દર્શન કર્યું જેમાં મેના ગુજરાતી (૧૯૭૫), અમર દેવીદાસ (૧૯૮૧) અને સંત રોહિદાસ (૧૯૮૨) સામેલ છે. અભિનેતા-દિગ્દર્શક કૃષ્ણ કાંત જેઓ કેકેના હુલામણા નામે જાણીતા હતા, તેમણે આશરે ડઝનેક ગુજરાતી ચલચિત્રોનું દિગ્દર્શન કર્યું જેમાં કુળવધુ (૧૯૭૭), ઘરસંસાર (૧૯૭૮), વિસામો (૧૯૭૮) અને જોગ સંજોગ (૧૯૮૦) સામેલ છે. આ ચલચિત્રો લોકપ્રિયતા મેળવવા સાથે સાથે વિવેચાત્મક દૃષ્ટિએ પણ શ્રેષ્ઠ ગણાયાં. કેકે ગુજરાતી સિવાય હિંદી સિનેજગત અને બંગાળી ભાષાના સિનેમામાં પણ લાંબી અને સફળ કારકિર્દી ધરાવતા હતા. મેહુલ કુમારે ઘણી સફળ ચલચિત્રોનું દિગ્દર્શન કર્યું જેમાં જનમ જનમના સાથી (૧૯૭૭), માં વિના સુનો સંસાર (૧૯૮૨), ઢોલામારુ (૧૯૮૩) અને મેરુ માલણ (૧૯૮૫) સામેલ છે. ૧૯૭૧માં પ્રદર્શિત અને રવિન્દ્ર દવે દિગ્દર્શિત ચલચિત્ર જેસલ તોરલ ગુજરાતી સિનેમાની સૌથી સફળ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. ૧૯૭૫માં બનેલી ચંદ્રકાંત સાંગાણી દ્વારા દિગ્દર્શિત, તાના અને રીરીની ગુજરાતી લોકકથા પર આધારિત ફિલ્મ ‘તાનારીરી’ એ અકબરના જીવનનું અન્ય પાસું પ્રગટ કરે છે જે સામાન્ય રીતે એક સૌમ્ય રાજા સ્વરૂપે દર્શાવેલું હોય છે. તેમણે હરજી લવજી દામાણી રચિત નવલકથા વણઝારી વાવ પર આધારિત ચલચિત્ર કરિયાવર (૧૯૭૭)નું પણ દિગ્દર્શન કર્યું હતું. ગિરિશ મનુકાંત દિગ્દર્શિત સોનબાઇની ચૂંદડી (૧૯૭૬) એ ગુજરાતી સિનેમાની સૌપ્રથમ સિનેમાસ્કોપ તકનિક ધરાવતી ફિલ્મ હતી. ઝવેરચંદ મેઘાણીની નવલકથા માણસાઇના દીવા પર આધારિત તે જ નામના ચલચિત્રનું દિગ્દર્શન ગોવિંદ સરૈયા દ્વારા ૧૯૮૪માં કરવામાં આવ્યું હતું. સુભાષ શાહે ઘણા લોકપ્રિય ચલચિત્રોનું દિગ્દર્શન કર્યું જેમાં લોહી ભીની ચુંદડી (૧૯૮૬), પ્રેમ બંધન (૧૯૯૧), ઊંચી મેડીના ઊંચા મોલ (૧૯૯૬), પ્રભાવની પ્રીત (૧૯૯૭) અને મહીસાગરનાં મોતી (૧૯૯૮) સામેલ છે.

