અનેક લોકોની ફરિયાદ હોય છે કે બહાર જેવા છોલે ઘરે બનતા નથી. જો તમે પણ આ મુંઝવણમાં છો તો આ રીત નોંધી લો તમે પણ…
સામગ્રી
- 500 ગ્રામ કાબુલી ચણા. ચણા ઓછામાં ઓછા 7 થી 8 કલાક પલળેલા હોવા જોઇએ.
- ઝીણી સમારેલી ડુંગળી
- એલચી
- 2 ચમચી આમચૂર
- 3 ચમચી લસણની પેસ્ટ
- મીઠું સ્વાદ મુજબ
- ઝીણી સમારેલી કોથમીર
- 3 ચમચી વાટેલું જીરું
- 2 ચમચી ગરમ મસાલો
- 4 ચમચી ધાણાજીરું
- 6 ટી બેગ
- 4 ચમચી દાડમના દાણા
- 3 ચમચી આદુંની પેસ્ટ
- 6 લીલા મરચાં
- 4 ચમચી ઘી
- લાલ મરચું
- હળદર પાઉડર
- તમાલપત્ર
- પાણી
બનાવવાની રીત
- છોલે બનાવવા માટે સૌ પ્રથમ પલાળેલા છોલેને પાણીમાંથી કાઢી લો.
- હવે ઊંડા પેનમાં છોલે નાખો અને એમાં પાણી, ટી બેગ અને એલચી ઉમેરો.
- પછી એ મધ્યમ તાપ પર રાખો અને 30થી 40 મિનિટ સુધી ઉકાળો.
- હવે છોલેને પાણીમાંથી કાઢી લો. ટી બેગ અને એલચીને પાણીમાં જ રહેવા દો.
- આ પ્રોસેસ થઇ જાય એટલે આમચૂર પાઉડર, આદુ-લસણની પેસ્ટ, લીલા મરચાં, મીઠું, ધાણાજીરું, લાલ મરચું, હળદર અને ગરમ મસાલાને બ્લેન્ડરમાં મિક્સ કરો.
- હવે આ બધી સામગ્રીને આશરે 1થી દોઢ કપ પાણીમાં ઉમેરો અને પેસ્ટ બનાવો.
- હવે મધ્યમ તાપ પર એક પેન ગરમ કરો અને એમાં છોલે અને વાટેલી પેસ્ટ નાખીને એક સરખી રીતે મિક્સ કરી લો.
- ત્યારબાદ એક ફ્રાઇંગ પેનમાં ઘી ગરમ કરો.
- ઘી ગરમ થઇ જાય એટલે એમાં ડુંગળી અને તમાલપત્રને થોડી વાર સાંતળો.
- હવે એમાં ટામેટાં ઉમેરીને સાંતળો.
- ટામેટા બરાબર સંતળાઇ જાય એટલે એમાં થોડું પાણી ઉમેરી છોલે મિક્સ કરી દો.
- હવે છોલેને 10 થી 15 મિનિટ સુધી થવા દો.
- તો તૈયાર છે ‘છોલે’


















































