એમ લોક આંસુને મોતીઓ ગણી લેછે,
કેટલી સરળતાથી,દિલને ટેસ્ટ કરી લેછે
આંખના કલર બદલી,એક શબ્દ બોલીને,
વાપરીને કઇ શક્તિ, આગિયા હરી લેછે.
હિંદુ,મુસ્લિમ શીખ,ઈસાઈ એક લોહી સમજે છે,
એમ લોક માલિકની ,બંદગી કરી લેછે.
આ કઈ અવસ્થા છે,બાદશાહને કહી આવો,
કોઇવાર તલવારો , ઝૂકી ઝૂકી સુણી લેછે.
સાચને વધુ જૂઠું , જૂઠને વધુ સાચુ ,
વૉટના વજનવાળા, ફેંસલો કરી લેછે.
સાચવીને “સિદ્દીકજી”, ફૂંકીને કદમ મૂકો,
આ નગરના કેમેરા, આદમી લખી લેછે.
સિદ્દીકભરૂચી.


















