૧૯૭૩થી ૧૯૮૭ના સમયગાળા દરમિયાન અરુણ ભટ્ટ દ્વારા હિદી સિનેમાના નિર્માણની ગુણવત્તા સાથે સરખાવી શકાય તેવા ઘણા ગુજરાતી ચલચિત્રોનું નિર્માણ કર્યું. તેમણે શહેરી પશ્ચાદભૂ સાથેના ચલચિત્રોનું પણ નિર્માણ કર્યું જેમાં મોટા ઘરની વહુ, લોહીની સગાઈ (૧૯૮૦) જે ઈશ્વર પેટલીકરની નવલ પર આધારિત છે, પારકી થાપણ, શેતળ તારા ઊંડા પાણી (૧૯૮૬) સામેલ છે જે લોકપ્રિય હોવા સાથે વિવેચનાત્મક દૃષ્ટિએ પણ સફળ મનાય છે. ૧૯૮૦ના દાયકાની શરુઆતે તેમના દ્વારા નિર્મિત ચલચિત્ર પૂજાનાં ફૂલને ગુજરાત સરકાર દ્વાર શ્રેષ્ઠ ચલચિત્રનો પુરસ્કાર આપવામાં આવ્યો અને તેને દૂરદર્શન પર પુરસ્કૃત પ્રાદેશિક ચલચિત્ર માટેના સમયખંડમાં પ્રદર્શિત કરવામાં આવી.

૧૯૮૦માં રાષ્ટ્રિય ચલચિત્ર વિકાસ નિગમ, સંચાર ફિલ્મ સોસાયટી અને અમદાવાદ જિલ્લા બેંક દ્વારા નિર્મિત અને કેતન મહેતા દિગ્દર્શિત ફિલ્મ ભવની ભવાઈ ઉત્કૃષ્ટ અભિનય, છાયાચિત્રણ માટે વખણાઈ હતી. આ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મ માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર અને સર્વશ્રેષ્ઠ કલા નિર્દેશન માટે મીરા લાખીયાને પુરસ્કાર મળ્યો. આ સિવાય તેને ફ્રાન્સના નેન્ટ્સ ફેસ્ટીવલમાં ઈનામ મળ્યું હતું. તે લોકમંચ પર પ્રદર્શિત ભવાઈ નહોતી પણ ચલચિત્રમાં તેના ઘણા સંસ્કારોને વણી લેવામાં આવ્યા હતા. પરવેઝ મેરવાનજી દ્વારા દિગ્દર્શિત પારસી ગુજરાતી ચલચિત્ર પર્સિ (૧૯૮૯)ને ૩૭મા રાષ્ટ્રિય ચલચિત્ર પુરસ્કાર દરમિયાન શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રનો પુરસ્કાર એનાયત થયો હતો.૧૯૯૨ની સંજીવ શાહ દિગ્દર્શીત ફિલ્મ હું હુંશી હુંશીલાલ એક અનુ-આધુનિક ફિલ્મ હતી. તે તત્કાલીન રાજકીય વાતાવરણથી પ્રેરિત દૃષ્ટાંતકથા સ્વરુપનું ચલચિત્ર હતું. ૧૯૯૮માં ગોવિંદભાઈ પટેલ દિગ્દર્શિત ચલચિત્ર દેશ રે જોયા દાદા પરદેશ જોયા ખૂબ સફળ રહી અને તેણે ગુજરાતી સિનેમામાં સૌથી વધુ આશરે ₹ ૨૨ કરોડનો વકરો કર્યો. તેને આશરે ૧.૫ કરોડ દર્શકોએ જોઈ. વિપુલ અમૃતલાલ શાહ એ ૧૯૯૯માં દરિયા છોરુનું દિગ્દર્શન કર્યું. ૧૯૯૦ના દાયકાની અન્ય સફળ ચલચિત્રોમાં માનવીની ભવાઇ (૧૯૯૩), ઊંચી મેડીના ઊંચા મોલ (૧૯૯૭) અને પાન લીલું ને રંગ રાતો (૧૯૯૯) સામેલ છે.

