સમય વીતતા વાર ન લાગી, પ્રણવ દિલ્લીમાં ખૂબ સારી કંપનીમાં જોબ લઇ ચુક્યો હતો.પ્રણવનું દિલ્લી પોતાનું ઘર હોવાથી તે ત્યાં જતો રહ્યો ને અહીં ચાહત પોતાના સાસ –સસરાની તેમજ વિધવા મા અને નાના ભાઈની જવાબદારીઓમાં ફસાયેલી રહેતી હતી. થોડા દિવસ પ્રણવ સાથે દિલ્લી રહેતી તો થોડા દિવસ સાસ –સસરા સાથે. પ્રણવ પોતાની જોબમાં ખૂબ જ વયસ્ત રહેતો અને અતૂટ મહેનત કરતો, એ જોઈ તેનાં બોસે તેને પ્રમોશન આપવાનું જાહેર કર્યું. સહકર્મચારીઓ દ્વારા તેને અભિનંદન પાઠવીને પાર્ટી્ની ડિમાન્ડ કરી અને આરવે પણ ખુશીમાં પાટીનું આયોજન કર્યું. આરવે સહકર્મચારીઓ સાથે ની પાટી માં ચાહત ની હાજરી જરૂરી ન સમજતાં જાતે જ પાટી ની તૈયારીઓ માં લાગી ગયો.અહીં ચાહતને પાર્ટી ની જાણ થતાં તેણે પાટી વધુ રોમાંચક બનાવવા અને પોતાના પ્રણવને સરપ્રાઈઝ આપવા સાંજની ટ્રેનમાં દિલ્લી જવા રવાના થઈ. રાત્રે લગભગ ૩ વાગયાનાં સુમારે ચાહત દિલ્લી પહોંચી અને રીક્ષા દ્વારા પોતાના ઘર તરફ જવા લાગી,ચાહત ખુબ જ ખુશ હતી. પતિને સરપ્રાઈઝ આપવા માટે તેનું મન એટલી હદે પ્રફુલ્લિત હતું કે એ વર્ણવા માટે શબ્દો ટૂંકા પડે. ક્યારે ઘર આવે…. ક્યારે ઘર આવે…. એવા વિચારોમાં ને વિચારો માં તે આખરે ઘરે પહોંચી, એક જ વાર માં ચાર–પાંચ વખત ડોરબેલ વગાડી અને પ્રણવ…પ્રણવ… ની એકી શ્વાસે બુમો પાડી,કારણ કે હવે તેની ઉત્સુકતા નો કોઈ પાર જ ન હતો. આરવે દરવાજો ખોલ્યો.પ્રણવ આમ અચાનક અડધી રાત્રે ચાહત ને જોઈ ગભરાઈ ગયો.
શું થયું…? અચાનક કેમ દિલ્લી?, કેવી રીતે આવી?, જાણ પણ ન કરી! પ્રણવનાં શબ્દોમાં ચાહતને પોતાના માટેની ચિંતાનો ભાવ સ્પષ્ટ દેખાતો હતો. દરેક પત્નીની માફક પતિમાં પોતાના પ્રત્યેની ચિંતા જોઈ એ ખુશી અનુભવવા લાગી. પ્રણવ વધુ કઈ પૂછે એ પહેલાં ચાહત એ પ્રણવને બાથમાં લઇ બોલી “પાગલ, સરપ્રાઈઝ આપવા આવી છું,મને ખબર પડીં ગઈ છે કે તને પ્રમોશન મળ્યું છે અને આમ પણ આજે તારો બર્થડે છે ને એટલે ડબલ સરપ્રાઈઝ!” પ્રણવ તેને છોડાવતા કહેવા લાગયો “થેંક્યું… થેંક્યું… તું ઉપરના રૂમમાં જઈ ને ફ્રેશ થઈ જા ત્યાં સુધીમાં હું તારા માટે તારી ફેવરીટ આદુવાળી કોફી લઇ આવું.
