સામાન્ય રીતે આપણે શરીરશુદ્ધિ માટે ઉત્તમ તત્વ તરીકે માત્ર પાણીને જ જાણીએ છીએ એટલે કે પાણી પીવાથી અને પાણી દ્વારા સ્નાન કરવાથી શુદ્ધિ પ્રાપ્ત થાય છે પરંતુ વાસ્તવમાં વાયુ પણ એટલી જ સારી રીતે શરીરને અંદર અને બહારથી શુદ્ધ કરે છે એટલે જ તો ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે ”પવિત્ર કરનાર વાયુમાં હું છું.” આમ વાયુ ખૂબ ઉચ્ચ સ્થાન ભોગવે છે જેથી જ તો પવન ખાવાના સ્થળોએ જઈ આપણે તાજગી અનુભવીએ છીએ. આજનું વિજ્ઞાન પણ આરોગ્યમય જીવન જીવવા માટે ઊંડા શ્વાસોશ્વાસ લેવાનું કહે છે જેનો શાસ્ત્રોમાં પ્રાણાયામ તરીકે ઉલ્લેખ છે. જેનાથી શરીરને સ્ફૂર્તિ અને શક્તિ મળે છે. વાયુના કણો પાણીના કણો કરતાં વધુ સૂક્ષ્મ હોઈ વધુ ઝડપથી પ્રસરે છે અને રોમેરોમમાં પ્રવેશી શરીરને સ્વચ્છ અને સુંદર બનાવે છે. ઉત્તરાયણમાં પતંગ ચગાવવાને બહાને પણ અગાશી પર જવાય તો આપોઆપ વાયુ સ્નાનના તમામ લાભો મનુષ્ય મેળવી શકે છે. શાસ્ત્રો અનુસાર આપણા શરીરમાં પાંચ પ્રકારના વાયુ છે. પ્રાણવાયુ, ઉદાનવાયુ, સમાનવાયુ, વ્યાનવાયુ અને અપાનવાયુ, જે આજના વિજ્ઞાને શોધેલાં વાયુઓ સાથે મળતા આવે છે. જેમકે પ્રાણવાયુ એટલે ઓક્સીજન, જેના આધારે સમગ્ર જીવસૃષ્ટિ ટકેલી છે. પ્રાણવાયુનું સ્થાન હૃદય છે. ઉદાનવાયુ એટલે કાર્બનડાયોકસાઇડ, જેનું સ્થાન કંઠ છે જે શરીરની અશુદ્ધિ ગળામાંથી નાક દ્વારા બહાર કાઢવાનું કાર્ય કરે છે. સમાનવાયુનું સ્થાન પેટમાં છે જે આજના વિજ્ઞાન અનુસાર હાઈડ્રોજન વાયુ છે જેના કારણે ભૂખ અને તરસ અનુભવાય છે. અપાનવાયુ એટલે મિથેનવાયુ, જેનું સ્થાન આંતરડામાં છે જે મળને બહાર ધકેલવાનું કાર્ય કરે છે. વ્યાનવાયુ એટલે નાઈટ્રોજન, જે મસ્તક અને સમગ્ર શરીરમાં રહેલો છે જેના કારણે શરીરનો વિકાસ થાય છે. ટૂંકમાં શરીરની પ્રત્યેક હિલચાલ વાયુને આભારી છે. ઉતરાયણ એ શરીરનું સ્વાસ્થ્ય સુધારવાનો સોનેરી અવસર છે. ઉતરાયણના સમયમાં ખુલ્લા આકાશ નીચે નદીકિનારે સ્નાન કરવાથી ઉત્તમ પરિણામ(વાયુકૃપાને કારણે) મેળવી શકાય છે. જેથી શાસ્ત્રોમાં પવિત્ર સ્નાનનો મહિમા ગવાયો છે. વાયુ દોષથી પીડાતા લોકો માટે તલનું સેવન ઉત્તમ છે. ઉત્તરાયણના તહેવારમાં તલનું સ્નાન, તલનું સેવન, તલનું દાન, તલના તેલનું માલિશ વગેરે વાયુદેવની કૃપા મેળવવા જરૂરી છે. એટલે કે વાયુકારક રોગોમાંથી મુક્તિનો રામબાણ ઈલાજ છે.શરીરમાં વાયુનું શમન તેલથી થાય છે અને એમાં તલનું તેલ અતિ ઉત્તમ છે. વાસ્તવમાં તેલ શબ્દ તલ પરથી જ આવ્યો છે.તલના ઉપયોગથી શરીર સંપૂર્ણપણે શુદ્ધ બને છે. કાળા તલનું તેલ વાળને સફેદ થતા અટકાવે છે. ઉતરાયણમાં ખવાતું કચરિયું મગજનું શ્રેષ્ઠ ટોનિક છે. તલને ચાવીને ખાવાથી દાંતના પેઢા મજબૂત બને છે. અઠવાડિયામાં તલના તેલના બે ટીપા કાનમાં નાખવાથી કાનના રોગો થતા નથી. તલના તેલનું માલિશ રુધિરાભિસરણ સુધારે છે. જેથી બીપી કાબૂમાં રહે છે અને હૃદય કાર્યક્ષમ બને છે. ટૂંકમાં વાયુનાશક પદાર્થ તરીકે તલ મોખરાનું સ્થાન ધરાવે છે. તો આ ઉતરાયણમાં વાયુસ્નાન અને તલનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં.
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...


















































