ગરમીમાં કયા કપડા પહેરવા એ સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે. આ ગરમીમાં શરીરને ઠંડક મળે એ ટાઇપના કપડા પહેરવાથી ગરમી ઓછી લાગે છે અને તમે રિલેક્સ પણ ફીલ કરો છો. આમ, જોવા જઇએ તો 10 વર્ષ પછી પાછી મીની સ્કર્ટની ફેશન રિપીટ થઇ છે. તમે સમરમાં આ ટ્રાય કરો છો તો તમને ગરમી ઓછી લાગે છે અને તમે રિલેક્સ રહો છો. હાલમાં ગરમીમાં મિની સ્કર્ટ ખૂબ ટ્રેન્ડમાં છે. તો જાણો તમે પણ મિની સ્કર્ટ વીયર કરવાની કેટલીક આ ખાસ ટિપ્સ વિશે….

- ડેનિમમાં તમે શ્રદ્ધાની કપૂરની જેમ મિની સ્કર્ટ ટ્રાય કરી શકો છો. જો તમે આ આઇડિયા લેવા ઇચ્છો છો તો તમને ગુગલ પરથી પણ સારા આઇડિયા મળી શકે છે.
- હાલમાં મિની સ્કર્ટમાં યલો રંગ ખૂબ ટ્રેન્ડમાં છે. તમે મિની સ્કર્ટમાં યલો કલર ચોઇસ કરો છો તો અને પછી પહેરીને બહાર નિકળો છો તો તમારો વટ પડી જાય છે.
- મિની સ્કર્ટમાં તમે રેડ કલર પણ ટ્રાય કરી શકો છો. આ રેડ કલરના સ્કર્ટ સાથે તમે વ્હાઇટ શર્ટ ટ્રાય કરો છો તો એકદમ મસ્ત લાગે છે. આ સાથે જ તમે આ ટાઇપના કપડા પહેરીને બહાર નિકળો છો તો લોકો તમારી સામે જોતા રહી જશે. રેડ અથવા બ્લેક કલર પણ મિની સ્કર્ટમાં સારા લાગે છે.
- આ સાથે જ તમે સ્કર્ટ અને ટીશર્ટ શેમ કલરની પણ પહેરી શકો છો. ડેસિંગ સેન્સ પણ ખૂબ ફેમસ છે. તમે ગરમીમાં નોરાની જેમ લાઇટ કલરના મિની સ્કર્ટ પહેરો છો તો તમારો વટ પડી જાય છે.
- આ સાથે જ તમે ફુલ સ્લીવ ટી-શર્ટની સાથે ડેનિમ સ્કર્ટ પણ ટ્રાય કરી શકો છો.


















































