કાં તો આંખોમાં પાણીનું કોઈ કારણ આપો તમે,
નહીં તો મોઢા પર મુસ્કાનનું નિવારણ આપો તમે,
આમ અલગ થઈને બેસશો એ નહીં ચલાવી લઉં,
હૈયે વસ્યા પછી કેમ અળગા થયા એ કારણ આપો તમે,
પળે પળે પાંપણ ફરતે વરસતી આ વાદળીઓ,
છેલ્લે ક્યાં સુધી રડશો એ ચોક્કસ તારણ આપો તમે,
છેક સુધી દોરાયેલી છે અશ્રુની હારમાળા,
હૃદય સુધી પહોંચ્યું છે આ દરદ એનું મારણ આપો તમે,
કાં તો આંખોમાં પાણીનું કોઈ કારણ આપો તમે,
નહીં તો મોઢા પર મુસ્કાન જેવું નિવારણ આપો તમે,
નીતા કંસારા


















