ઉપેન્દ્ર ત્રિવેદી ને સૌથી સફળ અભિનેતા અને નિર્માતા માનવામાં આવે છે.[૧૦][૨૫] મનુભાઈ પંચોળી સર્જિત મહાનવલ ઝેર તો પીધા છે જાણી જાણી પર તે જ નામના ચલચિત્રનું નિર્માણ ૧૯૭૨માં કર્યું. તેમણે પન્નાલાલ પટેલની નવલકથા માનવીની ભવાઇ પર તે જ નામના ચલચિત્રમાં સફળ નિર્માણ, દિગ્દર્શન અને અભિનય કર્યો.આ ચલચિત્રને બહોળી લોકપ્રિયતા મળી અને તેને ૪૧મા રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રનો પુરસ્કાર એનાયત થયો. અરવિંદ ત્રિવેદી, મહેશ કનોડિયા, નરેશ કનોડિયા,[૨૮] રાજેન્દ્ર કુમાર, અસરાની, કિરણ કુમાર અને હિતેન કુમાર દ્વારા સિનેજગતમાં લાંબી અને સફળ કારકિર્દી અપાઈ.[૧૦] રમેશ મહેતા અને પી. ખરસાણીને તેમના હાસ્યસભર પાત્રાભિનય માટે જાણવામાં આવે છે. લોકપ્રિય ગુજરાતી અભિનેત્રીઓમાં મલ્લિકા સારાભાઈ, રીતા ભાદુરી, અરુણા ઇરાની, જયશ્રી, બિંદુ, આશા પારેખ અને સ્નેહલતા સામેલ છે

ગુજરાતી સિનેમાના મુખ્ય સંગીતકારોમાં અવિનાશ વ્યાસનો સમાવેશ થાય છે, તેમણે ૧૬૮ ગુજરાતી ચલચિત્રો અને ૬૧ હિંદી ચલચિત્રો માટે સંગીતનું સર્જન કર્યું.તેમના પુત્ર ગૌરાંગ વ્યાસ પણ સંગીતકાર છે અને તેમણે ભવની ભવાઈ ચલચિત્ર માટે સંગીત આપ્યું છે. મહેશ-નરેશની જોડીએ અનેક ગુજરાતી ચલચિત્રોમાં સંગીત આપ્યું જેમાં તાનારીરી પણ સામેલ છે. અન્ય નોંધપાત્ર સંગીતકાર અજીત મરચન્ટ હતા.

૧૯૮૧ સુધીમાં આશરે ૩૬૮ ગુજરાતી ચલચિત્રો અને ૩,૫૬૨ ટૂંકા ગુજરાતી ચલચિત્રોનું નિર્માણ કરવામાં આવ્યું.[૩૦] ૧૯૯૮માં ગુજરાતી ચલચિત્રોના પ્રચાર પ્રસાર માટે ઉભી કરાયેલ સંસ્થા ગુજરાત ચલચિત્ર વિકાસ નિગમને બંધ કરી દેવાયું.

બદલતા સમય અને તકનિકો સાથે જરુરી ફેરફારના અભાવ, વસ્તી વિષયક ફેરફારો અને નાણાકીય રોકાણ પાછું મેળવી અને નફા તરફના ઝુકાવને કારણે ચલચિત્રોની ગુણવત્તામાં ઘટાડો થયો. નબળી ગુણવત્તા ધરાવતા ઓછા ખર્ચ સાથે ગ્રામ્ય વિસ્તારના દર્શકોને ધ્યાનમાં રાખી અને ચલચિત્રોનું નિર્માણ થવા લાગ્યું, જ્યારે હિંદી ભાષાની સમજણ ધરાવતા શહેરી દર્શકો વધુ સારી ગુણવત્તા ધરાવતા ટેલિવિઝન કાર્યક્રમો અને બોલીવુડ ચલચિત્રો તરફ વળી ગયા.