આટલું બોલી ને પ્રણવ તેને ઉપરનાં રૂમ માં મોકલતો જ હતો,ત્યાં સામેથી કોઈ સ્ત્રીનો અવાજ સંભળાયો “આરુ … અત્યારે કોણ આવ્યું છે વળી?” એ સ્ત્રી બીજું કોઈ નહીં પણ ચાહતની દોસ્ત અનેરી. અનેરીને કઢંગી હાલત અને તેવા જ કપડા માં જોઈ ત્યાર પહેલાની ઘટના ચાહત સારી રીતે સમજી ચુકી હતી. અને એ ઘટના ની કલ્પના માત્ર થી તે ત્યાં જ ફસડાઈ પડી. પ્રણવ કઈ બોલે એ પહેલાં ચાહત આટલું જ કહી શકી કે,”અની..! તું તો મારી મિત્ર હતી ને….?” આમ તો આ ચાહતનાં મુખેથી નીકળેલ વિધાન જ હતું પરંતુ એ વિધાન ઘણા પ્રશ્ન નું જન્મદાતા પણ હતું.
અનેરી એની સામે પણ જોયા વિના રૂમ માં ચાલી જાય છે. ચાહત કાપે તો લોહી ન નીકળે એવી હાલત માં ચુપચાપ ઘરની બહાર નીકળી જાય છે અને અમદાવાદની ટ્રેન પકડી સીધી ઘરે આવી જાય છે.અહીં અનેરી બીજે દિવસે પ્રણવ ને મળતું પ્રમોશન અટકાવવા ગઈરાત્રિ નો અભદ્ર વિડિઓ કંપની માં બતાવે છે, જેથી પ્રણવ નું પ્રમોશન તો એક બાજુ રહી ગયું, તેને પોતાની જોબ ગુમાવવી પડી. જેમ ઠોકર લાગે ને પછી જ સમજાય એ જ રીતે હવે પ્રણવ ને ચાહત યાદ આવવા લાગી, તેની સામે જવા માં પ્રણવ ખચકાટ અનુભવવા લાગ્યો.શરીર થી પણ વધુ વજનદાર થયેલા એ ભારે પગ તેની નજીક પહોંચવા માંગતા ન હોય એ રીતે ચાહત પાસે પહોંચ્યો. ચાહત એક નીરસ અને અપેક્ષાહીન સ્ત્રી ની માફક રડી– રડી ને પોતાની આંખો ફુલાવી ચુકી હતી.
પ્રણવ અપરાધ ભાવ સાથે તેની સામે જોઈ રહ્યો… સવાર પડી પણ કેવી? એક આથમી ચૂકેલા લાગણીનાં સૂરજ જેવી…ચાહત ધારી લે તો એ જ સવારે પોતાના સાસ સસરા ને તેમના પુત્ર ની હકીકત જણાવી શકે તેમ હતી, પણ તેમ ન કરી તેને પ્રણવની ભૂલની સજા તેના આખા પરિવાર ને આપતા પોતાની જાતને રોકી. ચાહતએ નિરસતા દાખવી ને ભારે હૈયે એક પત્નીધર્મ સમજી ને પ્રણવને માફ કર્યો. ચાહત પોતાની સાથે ખોટું થયા ની ભાવનાને ગૌણ રાખી, અને તેને પોતાના પરિવાર ને આ બધા થી ઉપર રાખ્યો, પોતાના પરિવાર માટે આપેલા આ બલિદાનને યાદ કરી પ્રણવ પોતાને ક્યારેય માફ કરી શક્યો નથી. થોડા દિવસો વીત્યા અને સમય વીત્યો તેમ બધું ભૂલાતું ગયું.
હજુ પણ પેલી “મેરા મન….. કહેને લગા…”ની પ્રણવના નામની રિંગટોન તો રણકે જ છે. પણ હવે તે મનમાં ઉણપ છે પહેલા જેવા પ્રેમની… અને પહેલા જેવા વિશ્વાસ ની…
(સંપૂર્ણ)


















































