સંઘર્ષો જીવનના સાચવી આંખોમાં,
જવાબદારીના રંગ શાનદાર રાખે છે.
ઉઠવવા નહિ બહુ સવાલ એની સ્વત્રંતતા પર,
સમજદારી એ દમદાર રાખે છે.
ન કરીશ કદી એની સરખામણી,
પરંપરા આપણી એ જ તો અસરદાર સાચવે છે.
રાખે છે સૌ સ્વાર્થ સામે,
છતાં લાગણીના સ્વાદ એ મજેદાર રાખે છે.
ન બાંધ એને માન્યતાના પડદે,
ન બાંધ એને રૂઢિના મંચે.
જાતને આપેલા સંકલ્પ છે એના ઘણાં,
સંસ્કાર ને સંઘર્ષ છે એના ગળથૂથીમાં ઘણાં.
નથી જોઇતી સમાનતા, નથી જોઈતા નામ કોઈના
સાબિત કરવા ખુદને હિંમત એ પોતાના માં અપાર રાખે છે !
મૌસમી રાજેન્દ્રકુમાર શર્મા