પુનરુત્થાન (૨૦૦૧- હાલ સુધી

૨૦૦૦ના દાયકાના શરુઆતના વર્ષોમાં પ્રતિવર્ષ ૨૦ કરતાં ઓછા ચલચિત્રોનું નિર્માણ કરવામાં આવ્યું.[૯] ૨૦૦૫માં ગુજરાત સરકારે તમામ દર્શકો માટેના (યુ પ્રમાણપત્ર ધારક) ગુજરાતી ચલચિત્રોને મનોરંજન કરમાં ૧૦૦% રાહત, વયસ્ક પ્રમાણપત્ર ધારક ચલચિત્રો માટે ૨૦% રાહત[૩૧] અને દરેક ચલચિત્રને ₹ પાંચ લાખની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી.[૭][૩૨][૩૩][૩૪][૩૫] ૨૦૦૫ બાદ કરમાં રાહત અને ઉત્તર ગુજરાતના અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય દર્શકોમાં ગુજરાતી ચલચિત્રોની લોકપ્રિયમાં વધારો થવાના કારણે ચલચિત્રોના નિર્માણમાં વધારો થયો. માંગમાં વધારો થવાના મુખ્ય કારણોમાં શ્રમિક વર્ગમાં સ્થાનિક સંગીત અને બોલીની શૈલી ધરાવતા ચલચિત્રોની લોકપ્રિયતા હતી અને આ ચલચિત્રો મોટા ભાગે એક જ પડદો ધરાવતા સિનેમા ઘરોમાં પ્રદર્શિત કરવામાં આવતા હતા. ૨૦૦૯ અને ૨૦૧૦ના વર્ષમાં પ્રત્યેક વર્ષે ૬૦ કરતા વધુ ચલચિત્રોનું નિર્માણ કરવામાં આવ્યું. ૨૦૧૨માં ગુજરાતી સિનેમા જગત દ્વારા વિક્રમી ૭૨ ચલચિત્રોનું નિર્માણ કરવામાં આવ્યું.[૧૦] અભિનેતા હિતેન કુમાર તારાંકિત અને જશવંત ગંગાણી દિગ્દર્શિત ચલચિત્ર મૈયરમાં મનડું નથી લાગતું (૨૦૦૧) ખૂબ લોકપ્રિય રહી. તે ચલચિત્રનો ઉત્તરાર્ધ ૨૦૦૮માં પ્રદર્શિત કરવામાં આવ્યો. ગામમાં પિયરિયું ને ગામમાં સાસરિયું (૨૦૦૫) અને મુઠી ઉંચેરો માણસ (૨૦૦૬) ચલચિત્રો પણ લોકપ્રિય રહ્યાં. ગોવિંદભાઈ પટેલ દિગ્દર્શિત ચલચિત્ર ઢોલી તારો ઢોલ વાગે (૨૦૦૮)નું નિર્માણ રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. વિક્રમ ઠાકોર દ્વારા ઘણા ચલચિત્રોમાં અભિનય આપવામાં આવ્યો જેમાં એકવાર પિયુને મળવા આવજે (૨૦૦૬) સામેલ છે. તેના ગ્રામ્ય દર્શકો માટે બનેલાં છ ચલચિત્રોએ કુલ ₹૩ કરોડનો વકરો કર્યો. વિવિધ માધ્યમો અનુસાર વિક્રમ ઠાકોરને ગુજરાતી સિનેમાના ટોચના અભિનેતા તરીકે ઓળખવામાં આવે છે.[૨][૧૦] હિતેન કુમાર, ચંદન રાઠોડ હિતુ કનોડિયા, મમતા સોની, રોમા માણેક અને મોના થીબા ગ્રામ્ય દર્શકોમાં લોકપ્રિયતા ધરાવતા કલાકારો છે.

