એક દિવસ તો કોઈરીતે નીકળી ગયો, ફોન ની રાહ જોતા જોતા પણ બીજા દિવસે ઉઠી ને તરત જ કોલ લગાડ્યો એને.., પણ phone off હતો એનો,કોઈ રીતે office માં મન લગાડી રહ્યો હતો,મને થયું એ call કરશે પણ ન call આવ્યો ન msg આવ્યો, સાંજ પડતા જ ગભરાટ થયો, સતત calls કરતો રહ્યો પણ એનો ફોન બંધ હતો,એની ઓફિસે કોલ કર્યો તો ખબર પડી કે ઓફિસ આવી નહોતી, અને routine checkup માટે hospital ગઈ છે ,એમ એના કલિગે કહ્યું…
હવે મારુ મન નહોતું લાગતું, કોઈ પણ રીતે ઝટ એની પાસે પહોંચી જાઉં એ જ તાલાવેલી હતી, પણ હજુય એક દિવસ નું કામ બાકી હતું. ૧૨ કલાક બાકી હતા અને દરેક સેકન્ડે એને કોલ્સ કર્યા પણ બધુ જ વ્યર્થ…કામ પતતા જ ઘરે જવા નીકળી ગયો,પોતાના ઘરે જવાની જલ્દી નહોતી મને પણ એના ઘરે જવું હતું, આજે બહુ જ ડર લાગતો હતો ખબર નહિ કેમ…
જ્યારે એના ઘરે પહોંચ્યો તો જોયું એનું ગલુડિયું, એ એકવેરિયમ અને love birds બધું જ બહાર હતું,એ બધાં જ ઉદાસ હતાં, ન કોઈ અવાજ ન કોઈ ચેહકાટ, કદાચ થાકી ગયા હતા સાદ કરી કરી ને કોઈ પોતાનાને, હું એમની પાસે ગયો તો એ ગલુડિયું મારી પાસે આવી ગયું, અચાનક એ love birds અવાજ કરવા લાગ્યા, જાણે રિદ્ધિ વિશે કઈક કહેવા માંગતા હોય,મેં રિદ્ધિ ને બૂમ પાડી,એની ગાડી પણ ત્યાંજ હતી,મને થયું કે એ આસપાસ ગઈ હશે પણ આવી રીતે આ બધા ને બહાર છોડી ને ?, મને કંઈજ સમજ નહોતી પડતી, બસ પાગલો ની જેમ એને ફોન લગાડતો રહ્યો…
થાકી ને એ બધાને મારા ઘરે લઈ ગયો ,અને મમ્મી અને બીજા ફેમિલી મેમ્બર્સ આ નવા સદસ્યો ને જોઈને ભડકી ગયા કે હું પાગલ થઈ ગયો છું, માણસ અને જાનવર માં ફરક નથી સમજતો વગેરે વગેરે..અને પછી રિદ્ધિ ને પણ ભાંડવા લાગ્યા,પણ હું એની વિરુદ્ધ એક પણ શબ્દ સાંભળવા તૈયાર નહોતો,મેં કહી દીધું કે હું આ ઘર માં ત્યારે જ રહીશ જો આ લોકો રહેશે તો..આખરે ઘર વાળા મારી જીદ આગળ માની ગયા હંમેશાની જેમ..
જેમતેમ એમને પોતાના રૂમ માં લઇ ગયો, રાત બહુજ વીતી ચુકી હતી એટલે હું કશે જઈ શકું એમ નહોતો, કોલોની માં કોઈને પૂછ્યું હોત તો જવાબ મળત કે “ગઈ હશે કશે, આપણને શું?”..
રાતઆખી હું love birds ને જોતો રહ્યો ,અચાનક અડધી રાત્રે એમના પિંજરા માં રાખેલ એક બોક્સ પર મારી નજર ગઈ જેમાં એક તાળું માર્યું હતું અને એની ચાવી love birds ના ગળા માં લટકેલી હતી પણ તાળું એક અને ચાવી બે,પછી મારી નજર એકવેરિયમ પર ગઈ,એમાં પણ એક બોક્સ હતું અને એમાં પણ નાનું તાળું હતું ,મને લાગ્યું showpiece હશે..
પણ હવે ધ્યાન વારંવાર ત્યાંજ જઈ રહ્યું હતું એટલે વિચાર્યું કે એકવાર તાળું ખોલી ને જોઉં, પિંજરા માંથી બોક્સ કાઢ્યું અને બન્ને ચાવીઓ થી ખોલવાની કોશિશ કરી, ઘણું સ્ટુપીડ જેવું આ બધું ફીલ થઈ રહ્યું હતું પણ રિદ્ધિ માટે કદાચ હું કઈપણ કરી શકતો હતો.
એ બોક્સ ને ખોલતા ખબર નહિ કેમ હાથ ધ્રુજી રહ્યાં હતાં, પણ જ્યારે એ ખોલ્યું તો એમાં એક સરસ નાની બેગ હતી, હવે બેચેની વધી રહી હતી. ઝટ એ બેગ ખોલી તો એમાં એક પત્ર હતો…


















































