Wednesday, September 16, 2026

Tag: Finance

નાણાં મંત્રીએ ગરીબોને ટેકો આપવા માટે ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની યોજનાઓ જાહેર કરી

નાણાં મંત્રીએ ગરીબોને ટેકો આપવા માટે ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની યોજનાઓ જાહેર કરી

પ્રવાસી મજૂરોને બે માસ સુધી મફત અનાજ પ્રવાસી મજૂરો જાહેર વિતરણ વ્યવસ્થા પેટે માર્ચ 2021 સુધીમાં કોઈપણ સસ્તા અનાજની દુકાનોએથી રેશન ખરીદી શકે તેવી વન નેશન, વન રેશન કાર્ડ યોજના ટેકનોલોજી સિસ્ટમનો ઉપયોગ કરીને શક્ય બનાવાશે. પ્રવાસી શ્રમિકો અને શહેરી ગરીબો માટે પોસાય તેવા દરે ભાડાના મકાનોના સંકુલો તૈયાર કરવાનો પ્રારંભ થશે. શિશુ મુદ્રા યોજના હેઠળ લોન લેનારને બે માસ સુધી વ્યાજની રાહત આપી કુલ રૂ.1500 કરોડની સહાય કરાશે. ગલીઓમાં ફરીને વેચાણ કરનારા લોકો (સ્ટ્રીટ વેન્ડર્સ) માટે રૂ.500 કરોડની  ધિરાણ   સુવિધા પ્રધાન મંત્રી આવાસ યોજના (અર્બન ) હેઠળ ક્રેડિટ લીંક્ડ સબસીડી યોજના મારફતે મધ્યમ આવક ધરાવતા લોકો માટે મકાનો બાંધવા રૂ.70,000 કરોડના ભંડોળ મારફતે હાઉસિંગ સેકટરને વેગ આપવામાં આવશે. કેમ્પા ફંડઝનો ઉપયોગ કરીને રોજગાર નિર્માણ માટે રૂ.6000નો ખર્ચ કરવામાં આવશે. નાબાર્ડ મારફતે ખેડૂતોને વધારાના ઈમર્જન્સી વર્કિંગ કેપિટલ ફંડ માટે રૂ.30,000 કરોડન સહાય આપવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ 2.5 કરોડ ખેડૂતોને રાહત દરે રૂ.2 લાખ કરોડનું  ધિરાણ   આપવામાં આવશે.     માનનીય પ્રધાન મંત્રીશ્રીએ તા.12 મે, 2020ના રોજ દેશની જીડીપીના 10 ટકા જેટલું રૂ.20 લાખ કરોડનું વિશેષ આર્થિક પેકેજ રજૂ કર્યું હતું. તેમણે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સ્વ-નિર્ભર થવા માટે ચળવળ ઘોષણા કરી હતી. તેમણે આત્મ-નિર્ભર ભારતના 5 સ્તંભ તરીકે- અર્થતંત્ર, માળખાગત સુવિધાઓ, સિસ્ટમ, વસતી (ડેમોગ્રાફી) અને માંગને ગણાવ્યા હતા. ખાસ કરીને પ્રવાસી શ્રમિકો, સ્ટેટ વેન્ડર્સ, પ્રવાસી શહેરી ગરીબો, નાના વેપારીઓ, સ્વરોજગાર સાથે સંકલાયેલા લોકો, નાના ખેડૂતો અને હાઉસિંગ સેક્ટર માટે રાહતોના બીજા મણકાની જાહેરાત કરતાં કેન્દ્રના નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી  શ્રીમતી નિર્મલા સીતારમણે  તેમની પ્રેસ કોન્ફરન્સમાં પ્રવાસી મજૂરો, ખેડૂતો, નાના બિઝનેસ અને સ્ટેટ વેન્ડર્સને ટેકો પૂરો પાડતી યોજનાઓની વિસ્તૃત વિગતો આપી હતી. શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે માનનીય પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર મોદી હંમેશા પ્રવાસી શ્રમિકો અને ખેડૂતો સહિતના ગરીબો કે જે રાષ્ટ્રની કરોડરજ્જુ સમાન છે તેમણે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેનાથી ચિંતીત હોય છે. આ લોકો પોતાના પસીના અને મહેનતથી દેશની સેવા કરે છે. પ્રવાસી શ્રમિકોને સામાજીક સુરક્ષાની સાથે સાથે પોસાય તેવા અને સુગમ ભાડાંના મકાનોની શહેરી વિસ્તારોમાં જરૂર પડતી હોય છે. આ ઉપરાંત પ્રવાસી શ્રમિકો અને અસંગઠીત શ્રમિકો સહિતના ગરીબો માટે રોજગારીની તકો ઉભી કરવાની પણ જરૂરિયાત છે. ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં  ધિરાણ   સહયોગ પૂરો પાડવો જરૂરી બની રહે છે. શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે સરકાર અર્થંતંત્ર અને સમાજના તમામ વર્ગોની જરૂરિયાતો પ્રત્યે ધ્યાન આપી રહી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે નાના બિઝનેસ એકમો અને ખાસ કરીને સ્ટ્રીટ વેન્ડર્સ શિશુ મુદ્રા  ધિરાણ  મારફતે ગૌરવભેર રોજગારી મેળવતા હોય છે. તેમને સહાયની તથા તેમના માટે સામાજીક સુરક્ષા અને  ધિરાણ  ના વિસ્તાર દ્વારા કાળજીપૂર્વક ધ્યાન અપાય તેની જરૂરિયાત હોય છે.   પ્રવાસી શ્રમિકો, ખેડૂતો, નાના બિઝનેસ અને સ્ટ્રીટ વેન્ડર્સની સહાય માટે નીચે મુજબની લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની યોજનાઓની આજે જાહેરાત કરવામાં આવી હતીઃ ...