૨૦૦૮માં પ્રદર્શિત અને આશિષ કક્કડ દ્વારા દિગ્દર્શિત ચલચિત્ર બેટર હાફ (૨૦૦૮) વ્યાવસાયિક દૃષ્ટિએ નિષ્ફળ રહી પરંતુ તેણે વિવેચકો અને શહેરી દર્શકોનું ધ્યાન આકર્ષિત કર્યું. ૧૬મિમિમાં છાયાંકન પામનાર અને મલ્ટિપ્લેક્ષમાં પ્રદર્શિત થનાર આ પ્રથમ ગુજરાતી ચલચિત્ર હતું.[૯] ૨૦૦૯માં “લીટલ ઝીઝો”, નામની હિંદી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં બનેલી ફિલ્મ, જેનું પટકથા લેખન અને દિગ્દર્શન સૂની તારાપોરવાલાએ કર્યું હતું, તેને ૫૬ રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કાર દરમિયાન પરિવાર કલ્યાણ માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર ’રજત કમળ’ મળ્યો હતો. દેવાંગ પટેલને તારાંકિત કરતાં ચલચિત્રો મુરતિયો નં ૧ (૨૦૦૫) અને વનેચંદનો વરઘોડો ખર્ચાળ ચલચિત્રો હતા પરંતુ તેમની આવક ઓછી રહી. બોલતા ચલચિત્રોની શરુઆત પછી ૧,૦૦૦ ચલચિત્રો નિર્માણ કરવાનું સીમાચિહ્ન ગુજરાતી સિનેમાએ ઓગષ્ટ ૨૦૧૧માં મેળવ્યું.[૪૧] વીર હમીરજી (૨૦૧૨) એક ઐતિહાસિક ચલચિત્ર હતું અને તેને ઑસ્કાર પુરસ્કારની ભારતીય ફિલ્મની યાદીમાં સમાવવામાં આવ્યું હતું.[૪૨] જ્ઞાન કોરિયા દ્વારા દિગ્દર્શિત ધ ગુડ રોડ (૨૦૧૩)ને ૬૦મા રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કાર દરમિયાન શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રનો પુરસ્કાર મળ્યો અને પાછળથી તે ઑસ્કાર પુરસ્કાર સમારોહ ખાતે વિદેશી ભાષાના ચલચિત્રોની શ્રેણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ ઓક્ટોબર ૨૦૧૩માં યોજાયેલ ભારતીય ફિલ્મ મહોત્સવ દરમિયાન તેને નિર્ણાયકો તરફથી અપાતો શ્રેષ્ઠ ચલચિત્રનો પુરસ્કાર એનાયત થયો.

અભિષેક જૈન દિગ્દર્શિત ચલચિત્રો કેવી રીતે જઈશ? (૨૦૧૨) અને બે યાર (૨૦૧૪) વ્યાવાસિયક અને વિવેચનાત્મક દૃષ્ટિએ સફળ રહ્યા અને તેણે શહેરી દર્શકોને ગુજરાતી સિનેમા તરફ ખેંચ્યા.[૪૭] કેવી રીતે જઈશ અને બે યાર; આ બંને ચલચિત્રો સિનેમાગૃહોમાં અનુક્રમે સોળ અને પચાસ અઠવાડિયાં સુધી પ્રદર્શિત થયા અને તે સમગ્ર વિશ્વમાં પ્રદર્શિત કરવામાં આવ્યા.
આ ચલચિત્રોની સફળતાએ ગુજરાતી સિનેમા તરફ નવા અભિનેતાઓ, દિગ્દર્શકો અને નિર્માતાઓને દોર્યા અને તેને કારણે ગુજરાતી ચલચિત્રોના નિર્માણમાં ઉછાળો આવ્યો. ડિજિટલ તકનિક અને સોશ્યલ માધ્યમોને કારણે સિનેજગતને તેની પહોંચ વધારવામાં લાભ મળ્યો સિદ્ધાર્થ રાંદેરીયા તારાંકિત ગુજ્જુભાઈ ધ ગ્રેટ અને છેલ્લો દિવસ ચલચિત્રોને ૨૦૧૫ના સફળ ચલચિત્રો તરીકે જાહેર કરવામાં આવ્યા. ગુજરાતી ચલચિત્રોની આવક ૨૦૧૪માં ₹ ૭ કરોડથી વધી અને ૨૦૧૫માં ₹ ૫૫ કરોડ થઈ ગઈ.૨૦૧૪ અને ૨૦૧૫ ના વર્ષોમાં અનુક્રમે કુલ ૬૫ અને ૬૮ ચલચિત્રોનું નિર્માણ કરવામાં આવ્યું. ગુજરાતી ચલચિત્રોને પ્રદર્શિત કરનાર પડદાની સંખ્યામાં ૨૦૧૧ના ૨૦/૨૫થી વધી અને ૨૦૧૫માં ૧૫૦/૧૬૦ જેટલો વધારો નોંધાયો.

