આવી રે નવરાત્રી,
ગાશું રે ગરબો,
ઝુમશું આજ માની ભક્તિમાં!
ગરબા પણ રમીશું,
આરતી પણ કરીશું,
લહેરાશું માના આંગણામાં!
9 દિવસ મોજ કરશું,
દુઃખને આજ ભૂલશુ,
દેખાડશું ગુજરાતની શાન આજ!
દશેરામાં રાવણ દહન કરશું,
પાપોનો વિનાશ કરશું,
પ્રાર્થના કરશું માના મંદિરમાં!
– નિતી સેજપાલ “તિતલી”


















































