કેન્દ્ર સરકારે ગૃડ્ઝ એન્ડ ટેક્સ (GST)માં 2019-20ના વર્ષ માટેના વાર્ષિક રિટર્ન- GSTR-9 અને ઓડીટ રીપોર્ટ GSTR-9 Cની મુદતમાં એક મહિનાનો વધારો કર્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન ડાયરેક્ટ ટેક્સીસ અને કસ્ટમ (CBIC) દ્વારા 2019-20ના વર્ષ માટે GSTR-9, GSTR- C ફાઈલિંગ માટેની મુદત તા. 31 માર્ચ 2021 સુધી લંબાવવાને કારણે વેપારી-કરદાતાઓને રાહત થઈ છે.
હાલ આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ સહિતના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ હોવાને પગલે આચાર સંહિતા અમલી હોવાથી ચૂંટણી પંચની મંજૂરી મેળવીને CBIC દ્વારા ઉપર્યુક્ત મુદત વધારો કરવામાં આવ્યો છે. GSTR-9, GSTR-9 C ફાઈલિંગની મુદત તા. 28 ફેબ્રુઆરી, 2021ના રોજ પુરી થતી હતી.
કોવિડ-19ના રોગચાળાને કારણે સર્જાયેલી પરિસ્થિતિને કારણે તા. 28 ફેબ્રુઆરી સુધીમાં GSTR-9, GSTR-9 C ફાઈલ કરવામાં ભારે મુસ્કેલી પડે તેમ હોવાથી વેપારી સંગઠનો, ધી સેલ્સ ટેક્સ બાર એસોસિએશન સહિત વિવિધ સંગઠનો દ્વારા કરાયેલી રજૂઆતોને દ્યાનમાં લઈને CBICએ આ મુદતમાં એક મહિનાનો વધારો કર્યો છે.
વેપારીઓએ ઈન્કમટેક્સ ઓડીટ રીપોર્ટ સુપરત કરવા તા. 31 જાન્યુઆરી 2021, ROCની જોગવાઈઓનું તા. 15 ફેબ્રુઆરી, 2021 સુધીમાં પાલન કરીને ડોક્યુમેન્ટ સુપરત કરવા સહિતના કારણોસર કરદાકાઓ માટે તા. 28 ફેબ્રુઆરી સુધીમાં GSTR-9, GSTR-9 C ફાઈલ કરવાનું શક્ય નહોતું.
VR Sunil Gohil


















