ઓગષ્ટ ૨૦૧૩માં ગુજરાતી ચલચિત્રોને અપાતી આર્થિક સહાયને ગુજરાત સરકારે બંધ કરી દીધી. ત્રણ વર્ષ બાદ, ફેબ્રુઆરી ૨૦૧૬માં સહાય માટે નવી નીતિની જાહેરાત કરવામાં આવી જેમાં ચલચિત્રોની ગુણવત્તા ઉપર ધ્યાન આપવામાં આવ્યું. તકનિકી પાસાઓ, નિર્માણની ગુણવત્તા, ચલચિત્રના ભાગો અને વ્યાવાસાયિક સફળતા અનુસાર ચલચિત્રોને ચાર શ્રેણી ‘એ’ થી ‘ડી’માં વહેંચવામાં આવ્યા. નિર્માતાઓને ‘એ’ શ્રેણી માટે ₹ ૫૦ લાખ, ‘બી’ શ્રેણી માટે ₹ ૨૫ લાખ, ‘સી’ શ્રેણી માટે ₹ ૧૦ લાખ અને ‘ડી’ શ્રેણી માટે ₹ ૫ લાખની સહાય અથવા નિર્માણનો ૭૫% ખર્ચ બંન્નેમાંથી જે ઓછું હોય તે આપવા જાહેરાત કરાઈ. ચલચિત્ર મહોત્સવો અને પુરસ્કાર સમારંભોમાં ચલચિત્રના પ્રદર્શન અનુસાર વધારાના ફાયદા પણ નિર્માતા મેળવી શકે તેની પણ જોગવાઈ કરવામાં આવી. મલ્ટિપ્લેક્ષ સંગઠનને પણ પ્રત્યેક વર્ષમાં ગુજરાતી ચલચિત્રોના ૪૯ પ્રદર્શન કરવા આદેશ આપવામાં આવ્યો.
જુલાઈ ૨૦૧૭માં ગુડ્સ અને સર્વિક કર લાગુ થતાં ગુજરાતી ચલચિત્રોને અપાતી મનોરંજન કરમાં રાહતનો અંત આવી ગયો.

૬૪મા અને ૬૫મા રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કારો દરમિયાન અનુક્રમે રોંગ સાઈડ રાજુ (૨૦૧૬) અને ઢ (૨૦૧૭) ચલચિત્રોને શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રોનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.[૬૦][૬૧] શુભ આરંભ (૨૦૧૬), કેરી ઑન કેસર (૨૦૧૭), કરસનદાસ પૅ ઍન્ડ યુઝ (૨૦૧૭), લવની ભવાઇ (૨૦૧૭)[૬૨] ચાલ મન જીતવા જઈએ (૨૦૧૭) જેવાં ચલચિત્રોએ ગુજરાતી સિનેમાના પુનરુત્થાનમાં નોંધપાત્ર ફાળો આપ્યો.

૨૦૧૮માં રાહુલ ભોલે અને વિનીત કનોજીયા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ રેવા એ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવ્યો. હેલ્લારો એ ૬૬ મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ ફીચર (feature) ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ જીત્યો હતો.[ ચલ જીવી લઇએ (૨૦૧૯) અંદાજિત ₹૫૨.૧૪ crore (US$૬.૮ million)ની આવક સાથે ૨૦૧૯નું સૌથી સફળ ચલચિત્ર રહ્યું હતું.

