કેનેડાએ ભારત અને પાકિસ્તાનમાં કોવિડ-૧૯ના વધી રહેલા કેસોને જોતાં આ દેશોની પ્રવાસી ફ્લાઇટ્સ પર ૩૦ દિવસ માટે મનાઇ ફરમાવી છે. આ પ્રતિબંધ ગુરૂવારથી અમલી બનશે.
શુક્રવારથી બ્રિટનમાં પણ ભારતીયોના પ્રવેશ સામે રેડ લિસ્ટ પ્રતિબંધ શુક્રવારથી શરૂ થઇ ચુક્યો છે. દિલ્હીથી સ્વદેશ પાછા ફરી રહેલા બ્રિટિશ કે આઇરીશ નાગરિકો પણ ૧૦ દિવસ સુધી હોટલમાં ક્વોરેન્ટાઇન રહેશે.
બીજી તરફ દુબઇ, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, ઓમાન, હોંગકોંગ, ફ્રાન્સે પણ ભારતની ફ્લાઇટ સામે પ્રતિબંધ ફરમાવ્યો છે. અમેરિકા અને ઇઝરાયલે ભારતથી આવતા પ્રવાસી માટે એડવાઇઝરી જારી કરી છે.
ભારતથી સિંગાપુર પહોંચેલા પ્રવાસીઓએ ૧૪ દિવસ ક્વોરેન્ટાઇન રહેવા ઉપરાંત સાત દિવસ સુધી ઘરમાં જ રહેવું પડશે. વાયા ભારત દુબઇ પહોંચનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીને પણ દુબઇમાં પ્રવેશની મંજૂરી નથી. ૨૫ એપ્રિલથી ૧૦ દિવસ માટે પ્રતિબંધ અમલી રહેશે. ૧૪ દિવસ બીજા દેશમાં પસાર કરી ચુકેલા પ્રવાસીઓને દુબઇ આવવા મંજૂરી નથી.
ન્યૂઝિલેન્ડ પહેલો દેશ છે કે જેણે ન્યૂઝિલેન્ડથી ભારત આવતી ફ્લાઇટ સસ્પેન્ડ કરી છે. ન્યૂઝિલેન્ડના ભારત આવેલા પ્રવાસી પણ ૧૧ થી ૨૮ એપ્રિલ વચ્ચે પાછા નહીં ફરી શકે. હોંગકોંગે ભારત આવતી જતી ફ્લાઇટ ૩ મે સુધી રદ કરી છે. આ મહિને પહોંચેલી બે ફ્લાઇટમાં ૫૦ સંક્રમિતો મળતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
VR Sunil Gohil


















































