નર્સને આપણે ભણેલા ને અંભણ સહુ sister કહેતા. Sister એટલે બ્હેન. આ કેવળ માનાર્થે સંબોંધન નથી. આપણા જીવનમાં બ્હેનનું જે સ્થાન છે, એની સાથે જોડાયેલ જે ભાવના છે એ સઘળું આ સંબોધનમાં છે. નિસ્વાર્થ સ્નેહ અટલે બ્હેન. આ પરંપરા હતી. હવે તો ભાઇઓ પણ આ ક્ષેત્રે સેવારત છે.
સ્વસ્થ વ્યક્તિને એમના જીવન વિષે કલ્પના ન થઇ શકે. માંદગીનાં બિછાને હોય એમને પોતાનાં જીવનની રક્ષા કરનાર નર્સનો મહિમા કહેવો ન પડે. હોસ્પિટલના ઓરડામાં એ બે જણ હોય છે – ને દરવાજેકાહ જોતું જીવન કે મૃત્યુ.

કોવિડકાળમાં જે પરિસ્થિતિ હતી એની યાદ માત્ર કરો તો આપોઆપ નર્સને વંદન થઇ જશે. ![]()
એવે સમયે જે પાસે રહીને પીડા હરે તે નર્સ
દર્દ ની ઘડીએ પાસે રહીને પીડા હરે તે નર્સ
સુખ ને દુ:ખની વચ્ચે ઝૂલતાં મનનું નામ છે નર્સ
સેવા નામનો મંત્ર જપે છે એનું નામ છે નર્સ


















