વિષયો

ગુજરાતી ફિલ્મો મોટે ભાગે માનવીય કે સામાજિક ભાવનાઓ દ્વારા વણાયેલી હોય છે. આમાં પારિવારિક સંબંધો, માનવ્ચ મનની ઈચ્છાઓ અને સમાજ જીવન સંબંધી વિષયવસ્તુ હોય છે. ગુજરાતી સિનેમાના શરુઆતના વર્ષોમાં પૌરાણિક વિષયો અને દંતકથાઓ પર આધારિત ચલચિત્રોનું મોટી સંખ્યામાં નિર્માણ કરવામાં આવ્યું. ગુજરાતના લોકપ્રિય સંતો અને “સતી”ઓ જેવાં કે નરસિંહ મહેતા અને ગંગાસતી પર પણ ચલચિત્રોનું નિર્માણ થયું. આ ચલચિત્રો આ પ્રકારના વિષયોની જાણકારી ધરાવતા ગ્રામ્ય દર્શકોને લક્ષમાં રાખીને બનાવાતા હતા. શરુઆતના ચલચિત્ર નિર્માતાઓએ સામાજિક સુધારના વિષય પર પણ નિર્માણ કર્યાં હતા. પરિવાર જીવન અને લજ્ઞજીવન પર આધારિત ચલચિત્રો જેવાંકે ગુણસુંદરી અને કરિયાવર નોંધપાત્ર ગણી શકાય. ૪૦ અને ૫૦ના દાયકાઓમાં ઐતિહાસિક, સામાજિક અને ધાર્મિક વિષયો મુખ્ય રહ્યા. ઘણાં ગુજરાતી ચલચિત્રો જેવાં કે કાશીનો દીકરો ગુજરાતી નવલકથા પરથી બનાવવામાં આવ્યા. ૭૦ના દાયકામાં ફરી સંત અને સતિના વિષયો મુખ્ય રહ્યા. ૮૦ અને ૯૦ના દાયકાઓમાં ગુજરાતી સિનેમા પર હિંદી સિનેમાની અસર થઈ અને રોમાંચક વિષયો પર ચલચિત્રોનું નિર્માણ થયું. ૨૦૦૦ના દાયકાની શરુઆતે ચલચિત્રો મુખ્યત્ત્વે ગ્રામ્ય દર્શકોને ધ્યાનમાં રાખી અને સ્થાનિક કથાનક અને શૈલી પર બન્યાં. ૨૦૦૫ બાદ ગુજરાતી સિનેમાનું પુનરુત્થાન થયું અને શહેરી સંસ્કારો તેમાં ઉમેરવામાં આવ્ હાલના સમયમાં, દર્શકો માટે વધુ પ્રસ્તુત ચલચિત્રોનું નિર્માણ થઈ રહ્યું

સમલૈંગિક અથવા એલજીબીટી સમુદાય પર મેઘધનુષ્ય (૨૦૧૩) પ્રથમ ગુજરાતી ચલચિત્ર છે.

દફતરીકરણ

૧૯૩૨ અને ૨૦૧૧ વચ્ચે આશરે ૧,૦૩૦ ગુજરાતી ચલચિત્રોનું નિર્માણ થયું પરંતુ બહુ થોડાનું દફતરીકરણ થયું છે. નેશનલ ફિલ્મ આર્કાઇવ ઑફ ઇન્ડિયા ખાતે ફક્ત વીસ ગુજરાતી ચલચિત્રો મોજૂદ છે જેમાં બે પારસી-ગુજરાતી ચલચિત્રો, વિજયા મહેતા દિગ્દર્શિત પેશ્તોનેઇ (૧૯૮૭) અને પરવેઝ મેરવાનજી દિગ્દર્શિત પર્સિ (૧૯૮૯) સામેલ છે. ૧૯૩૦ અને ૪૦ ના દાયકાની એકપણ મૂંગી અથવા બોલતી ફિલ્મો સાચવાઇ નથી.

1932 થી શરુ થયેલી આપણી ગુજરાતી ફિલ્મોએ ઘણા ઉતાર ચઢાવ જોયેલા છે . હજારો લોકો આ ક્ષેત્ર સાથે વ્યવસાયિક રીતે જોડાયેલા છે . છેલ્લા બે , ત્રણ વર્ષ થી ગુજરાતી ફિલ્મો એ સારું એવું કાઠું કાઢ્યું છે અને આ ફિલ્મો નવા પ્રેક્ષકો ને સિનેમા સુધી લાવવામાં સફળ રહી છે . પરંતુ હજુ સુધી ગુજરાતી ફિલ્મો સાથે જોડાયેલા લોકો સંગઠિત નથી . નિર્માતાઓના , કલાકારોના , ટેક્નિશ્યનોના લેખકોના પોત પોતાના સંગઠનો છે પરંતુ ઈંડસ્ટ્રી ખુબ નાની હોવાને કારણે તેની સંખ્યા ખુબ નહિવત છે .

