આજની આ ફાસ્ટ લાઇફને કારણે મોટાભાગના માણસો કોઇને કોઇ બીમારીથી પીડાતા હોય છે. આ બીમારીઓ દિનપ્રતિદિન વધતી જાય છે જેના કારણે વ્યક્તિ માનસિક અને શારિરિક રીતે કંટાળી જાય છે. આમ, આ ભાગદોડભરી જીંદગીમાં અનેક લોકો હાંડકા અને માંશપેશિઓ નબળી પડી રહી છે. આવી જ એક બીમારી છે આર્થરાઇટિસ. આ આર્થરાઇટિસની બીમારીથી અનેક લોકો પીડાતા હોય છે. આ બીમારીને કારણે ચાલવા-ઉઠવામાં અનેક તકલીફો પડી રહી છે. હાંડકાંના સાંધાઓમાં યુરિક એસિડ જમા થવાને કારણે સોજો આવી જાય છે અને અંગ જકડાઇ જાય છે. તો આજે અમે તમને જણાવી દઇશું કે આ બીમારીને તમે આ ઘરેલું ઉપાયોથી તરત રાહત મેળવી શકશો.

એપ્પલ સાઇડ વિનેગર
એપ્પલ સાઇડ વિનેગરમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ હોય છે, જે સાંધાના દુખાવામાં રાહત અપાવવાનું કામ કરે છે. આ સાંધાની વચ્ચેના ટોસિન્સને નિકાળવાનું કામ કરે છે. આ માટે તમે રોજ સવારમાં એક કપ ગરમ પાણીમાં એક ચમચી એપ્પલ સાઇડ વિનેગર અને મધ મિક્સ કરીને પી લો. આમ કરવાથી તમે આ તકલીફમાંથી રાહત મળશે.
લસણ
આર્થરાઇટ્સની બીમારીના દર્દીઓ માટે લસણ સૌથી બેસ્ટ છે. આ માટે તમે સવારમાં ઉઠીને ખાલી પેટે બે કાચી કળી લસણની ખાઇ લો. આમ કરવાથી તમારી આ બીમારીમાંથી તમને રાહત મળશે. લસણનો ઉપયોગ તમે અનેક શાકભાજીમાં પણ કરી શકો છો.
હળદર
હળદર તમારી અનેક નાની-મોટી બીમારીઓને ભગાડવાનું કામ કરે છે. હળદરમાં કરક્યુમિન હોય છે જે દુખાવા સામે રાહત અપાવવાનું કામ કરે છે. આ માટે તમે રોજ એક ગ્લાસ હુંફાળા દૂધમાં એક ચમચી હળદર મિક્સ કરી લો અને પછી પીવો. આમ કરવાથી આર્થરાઇટીસમાંથી તમને રાહત મળશે. હળદર તમારી સ્કિનને પણ સોફ્ટ કરવાનું કામ કરે છે.


















































