સુરતી આલુ પુરી ખાવાની બહુ જ મજા આવે છે. આ વાનગી તમારા ઘરે કોઇ મહેમાન આવે છે અને તમે એને ખવડાવો છો તો એ ખુશ-ખુશ થઇ જશે. તો જાણો નાસ્તમાં ખવાય એવી સુરતી આલુ પુરી કેવી રીતે બનાવશો ઘરે…
સામગ્રી
- બાફેલા વટાણા
- ઝીણી સમારેલી ડુંગળી
- ઝીણા સમારેલા ટામેટા
- આદુ-લસણ મરચાંની પેસ્ટ
- હળદર
- લાલ મરચું
- ગરમ મસાલો
- મીઠું
- તેલ
- બાફેલા બટાકા

બનાવવાની રીત
- સુરતી આલુ પુરી બનાવવા માટે સૌ પ્રથમ મેંદામાંથી બનાવેલી ફરસી પુરી લઇ લો.
- હવે લીલી ચટણી બનાવવા માટે લીલા મરચા, લીંબુનો રસ, મીઠું મિક્સરમાં ક્રશ કરી લો. તો તૈયાર છે તીખી લીલી ચટણી .
- હવે રગડો બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.
- તેલ ગરમ થાય એટલે એમાં ડુંગળી સાંતળો, પછી ટામેટા સાંતળો.
- ત્યારબાદમાં આમાં આદુ-લસણ અને મરચાંની પેસ્ટ નાંખીને થોડી વાર માટે સાંતળો.
- હવે આમાં બધા જ મસાલા એટલે કે મીઠું, હળદર, લાલ મરચું, બાફેલા વટાણા અને થોડુ પાણી ઉમેરીને બધા જ મસાલાઓને બરાબર મિક્સ કરી લો.
- હવે પેનમાં રહેલા લીલા વટાણા અને બાફેલા બટાકાને મેશ કરી લો.
- પછી આમાં ઉપરથી તીખી લીલી ચટણી એડ કરો.
- હવે પુરી લો અને એની ઉપર આ રગડો મુકો.
- ત્યારબાદ ઉપરથી થોડી લીલી ચટણી અને આંબલીની ચટણી એડ કરો.
- તો તૈયાર છે સુરતી આલુ પુરી.
- જો તમને તીખું વધારે ભાવતું હોય તો તમે લીલી ચટણી થોડી વધારે પ્રમાણમાં નાંખજો. જો તમે લીલી ચટણીમાં લીલા મરચાંની તીખાશ સારી હશે તો ચટણી ટેસ્ટી બનશે.
- આ આલુ પુરી તમે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો.
તમારા ઘરમાં પડેલી પુરીનો પણ આમાં ઉપયોગ થઇ જશે.


















