રિવર્સ રેપો રેટ 4 % થી ઘટાડીને 3.75 %, નૉન બેંકીંગ ફાયનાન્સ કંપનીઓ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને રાહત

રિવર્સ રેપો રેટ 4 % થી ઘટાડીને 3.75 %, નૉન બેંકીંગ ફાયનાન્સ કંપનીઓ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને રાહત

“મૃત્યુની વચ્ચે જીંદગી છવાયેલી રહે છે, અસત્યની વચ્ચે સત્ય છવાય છે અને અંધારા વચ્ચે પ્રકાશ છવાઈ જતો હોય છે.” મહાત્મા ગાંધી લંડનના પ્રસિધ્ધ કીંગ્સલે હૉલ ખાતે ઓકટોબર, 1931માં આપેલા પ્રવચનમાંથી ગાંધીજીના આ શબ્દો ટાંકીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના ગવર્નર શ્રી શક્તિકાંત દાસે તેમનું નિવેદન આપવાનો પ્રારંભ કર્યો હતો. આ નિવેદન મારફતે તેમણે ડગમગતા ભારતીય અર્થતંત્રને પુનર્જીવીત કરવા નવ પગલાંના સંપુટની જાહેરાત કરી હતી. અગાઉ રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ તા.27 માર્ચ, 2020ના રોજ જાહેર કરેલાં વિવિધ પગલાંને અનુસરીને આ પગલાં જાહેર કરવામાં આવ્યાં છે. ઓનલાઈન સંબોધન કરતાં ગવર્નરે જણાવ્યું હતું કે “વિશ્વને તેની ઘાતક નાગચૂડમાં ફસાવનાર” કોરોના વાયરસ મહામારીમાંથી પાર ઉતરવા માટે માનવ મિજાજ સક્રિય થયો છે. રિઝર્વ બેંકના ગવર્નરે જણાવ્યુ હતું કે જે વધારાના પગલાં લેવામાં આવ્યા છે તેનો ઉદ્દેશ નીચે મુજબ છેઃ કોરોના વાયરસને કારણે જે વિપરીત સ્થિતિ ઉભી થઈ છે તેમાંથી સિસ્ટમ અને તેના ઘટકોમાં પૂરતી પ્રવાહિતા લાવવી. બેંકોના ધિરાણ પ્રવાહમાં સુગમતા લાવી તેને પ્રોત્સાહિત કરવું. નાણાંકિય ખેંચમાં ઘટાડો કરવો, અને બજારોને સામાન્ય કામગીરી કરતા કરવા. ગવર્નરે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું. કે મહામારીને કારણે જે મોટો પડકાર થયો છે તેને હલ કરવા માટે મધ્યસ્થ બેંક તેના તમામ સાધનોનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું હતું કે વ્યાપક ઉદ્દેશ તમામ સહયોગીઓ માટે નાણાંને વહેતા રાખવામાં સહાય કરવાનો તથા તેની ખાત્રી રાખવાનો છે. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે સાથે મળીને આપણે રાષ્ટ્રને બેઠું કરીશું અને ટકાવી રાખીશું.   પ્રવાહિતા વ્યવસ્થાપન લાંબા ગાળાના લક્ષિત પગલાં 2.0 (TLTRO 2.0) બીજા તબક્કાના લક્ષિત પગલાંમાં રૂ.50 હજાર કરોડની એકંદર રકમનો સમાવેશ થશે. આ પગલું નૉન બેંકીંગ ફાયનાન્સ કંપનીઓ અને માઈક્રો ફાયનાન્સ ઈન્સ્ટીટ્યુશ સહિત નાના અને મધ્યમ કદની કંપનીઓ તે જેમને કોરોના વાયરસને કારણે અવરોધો ઉભા થવાને કારણે માઠી અસર થઈ છે તેમના માટે નાણાંનો પ્રવાહ સરળ બનાવવા માટે કરવામાં આવ્યો છે. TLTRO 2.0 નો ઉપયોગ ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડનાં બોન્ડઝ, કોમર્શિયલ પેપર અને નૉન બેંકીંગ ફાયનાન્સિયલ કંપનીઓના નૉન- કન્વર્ટેબલ ડિબેન્ચરમાં મૂડી રોકાણ માટે કરવામાં આવશે. આ રીતે કુલ રકમના ઓછામાં ઓછા 50 ટકા નાના અને મધ્ય કદની નૉન બેંકીંગ ફાયનાન્સીંગ કંપનીઓ અને માઈક્રો ફાયનાન્સ સંસ્થાઓને મળશે.   ઑલ ઈન્ડિયા ફાયનાન્સિયલ ઈન્સ્ટીટ્યુશન્સને રિફાનાન્સીંગની સગવડ ...

Stay Connected

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

error: iGujju Content is protected !!