રિવર્સ રેપો રેટ 4 % થી ઘટાડીને 3.75 %, નૉન બેંકીંગ ફાયનાન્સ કંપનીઓ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને રાહત
“મૃત્યુની વચ્ચે જીંદગી છવાયેલી રહે છે, અસત્યની વચ્ચે સત્ય છવાય છે અને અંધારા વચ્ચે પ્રકાશ છવાઈ જતો હોય છે.” મહાત્મા ગાંધી લંડનના પ્રસિધ્ધ કીંગ્સલે હૉલ ખાતે ઓકટોબર, 1931માં આપેલા પ્રવચનમાંથી ગાંધીજીના આ શબ્દો ટાંકીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના ગવર્નર શ્રી શક્તિકાંત દાસે તેમનું નિવેદન આપવાનો પ્રારંભ કર્યો હતો. આ નિવેદન મારફતે તેમણે ડગમગતા ભારતીય અર્થતંત્રને પુનર્જીવીત કરવા નવ પગલાંના સંપુટની જાહેરાત કરી હતી. અગાઉ રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ તા.27 માર્ચ, 2020ના રોજ જાહેર કરેલાં વિવિધ પગલાંને અનુસરીને આ પગલાં જાહેર કરવામાં આવ્યાં છે. ઓનલાઈન સંબોધન કરતાં ગવર્નરે જણાવ્યું હતું કે “વિશ્વને તેની ઘાતક નાગચૂડમાં ફસાવનાર” કોરોના વાયરસ મહામારીમાંથી પાર ઉતરવા માટે માનવ મિજાજ સક્રિય થયો છે. રિઝર્વ બેંકના ગવર્નરે જણાવ્યુ હતું કે જે વધારાના પગલાં લેવામાં આવ્યા છે તેનો ઉદ્દેશ નીચે મુજબ છેઃ કોરોના વાયરસને કારણે જે વિપરીત સ્થિતિ ઉભી થઈ છે તેમાંથી સિસ્ટમ અને તેના ઘટકોમાં પૂરતી પ્રવાહિતા લાવવી. બેંકોના ધિરાણ પ્રવાહમાં સુગમતા લાવી તેને પ્રોત્સાહિત કરવું. નાણાંકિય ખેંચમાં ઘટાડો કરવો, અને બજારોને સામાન્ય કામગીરી કરતા કરવા. ગવર્નરે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું. કે મહામારીને કારણે જે મોટો પડકાર થયો છે તેને હલ કરવા માટે મધ્યસ્થ બેંક તેના તમામ સાધનોનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું હતું કે વ્યાપક ઉદ્દેશ તમામ સહયોગીઓ માટે નાણાંને વહેતા રાખવામાં સહાય કરવાનો તથા તેની ખાત્રી રાખવાનો છે. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે સાથે મળીને આપણે રાષ્ટ્રને બેઠું કરીશું અને ટકાવી રાખીશું. પ્રવાહિતા વ્યવસ્થાપન લાંબા ગાળાના લક્ષિત પગલાં 2.0 (TLTRO 2.0) બીજા તબક્કાના લક્ષિત પગલાંમાં રૂ.50 હજાર કરોડની એકંદર રકમનો સમાવેશ થશે. આ પગલું નૉન બેંકીંગ ફાયનાન્સ કંપનીઓ અને માઈક્રો ફાયનાન્સ ઈન્સ્ટીટ્યુશ સહિત નાના અને મધ્યમ કદની કંપનીઓ તે જેમને કોરોના વાયરસને કારણે અવરોધો ઉભા થવાને કારણે માઠી અસર થઈ છે તેમના માટે નાણાંનો પ્રવાહ સરળ બનાવવા માટે કરવામાં આવ્યો છે. TLTRO 2.0 નો ઉપયોગ ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડનાં બોન્ડઝ, કોમર્શિયલ પેપર અને નૉન બેંકીંગ ફાયનાન્સિયલ કંપનીઓના નૉન- કન્વર્ટેબલ ડિબેન્ચરમાં મૂડી રોકાણ માટે કરવામાં આવશે. આ રીતે કુલ રકમના ઓછામાં ઓછા 50 ટકા નાના અને મધ્ય કદની નૉન બેંકીંગ ફાયનાન્સીંગ કંપનીઓ અને માઈક્રો ફાયનાન્સ સંસ્થાઓને મળશે. ઑલ ઈન્ડિયા ફાયનાન્સિયલ ઈન્સ્ટીટ્યુશન્સને રિફાનાન્સીંગની સગવડ ...




































