“એક..બે..ત્રણ..ચાર…….. દસ
એ…. છુટ્ટે છે. ક્યા ગઈ ક્યા ગઈ મારી ઢીંગલી.? ક્યા શોધું હવે હું એને, એ પપ્પા તમે કાંઈ જોઈ છે મારી ઢીંગલી ને?” રીનીએ આમ તેમ જોતા જોતા પુછ્યું.
“બેટા, મને તો નથી ખબર ચાલ ચાલ આપણે બન્ને એને શોધીએ.” પપ્પાએ પ્રેમથી કહ્યુ.
“એ આ જો રહીં અહીંયા. ઓહ! પપ્પા આમ જોવો એ તો એના પતિ સાથે છુપાઈને બેઠી છે. હું દોડી ને એનો થપ્પો કરી આવું હો. એ……. ઢીંગલી નો થપ્પો.. ઢીંગલી નો થપ્પો.” રીની ખુશ થઈ ને ઠેકડા મારવા લાગી.
“પપ્પા..પપ્પા હું પણ જ્યારે મારા પતિ પાસે જતી રહીશ તો તમે આમ જ આવશો ને મારો થપ્પો કરવા?”
“બેટા, જીવન એ જ તારી સાથે સૌથી મોટો એ……થપ્પો, કરી દીધો છે.” પપ્પા એની ચોવીસ વર્ષની દિકરીના એ માસૂમ સવાલ નો જવાબ આપતા આપતા રડી પડ્યા.
સુનિલ ગોહિલ “માસ્તર”


















































