આપણા ભારત માં ફાલતુ ના જોક જેટલાં ફોર્વડ થાય છેઃ, ફાળતું ની વાતો જેટલી થાય છેઃ ને સાહેબ એટલી મહત્વની વાતો ઉપ્પર ચર્ચા ઓં કે, માહિતી ક્યારેય અપાતી જ નથી. સ્ટ્રીન્જ છેઃ ને? બટ શું કરાય આવું જ છેઃ
આજ નો મારો વિષય માસિક છેઃ માસિક એટલે સ્ત્રીઓ ને આવતા પિરિયડ્સ યસ એજ આ વિષય ઉપ્પર ચર્ચાઓ તો ત્યારે થશે ને જયારે આ શબ્દ જ ખુલ્લે આમ વગર સઁકોચે પોતાના જ ઘર માં પોતાના જ માતા પિતા ની આગળ બોલી શકાય તો. તમને થશે કે આજ ના આધુનિક યુગ માં શું આવી વાત કરો છો પણ હા આજ ના આ આધુનિક યુગ માં પણ અંધશ્રદ્ધા ધરાવનારી સ્ત્રીઓ, પુરુષો, કુટુંબો છેઃ જે માસિક શબ્દ સાંભળી ને એવા ભડકે છેઃ કે જાણે કોઈ અપશબ્દ ન સાંભળી લીધો હોય .
જયારે કોઈ બાળકી પ્રથમ વખત માસિક ધર્મ માં આવે છેઃ અથવા, કોઈ બાળકી માસિક ધર્મ ના આવવાનો સમય થઇ ગયો હોય છતાં પણ જો ન આવી હોય ત્યારે ઘર નું વાતાવરણ એવુ થઇ ગયું હોય કે જાણે અચાનક જ કોઈ દેશ માં આતંકવાદી ના ઘુસી આવ્યો હોય એવુ સેમ સાચે તમે અને હું એક વારતો આ પીડા માંથી નીકળ્યા જ છ્યે .

ઘણી સ્ત્રીઓ ને એ સમજાતું જ નથી પોતાની ફૂલ જેવી બાળકી ને માસિક વિશે શું કહેવું? કેવી રીતે સમજાવવું? એ સમયે કેવું વર્તવું? શું કાળજી લેવી? બસ જાણે દીકરીએ કોઈ બહુ મોટો અપરાધ ના કર્યો હોય એમ એક રૂમ માં કન્તાન ની અથવા આ માસિક માટે ની જ ખાસ ગોદડી બનાવી ને મૂકી હોય ત્યાં જ બેસવું ઉઠવું suvu, એ સમય માટે ના ખાસ કપડાં,વાસબન જાણે કોઈ અછૂટ ના હોય એવુ વર્તે. અને જો ભૂલ થઈ કોઈ બાળકી ને માસિક ના આવે તોતો થઇ જ રહ્યું ન જાણે કેવડો મોટો અપરાધ કરી નાખ્યો હોય એમ માનસિક ત્રાસ આપશે નજાણે ઢગલાબન્ધ ઉપચારો નો ત્રાસ આપી છોકરીઓને અડધી કરી દેશે .
માસિક ન આવવાના ઘણા કારણ હોય શકે છેઃ
1 શરીર ને પૂરતું પોષણ ન મળવું,
2 શરીર નો કોઈ ભાગ નબળો હોવો,
3 વધારે પડતી કસરતો કરવાની ખરાબ અસર,
4 લોહી નું પ્રમાણ ખુબ ઓછું હોવું,
જમવામાં બેકાળજી,
5 વધારે પડતી ચિંતા ઓં કરવી,
6 કોઈ દવા ની આડ અસર થવી.
