દરેક છોકરીની ઇચ્છા હોય છે કે એ લગ્ન કે પાર્ટીમાં સૌથી મસ્ત લાગે. સ્માર્ટ દેખાવા માટે જ્વેલરીએ મહત્વનો ભાગ ભજવે છે. સમય-સમયની સાથે જ્વેલરીનો ટ્રેન્ડ બદલાતો જાય છે, પરંતુ પર્લ જ્વેલરી હંમેશા ટ્રેન્ડમાં રહેતી હોય છે. આ જ્વેલરી કોઇ પણ ડ્રેસ સાથે પરફેક્ટ મેચ થાય છે. આ જ્વેલરી તમે લોન્ગ સ્કર્ટ, લોન્ગ ડ્રેસ, લહેંગા કે પછી સાડી એમ કોઇ પણ સાથે તમે આને કેરી કરી શકો છો. બોલિવૂડ એક્ટ્રેસની આ પહેલી પસંદ છે. તો જાણો તમે પણ આ પર્લ જ્વેલરી વિશે..
- મોટાભાગે તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે બોલિવૂડ ક્વીન કંગના રનૌત તમને મોટાભાગે પર્લ જ્વેલરીમાં જોવા મળશે. સિલ્કની સાડીની સાથે પર્લ ચોકર નેકપીસ પહેરીને તમે બહાર નિકળો છો તો તમારો વટ પડી જાય છે. સ્ટોન વર્કનો નેકલેસ તમને બહુ મસ્ત લાગે છે.
- લેયર્ડ પર્લ નેકલેસ દરેક વ્યક્તિને બહુ જ મસ્ત લાગે છે. આ તમને ઇન્ડિયન લુકની સાથે-સાથે વેસ્ટર્ન લુકમાં પણ પર્લ જ્વેલરી મસ્ત લાગે છે. આ નેકલેસ તમને મસ્ત લુક આપે છે.
- તમે કોઇ પણ પાર્ટીમાં મલ્ટી લેયર્ડ પર્લ નેકલેસ કેરી કરી શકો છો. રાની મુખર્જીના ફોટામાંથી તમે આ આઇડિયા લઇ શકો છો.
- ફેશન ક્વીન સોનમ કપૂર પાસેથી પણ તમે આ આઇડિયા લઇ શકો છો. બ્લેક કલરના ડીપ નેક ગાઉનની સાથે તમે પર્લ ચોકર પહેરો છો તો તમારી પર બહુ જ મસ્ત લાગે છે. આ ચોકર તમારી પર્સનાલિટીમાં વધારો કરે છે.
- પર્લ નેકલેસ તમે સાડી પર પણ પહેરો છો તો બહુ મસ્ત લાગે છે. રેડ કલર ફ્રિલ ગાઉનની સાથે તમે પર્લ નેકપીસ કેરી કરો છો તો બહુ જ મસ્ત લાગે છે.


















