આજ વાત ને ગંભીરતા થી લઇ ગુજરાતી ફિલ્મો સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા લોકોએ “ગુજરાતી ફિલ્મ ફ્રેટર્નીટી ” ની રચના કરવાનું બીડું ઝડપ્યું . જેમાં નિર્માતાઓ , દિગ્દર્શકો , લેખકો ,કલાકારો , ટેક્નિશ્યનો , સંગીતકારો , ગાયકો , નૃત્યકારો , સહાયકો , સ્પોટબોય્સ જેવા તમામ લોકોને એક છત્ર નીચે સમાવી લેવાનો ઉમદા વિચાર આ ફ્રેટર્નીટી નો છે . આ માટે આ ફ્રેટર્નીટી ના વિચાર સાથે નીકળેલા કેટલાક નામી લોકો એ મુંબઈ , અમદાવાદ અને રાજકોટ માં રૂબરૂ જઈ આ ફ્રેટર્નીટી વિષે જાણકારી પણ આપેલી છે . ગત રવિવાર, તારીખ 18 જૂન 2017ના અમદાવાદના લો ગાર્ડન સ્થિત ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે ગુજરાતી ફિલ્મ ફ્રેટર્નીટી ની સ્થાપના થઇ હતી.. ઐતિહાસિક અધિવેશન જેવો માહોલ સર્જાયો તે શુભ પ્રસંગે સિન્ટાના વાઇસ પ્રેસિડેન્ટ તથા ગુજરાતી અને હિન્દી ફિલ્મ જગતના સિનિયર કલાકાર એવા શ્રી દર્શનભાઈ જરીવાલા એ ખાસ હાજરી આપી ને શુભેચ્છા પાઠવી હતી તો સાથે-સાથે ગુજરાતી ફિલ્મ “કંકુ” માટે નેશનલ એવોર્ડ મેળવનાર ફિલ્મ જગતના સિનિયર અદાકારા એવા શ્રી પલ્લવીબેન મહેતા એ પણ વિશિષ્ટ હાજરી આપી હતી .

ગુજરાતી ફિલ્મ ફ્રેટર્નીટી સ્થાપના દિન નિમિત્તે ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હજારથી પણ વધુ લોકોએ મુંબઈ, કચ્છ, સૌરાષ્ટ અને અમદાવાદથી ખાસ હાજરી આપી હતી. તા. 18 જૂન 2017ના દિવસે વિધિવત રીતે ” ગુજરાતી ફિલ્મ ફ્રેટર્નીટી ” ની સલાહકાર સમિતિ , કોર કમિટી ઉપરાંત ફિલ્મ ઈંડસ્ટ્રી ના વિવિધ વિભાગો ની સમિતિ અને તેના હોદ્દેદારો નક્કી કરવામાં આવ્યા . આ કમિટીમાં હેતલ ઠક્કરની પ્રેસિડેન્ટ, અરવિંદ વેગડાની એક્સઝીક્યુટીવ પ્રેસિડેન્ટ તથા અભિલાષ ઘોડાની જનરલ સેક્રેટરી ના પદ
પર બિરાજ્યા હતા

લેખિકા દેસાઈ માનસી શાસ્ત્રી અનેરી

Related

Tags: Gujarati moviesHistoryગુજરાતી ફિલ્મોનો ઈતિહાસ
SendShare43Tweet27Scan
ADVERTISEMENT
Previous Post

નવરાત્રિ ~ એક સ્ત્રીના જીવનની નવ અવસ્થા

Next Post

એક વાર બોલું કે બે વાર બોલું કે

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
એક વાર બોલું કે બે વાર બોલું કે

એક વાર બોલું કે બે વાર બોલું કે

એ રાવણ બળે

એ રાવણ બળે

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

મહામાયા શ્રી મેલડી માતાજી

મહામાયા શ્રી મેલડી માતાજી

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT


We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.