આમ આવા અનેક કારણો હોય શકે છેઃ
નોર્મલી માસિક નું ખાસ મહત્વ સન્તાન પ્રાપ્તિ માટે નું હોય છેઃ એક જીવ ને પોતાના અંગ માં ધારણ કરી એનું સર્જન કરી શકે બસ પણ આપણા સમાજ માં આનો મજાક બની ગયો છેઃ હમણાં જ લોકડાઉં માં મેં આ વિષય ના નાના શોર્ટ વિડિયોઝ જોયા હતા પણ એ વિડિયોઝ માં એક સારો મેસેજ હતો પણ મારો ખાસ પ્રશ્ન એ છેઃ કે કોઈ પુરુષ,અથવા કોઈ માણસ, દીકરો આ વિષય ઉપ્પર ખરાબ કમેન્ટ શા માટે કરે? આ સઁસ્કાર એક માં કેમ નથી આપતી પોતે આ ટાઈમ માં આવે ત્યારે કઈ ક અજકતું વર્તન કરે એના કરતા એ સમજદાર થાય કે તરત જ પોતાના દીકરા દીકરી ને માસિક visheni એ ટુ ઝેડ બધીજ ડિટેલ્સ કેમ નથી આપતી? પણ હા ફાલતુ નું એ ચોક્કસ જણાવશે કે મન્દિર માં નય જવુ , રસોડામાં નય આવવું પણ એની સાથે સાથે આ મહત્વ ની વાત પણ કહે તો આવી સ્ત્રીઓ ને શું ઘટે છેઃ? મને તો એજ નથી સમજાતું પુરુષો પણ પોતાની પત્ની દીકરી ને આવા સમયે થોડી ઘણી મદદ કરે તોયે શું ઓછું પડવાનું એ પણ નથી સમજાતું.
ખાસ તો હું એ જોવું છું કે જે દીકરી ને માસિક ન આવે એનું જીવન સાવ થંભી જ જાય છેઃ લગ્ન નથી થતા શા માટે? જો સઁતાન ની એટલી જ ઈચ્છાઓ હોય તો અનાથઃઆશ્રમ માંથી પણ લાવી દત્તક લેવાય જ પોતાનું જ લોહી જોઈએ એ બના ન કઢાય જો દત્તક લો તો આ સમાજ નું એક કલન્ક અનાથઃ આશ્રમ એ ધીરે ધીરે બન્ધ જ થઇ જશે તમે એ દત્તક સઁતાન, જેણે માસિક નથી આવવાનું એ, અને દીકરી ના માબાપ નું જીવન બનાવી દેશો જોકે આ કાર્ય કરવાની હિંમત દરેક માં નથી હોતી.
માસિક ન આવવું એ કોઈ મોટો રોગ નથી એનો ઈલાજ એલોપેથીક, હોમિયોપેથીક, અને આયુર્વેદિક માં ચોક્કસ પણે છેઃ જ હું આગળ ના લેખ માં એના ઘરેલુ ઉપચાર ચોક્કસ પણે જણાવીશ.
બીજું મારું માનવું એ પણ છેઃ કે માસિક visheni માહિતી આપવાની જવાબદારી ફક્ત માતા પિતા ની જ નહીં પણ શાળા, કોલેજ,પરિવાર ના અન્ય સદસ્યો ની પણ છેઃ શાળા માં આવિષ્ય ઉપ્પર પંદર મિનિટ નો કલાસ ફરજીયાત હોવો જોઈએ શાળા માં મેડિકલ ના સામાન ની સાથે સેનેટરી પેડ્સ પણ રાખવા જોઈએ
એની સાથે સાથે આ માસિક સમય દરમ્યાન દીકરીઓ એ ગભરાવાની,ડરવાની કે ડિપ્રેસન માં જતા રહેવાની જરૂર નથી , આ સમય માં શું શું જમવું?, કેટલું જમવું? , શું પહેરવું? , પૂરતી ઊંઘ લેવી, કયા પ્રકાર ના પેડ લેવા?, પેડ કેવી રીતે પેરવા? આ બધી જ માહિતી માબાપ ની સાથે શાળા માં દીકરીઓ ને આપવી જરૂરી છેઃ
ફેસબુક, યુટ્યુબ ગુગલ, વોટ્સએપ વાપરવાથી કે સાડી ની જગ્યા એ જીન્સ ટીશર્ટ પેરવાથી, મેકઅપ કરવાથી , વાળ ને સ્ટ્રેટ કરવાથી , ફ્રેન્ડ્સ જોડે પાર્ટી ઓં કરવાથી શોઓફ કરવાથી મોદન નહીં થાવ કે સમજદાર નહીં કહેવાઓ પણ આવી વસ્તુ ઓં માં બાળકો ને સમજદારી પૂર્વક ડિટેલ્સ આપશોતો મોર્ડન અપડેટ થયેલા કહેવાશો.
મારાં વિચારો કેવા લાગ્યા એ જરૂરપને જણાવજો ગમે તો શેર, કમેન્ટ કરજો તમારા વિચારો પણ જણાવી મને માહિતી આપી શકો તમારા ઓપીનીયન કમેન્ટ્સ ની હું જરૂર રાહ જોઈશ
~ માનસી દેસાઈ


















































