પીઝાનો રોટલો ઘરે જ બનાવો…
સામગ્રી:
૨ કપ લોટ
૧ ચમચી યીસ્ટ
૧/૪ ચમચી મીઠું
૧ ચમચી ખાંડ
૨/૩ કપ હુંફાળુ પાણી
રીત:
૧. ૧ કપ લોટ લઇ તેમાં બીજી બધી સામગ્રી ભેગી કરો.
૨. બન્ને કપ લોટ તેની અંદર ધીમે ધીમે ઉમેરો અને લોટ બાંધો.
૩. લોટને ૧૦-૧૫ મિનીટ કપડાથી (ટુવાલથી) ઢાંકીને હુંફાળી જગ્યાએ રહેવા દો.
૪. પીઝા પાનમાં તેલ લગાવીને લોટને પાથરો તેની ઉપર તમારું મનગમતું પીઝાનું ટોપીંગ પાથરો.
૫. ૩૭૫૦ ફે. પર તેને ૧૫ મિનીટ શેકો. રોટલીનું પડ કડક થાય એટલે તેને ઓવનમાંથી કાઢી ગરમાગરમ પીરસો.